આ છે ટીમ ઇન્ડિયાના સુપર ફેન્સ, એક 20 વર્ષથી તો બીજો 15 વર્ષથી ખેલાડીઓને કરે છે સપોર્ટ, મોટેરા વિશે કહી આ વાત

હાલમાં ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ મોટેરા વિશે પણ વાતો કરવામાં આવી રહી છે, કારણ કે આ વખતે મોટેરા સ્ટેડિયમમાં મેચ રમાવાનો છે અને લોકો પણ થનગની રહ્યા છે. ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. તો વળી હાલમાં બન્ને ટીમોએ છેલ્લા 4 દિવસથી સ્ટેડિયમમાં મેચ માટે ટ્રેનિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે. ત્યાં ટીમ ઇન્ડિયાના સુપર ફેન્સ અને લકી મેસ્કોટ ગણાતા સુધીર ગૌતમ (સચિનનો ફેન) અને રામ બાબુ (ધોનીનો ફેન) પણ મેચ માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા.

image source

આ સાથે જ વાત કરીએ તો ગુજરાતના એક જાણીતા સમાચાર પત્ર સાથે આ બે ફેન્સએ વાત પણ કરી હતી. તેમણે વાતચીતમાં વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમમાં ટીમને ચીયર કરવાની એક્સાઇટમેન્ટ, પિન્ક બોલ ટેસ્ટ સહિત અનેક ટોપિક્સ પર વાત કરીલ હતી. તેનો પણ ઉત્સાહ પેલેપાર છે. જો ફેન્સ વિશે વધુમાં વાત કરીએ તો સુધીર ગૌતમ છેલ્લા 20 વર્ષ અને રામ બાબુ છેલ્લા 15 વર્ષથી ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે ખડેપગે રહે છે

image source

અને સ્ટેડિયમમાં પોતે જઈને ભારતના ખેલાડીઓને સપોર્ટ કરે છે. પછી મેચ વર્લ્ડના કોઈપણ ખૂણે ભલેને રમાતી હોય, મેચના દિવસે ટીમ બસ સ્ટેડિયમ પહોંચે તે પહેલાં આ સુપર ફેન્સ તેમને વેલકમ કરવા આવી ગયા હોય છે. ત્યારે આ વખતે પણ બન્ને આવી ગયા છે અને ખુબ જ ઉત્સાહમાં છે.

image source

જો વાત કરીએ સુધીર વિશે તો તે સચિનને મળવા માટે 8 ઓક્ટોબર, 2003માં પહેલીવાર બિહારથી સાયકલ પર નીકળ્યો હતો. 27 ઓક્ટોબરનાં રોજ તે મુંબઈ પહોંચ્યો. એક દિવસ બાદ એટલે કે 28નાં રોજ તેની મુલાકાત એક હોટલમાં સચિન સાથે થઈ હતી. 29 ઓક્ટોબરનાં રોજ સચિને સુધીરને તેના ઘરે બોલાવ્યો. અહીંયા સચિને કટકમાં થનારી એક મેચનો પાસ સુધીરને આપ્યો. જ્યારે મેચ પૂર્ણ થઈ તો સુધીરે વિચાર્યું કે, તે હવે સચિન પાસે ઓટોગ્રાફ લેશે અને પાછો તેના ઘરે જતો રહેશે.

image source

પરંતુ સચિને તેને એકવાર ફરી પૂછ્યુ કે, બીજી મેચ જોઈશ? તેણે હાં પાડી અને સાયકલ ત્યાં જ મૂકી દીધી. એક ઈન્ટરવ્યુમાં સુધીરે જણાવ્યું હતું કે, જ્યારે સચિન ટીમમાં હતો તો તે તેની છાતી પર તેંડુલકર લખતો હતો. હવે તે ટીમમાં નથી તો મિસ યૂ તેંડુલકર લખે છે. ઉલ્લેખનીય છે કે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી ભારત ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

image source

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 2 ટેસ્ટ મેચ, પાંચ ટી20 મેચ રમાશે. ટી20 સીરિઝ 12 માર્ચથી શરુ થશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરિઝની અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!