કોરોના વોરિયર્સ માટે ટીચર્સ તૈયાર કરી રહી છે કપડાના માસ્ક, 3000 માસ્કનું થઈ ચુક્યું છે વિતરણ

લોકડાઉનમાં શાળાઓ બંધ છે. તેવામાં કેટલાક ટીચરો ડ્યૂટીમાંથી ફ્રી હોવાથી અન્ય જરૂરી કામમાં વ્યસ્ત થઈ છે.

image source

સાઉથ એમસીડીની શાળાઓમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાઓ હવે માસ્ક બનાવવાનું કામ કરી રહી છે. મહિલા ટિચર્સ અત્યાર સુધીમાં 3 હજાર માસ્ક બનાવી અને તેની વિતરણ કરી ચુકી છે. માસ્ક બનાવવાનું કામ હજુ પણ ચાલી રહ્યું છે.

આ માસ્ક તેઓ એવા કર્મચારીઓ માટે બનાવી રહી છે જે ફિલ્મમાં કામ કરી રહ્યા છે. માસ્ક બનાવવાનું કામ સાઉથ ઝોનની ચેરમેન તુલસી જોશી પણ કરી રહી છે. માસ્ક બનાવવા માટેના કામમાં સાઉથ ઝોનની શાળામાં કામ કરતી ટીચર્સ અને શિક્ષા વિભાગના સ્ટાફના લોકો લાગી ગયા છે.

image source

25 એપ્રિલથી આ કામ શરુ કરવામાં આવ્યું છે. જે શિક્ષિકાઓને સિલાઈ આવડે છે અને જેમની પાસે મશીન છે તેઓ માસ્ક બનાવે છે. જે સ્ટાફને શાળાએ આવવું ફરજિયાત છે તેઓ શાળાએ આવી અને માસ્ક બનાવે છે જ્યારે અન્ય ઘરે રહી અને આ કામ કરે છે. જે કપડાના આ માસ્ક બને છે તે કપડું એમસીડીને ડોનેશનમાં મળી રહ્યું છે. સાઉથ ઝોનના ચેરમેનએ આ અંગે કહ્યું છે કે કોરોના મહામારીના સમયમાં મદદ કરવા માટે તેઓ આગળ આવ્યા છે. માસ્ક માટે તેમને લોકો તરફથી ડોનેશન પણ મળી રહ્યું છે.

image source

સાઉથ ઝોનની ચેરમેન તુલીસ જોશી કહે છે કે લોકડાઉનના સમયમાં જે કોરોના વોરિયર્સ છે તેમના માટે કંઈક કરવું એ આપણી પણ ફરજ છે. આ વિચાર સાથે તેમણે કપડાના માસ્ક બનાવવાનું નક્કી કર્યું અને તેનું વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી. તેઓ અલગ અલગ રંગના કપડાથી માસ્ક બનાવે છે. માસ્ક સફાઈ કર્મચારી અને જેમની ડ્યૂટી ફિલ્મમાં છે તેમને આપવામાં આવે છે.

image source

સાઉથ ઝોનમાં 24 વોર્ડ છે. તેમની ઈચ્છા છે કે દરેક ઝોનના બધા જ કર્મચારીને આ કપડના માસ્ક આપવામાં આવે. કપડાના માસ્કનો ફાયદો એ છે કે તેને ધોઈ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. અત્યાર સુધીમાં તેમણે આવા 3000 માસ્ક બનાવી અને તેનું વિતરણ કરી દીધું છે. હજી પણ તેઓ માસ્ક બનાવવાનું કામ કરી રહ્યા છે. જેમ જેમ માસ્ક બનતા જશે તેમ તેમ તેનું વિતરણ પણ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત