તપાસ ટીમને હાથ લાગ્યા મહત્વના CCTV ફૂટેજ, સીસીટીવીમાં જોવા મળ્યો કાર મુકનાર વ્યક્તિ

પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ ખાતેના ઘર એંટીલિયાની બહાર કોઈ અજાણ્યા વ્યક્તિએ કાર પાર્ક કરી હતી જેમાં વિસ્ફોટકો ભરેલા હતા. આ ઘટનાના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં એક મહત્વનો પુરાવો પોલીસને હાથ લાગ્યો છે. પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે મુલુંડ ટોલ નાકાના એક સીસીટીવી લીધા છે જેમાં આ ઈનોવા કારને મુંબઈમાં મુકવામાં આવી હોય તે જોઈ શકાય છે.

मुकेश अंबानी की सुरक्षा में सेंध से जुड़ी इनोवा कार मुंबई से बाहर भागी, CCTV में कैद
image source

મુકેશ અંબાણીના ઘરની બહાર બે કાર જોવા મળે છે. જેમાંથી એક સ્કોર્પિયો અને બીજી ઈનોવા કાર હતી. સ્કોર્પિયોમાં બેઠેલા ડ્રાઈવરે તે કારને ત્યાં જ છોડી દીધી અને ઈનોવામાં સવાર થઈ તે ત્યાંથી રવાના થઈ ગયો હતો. ત્યારબાદ જ્યારે પોલીસને એંટીલિયા બહાર ઊભેલી આ સ્કોર્પિયો કારમાંથી જિલેટિન સ્ટીક અને એક લેટર મળી આવ્યો હતો.

image source

આ મામલે તપાસ કરતી ટીમને જે પુરાવો મળ્યો છે તે મુલુંડ ટોલ નાકાના સીસીટીવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે તેનાથી સાબિત થાય છે કે મુલુંડ ટોલ નાકાથી આરોપી મુંબઈથી બહાર ગયો છે. સીસીટીવી ફૂટેજમાં આરોપીને ટોલના પૈસા આપતા અને રસીદ લેતા પણ જોઈ શકાય છે. ઈનોવા કાર પૂર્વી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અને ઠાણે તરફ પરત ફરી ગઈ હતી. કાર સવારે 3.05 કલાક આસપાસ મુલુંડમાં ટોલ પોસ્ટને પાર કરતી પણ જોવા મળી હતી.

image source

મુંબઈ પોલીસે સ્કોર્પિયો પાર્ક કરવા અને તેમાં વિસ્ફોટક રાખવા મામલે ગામદેવી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ કારનો નંબર મુકેશ અંબાણીની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કારના નંબર સાથે મેચ થતો રાખવામાં આવ્યો હતો. પોલીસ તપાસ માટે વાહનને સીઝ કરી લેવામાં આવ્યું છે.

image source

મહત્વપૂર્ણ છે કે ગુરુવારે સાંજે 4 કલાકે પોલીસને એક લાવારિસ કાર રસ્તા પર પડી હોવાની સૂચના આપવામાં આવી હતી. આ સ્કોર્પિયો કારમાંથી તપાસ દરમિયાન પોલીસને 21 જીલેટીન સ્ટીક મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યાનુસાર સ્કોર્પિયો કારમાંથી મળેલી દરેક જીલેટીનનું વજન 125 ગ્રામ છે.

image source

જો સ્ટીકને વિસ્ફોટ માટે અસેમ્બલ કરવામાં આવી હોત અને તેનાથી બ્લાસ્ટ થયો હોત તો કારના કુરચે-કુરચા ઉડી ગયા હોત. મુંબઇ ક્રાઈમ બ્રાંચના ચીફ મિલિંદ ભારંબેના જણાવ્યા મુજબ આ પ્રમાણે જો બ્લાસ્ટ થયો હોત તો તેની અસર 30 ચોરસ ફૂટ સુધીના વિસ્તારમાં થઈ હોત.

image source

જો કે આ કેસમાં તપાસમાં અનેક બાબતો પણ પ્રકાશમાં આવી છે કે વિસ્ફોટકો મુકનારે એક મહિના સુધી મુકેશ અંબાણીના ઘરની રેકી કરી અનેક વખત મુકેશ અંબાણીના કાફલાનો પીછો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!