ટેક મહિન્દ્રાએ કોરોના વાઈરસને ખતમ કરનાર શોધ્યો આ નવો ડ્રગ, આ માહિતી જાણીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

ટેક મહિન્દ્રા દ્વારા કોરોના વાયરસને નષ્ટ કરનાર નવો ડ્રગ મોલીક્યુલ શોધવામાં આવ્યો છે, કંપની દ્વારા જલ્દી જ પેટન્ટ માટે અરજી કરવામાં આવી શકે છે.

કોરોના વાયરસ વિષે હાલમાં સારા સમાચાર મળ્યા છે. આઈટી કંપની ટેક મહિન્દ્રાએ રીગેન બાયોસાયન્સ (Reagene Biosciences)ની સાથે મળીને એક નવા ડ્રગ મોલીક્યુલ એટલે કે નવી દવા શોધી લેવામાં આવી છે. આ સાથે જ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે, આ દવા કોરોના વાયરસ પર હુમલો કરવામાં સફળ નીવડી છે. ત્યારે હવે કંપની દ્વારા આ દવાની પેટન્ટ કરાવવા માટેની તૈયારીમાં લાગી છે. જેથી આ દવા પર વધારે રીસર્ચ કરી શકાય.

જ્યાં સુધી પેટન્ટ નહી થાય ત્યાં સુધી દવાના નામનો કોઈ ખુલાસો નહી કરવામાં આવે.

image source

ટેક મહિન્દ્રાના ગ્લોબલ હેડ (મેકર્સ લેબ) નિખિલ મલ્હોત્રા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આ મોલીક્યુલની જ્યાં સુધી પેટન્ટ નહી કરાવી લેવામાં આવે ત્યાં સુધી તેના નામનો કોઈ ખુલાસો નહી કરવામાં આવે. ટેક મહિન્દ્રા અને રીગેન બાયોસાયન્સ રીસર્ચ હાલમાં પ્રક્રિયામાં આગળ વધી રહી છે. મેકર્સ લેબ ટેક મહિન્દ્રા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર્મ છે.

૮ હજાર મોલીક્યુલ પર રીસર્ચ કરવામાં આવ્યું છે.

મલ્હોત્રાના જણાવ્યા મુજબ, મેકર્સ લેબ તરફથી કોરોના વાયરસનું કોપ્યુટેશન મોડલિંગ એનાલીસીસ શરુ કરી દેવામાં આવ્યું છે. જો કે, આ કોમ્પ્યુટેશન ડોકીંગ અને મોડલિંગ સ્ટડીઝ પર આધારિત ટેક મહિન્દ્રા અને તેમની ભાગીદાર કંપનીએ FDA પાસેથી માન્યતા પ્રાપ્ત કરીને ૮ હજાર મોલીક્યુલ માંથી ફક્ત ૧૦ ડ્રગને શોર્ટલિસ્ટ તૈયાર કરવામાં આવી છે. આ ૧૦ ડ્રગ મોલીક્યુલને ટેકનોલોજીની મદદથી ફિલ્ટર કરવામાં આવે છે ત્યાર બાદ આ ૧૦ મોલીક્યુલ પર બેંગ્લોરમાં રીસર્ચ કરવામાં આવે છે અને આ રીસર્ચ થયા બાદ મોલીક્યુલણી સંખ્યા ફક્ત ૩ જેટલી થઈ જાય છે.

3D ફેફસા પર કરવા આવ્યું નિરીક્ષણ.

image source

ત્યાર બાદ કંપની દ્વારા 3D ફેફસાને બનાવવામાં આવે છે અને તેની પર પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણ કરતા ધ્યાનમાં આવ્યું છે કે, ત્રણ માંથી એક મોલીક્યુલ કરવામાં આવેલ રીસર્ચ મુજબ કાર્ય કરી રહ્યો છે. મલ્હોત્રા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આખા વિશ્વમાં ઘણી બધી દવાઓ પર ટ્રાયલ કરવામાં અવ રહી છે. જો કે, હાલમાં લોકોને જીવલેણ કોરોના વાયરસ સંક્રમણથી સુરક્ષીત થવા માટે ફક્ત કોરોના વાયરસની રસી પર જ આધાર રાખવો પડે તેમ છે.

હજી પણ વધારે રીસર્ચ કરવાની જરૂરિયાત છે.

તેમનું કહેવું છે કે, હજી સુધી આ દવાને પ્રાણીઓ પર રીસર્ચ કરવું આવશ્યક છે, પણ અમને વિશ્વાસ છે કે, ટેકનોલોજી બાયોલોજીકલ કોમ્પ્યુટેશનમાં ડ્રગ ડીસ્કવરી મીકેનીઝમમાં ઘટાડો કરી શકાશે. અમે મોલીક્યુલણી ક્ષમતાની ચકાસણી કરી રહ્યા છીએ. મલ્હોત્રાએ કહ્યું છે કે, આખા વિશ્વમાં અત્યારે પણ ઘણી બધી દવાઓ પર ટ્રાયલ ચાલી રહી છે. જો કે, હાલના સમયમાં લોકોને ઘાતક કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે ફક્ત કોરોના વાયરસની વેક્સિન પર જ આધાર રાખવો પડે છે.

image source

આજ રોજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો ૨ કરોડને પાર થઈ શકે છે.

દેશમાં હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧,૯૯,૧૯,૭૧૫ સુધી પહોચી ગઈ છે. એટલે કે, આજ રોજ આ આંકડો ૨ કરોડની સંખ્યાને પાર કરી શકે છે. ભારત દેશ એવો બીજો દેશ થઈ જશે જ્યાં ૨ કરોડ કરતા વધારે નાગરિકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હશે. અમેરિકા દેશમાં સૌથી વધારે 3.૩૮ કરોડ નાગરિકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. દેશમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસથી સંક્રમિત નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારના દિવસે દેશમાં 3,૬૯,૧૪૭ નવા કેસ નોંધવામાં આવ્યા છે. જયારે 3,૦૦,૭૩૨ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જયારે શુક્રવારના રોજ દેશમાં ૪,૦૨,૦૧૪ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. જે શનિવારના રોજ તેમાં ઘટાડો થયો અને આ સંખ્યા 3,૯૨,૪૫૯ થઈ ગયા હતા.

image source

દેશમાં કોરોના વાયરસ મહામારીનો આંકડો.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ 3.૬૯ લાખ કેસ નોંધવામાં આવ્યા, જયારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન 3,૪૨૧ દર્દીઓ મૃત્યુ પામ્યા, ત્યાં જ દેશમાં સંક્રમિત દર્દીઓ માંથી સ્વસ્થ થયેલ દર્દીઓની સંખ્યા ૨.૯૯ લાખ થઈ ગઈ. જો કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માંથી સ્વસ્થ થયેલ કુલ દર્દીઓની સંખ્યા ૧.૯૯ કરોડ સુધી આંકડો પહોચી ગયો છે. જયારે મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા ૨.૧૮ લાખનો આંકડો પાર કરી લીધો છે. જયારે હાલમાં સક્રિય કેસની સંખ્યા ૩૪.૧૩ લાખ જેટલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!