કપિલ શર્માની ટીમ શોના કલાકારો કહે છે કે ક્યાં સુધી ઘરમાં વાસણ જ ઘસ્યા કરવાના, કપડા ધોયા કરવાના..

સોની ટીવી પર આવતા ધ કપિલ શર્મા શોમાંથી સિદ્ધુની એક્ઝિટ થયા બાદ અર્ચના પૂરન સિંહની એન્ટ્રી થઈ હતી. પરંતુ હવે તે આ શોનો અભિન્ન ભાગ બની ચુકી છે.

image source

પરંતુ જ્યારથી લોકડાઉન જાહેર થયું છે ત્યારથી લોકો સાથે કનેક્ટ રહેવા તે પણ સોશિયલ મીડિયાના સહારે છે. અર્ચના પૂરન સિંહ ઈંસ્ટા પર નિયમિત વીડિયો શેર કરી રહે છે અને ફોલોવર્સ સાથે શો સાથે જોડાયેલી વાત શેર કરે છે.

image source

લોકડાઉન બાદ હવે જ્યારે અનલોક 1 શરુ થયું છે ત્યારે આશરે 2 મહિનાથી પણ વધુ સમય ઘરે રહ્યાં બાદ તે આતુર થઈ છે કે શો ફરીથી શરુ થઈ જાય. અર્ચના પૂરન સિંહને હવે ફરીથી પોતાની જજની ખુરશી પર બેસવા ચટપટી વધી છે. તેવામાં તાજેતરમાં જ અર્ચનાએ શેર કર્યું હતું કે તેમના શોના સભ્યોનું એક વ્હોટ્સએપ ગૃપ છે અને તેમાં તેઓ શું વાતો કરતા હોય છે. અર્ચનાએ કહ્યું હતું કે માત્ર તે જ નહીં પણ શો સાથે જોડાયેલા ભારતી, કૃષ્ણા અભિષેક પણ શોનું શૂટિંગ ક્યારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

image source

અર્ચનાએ કહ્યું હતું કે શો ક્યારે શરુ થશે, ક્યારે શરુ થશેની જ વાતો ગૃપમાં થતી હોય છે. તેવામાં હવે કૃષ્ણા તો સાવ પાગલ જ થઈ ગયો છે. તે કહે છે કે હવે કોઈ તેની પાસે કોમેડી કરાવે કારણ કે તે હવે કોમેડી કર્યા વિના રહી શકતો નથી. હવે ખૂબ વધારે સમય ગયો કોમેડી કર્યા વિના. હવે આ સ્થિતિ તેનાથી સહન થતી નથી.

આ સિવાય ભારતી વિશે વાત કરતાં અર્ચનાએ કહ્યું હતું કે, ભારતી તો એમ કહે છે કે ક્યાં સુધી ઘરમાં વાસણ જ ઘસ્યા કરવાના, કપડા ધોયા કરવાના.. તેનું જે અસલી કામ છે તે કરવાની તક ક્યારે મળશે. હવે તો ઘરે બેસીને કંટાળી ગયા છીએ.

image source

અર્ચનાએ વધુમાં શેર કર્યું હતું કે ઘરે બેસવાનું કહેવામાં આવ્યું છે તે સારા માટે જ છે પરંતુ ઈન્ડસ્ટ્રીના રોજમદારો માટે કામ ઝડપથી શરુ થાય તે પણ હવે જરૂરી છે. પોતાની વાત કરતા અર્ચના કહે છે કે ક્યારેક ક્યારેક તેને લાગતું હતું કે ખુરશીમાં ચાર કલાક પણ હવે તે શોના દિવસોને મિસ કરે છે અને ઈચ્છે છે કે ખુરશી પર બેસવાના એ દિવસો ઝડપથી પાછા આવી જાય. અઢી મહિનાથી તે પોતાની ખુરશીથી દૂર છે અને હવે તેને તે ખૂબ યાદ આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત