કોરોના કાળમાં રેસ્ટોરન્ટમાં ટેડી બિયરનો થઇ રહ્યો છે આ રીતે ઉપયોગ, માણસોને આ રીતે રાખે છે એકબીજાથી થોડા દૂર

વિશ્વભરના દેશોમાં ફેલાયેલો કોરોના ક્યારેય આપણી વચ્ચેથી જશે તે કહી શકાય તેમ નથી. જો કે દુનિયાભરના દેશોમાં લોકોની જીવનશૈલી ચોક્કસથી કોરોનાએ બદલી દીધી છે. બજાર, રેસ્ટોરન્ટ, કૈફે, ઓફિસ ખુલી તો ગયા છે પરંતુ લોકો પહેલાની જેમ આ જગ્યાએ જઈ શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો લોકોની ન્યૂ નોર્મલ લાઈફ કોરોના કાળમાં આવી જ રહેશે. હવે લોકો ઘરમાંથી નીકળે છે તો તેમના ચહેરા પર માસ્ક જોવા મળે છે. વારંવાર હાથ ધોવામાં આવે છે વગેરે વગેરે…

Image Source

આ સમયમાં પેરિસની કેટલીક તસવીરો ઈંટરનેટ પર વાયરલ થઈ છે. આ તસવીરો કૈફેની છે. જેમાં ગ્રાહકો સાથે ટેડી બિયર બેઠેલા જોવા મળે છે. આવું કરવાનું કારણ છે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટેંસ જળવાય. આ આઈડિયાના કારણે કૈફેના વખાણ પણ થઈ રહ્યા છે. આ તસવીર ટ્વીટર પર શેર કરવામાં આવી હતી. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે પેરિસના એક કૈફેમાં ટેડી બિયર સોશિયલ ડિસ્ટેંસિંગ મેન્ટેન કરાવી રહ્યા છે.

Image Source

આ પોસ્ટને હજારો લાઈક્સ અને હજારો રિ-ટ્વીટ મળી ચુકી છે. લોકો આ ફોટો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે હવે પેરિસમાં આવી અનેક જગ્યાઓ છે જ્યાં આ રીતે સામાજિક અંતર જળવાય છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે આપણે વધારે ટેડી બિયરની જરૂર છે. જ્યારે કોઈએ કહ્યું છે કે સોશિયલ ડિસ્ટેંસિંગનું સારું ઉદાહરણ છે.

Image Source

આ તસવીર પહેલા અન્ય એક તસવીર વાયરલ થઈ હતી જેણે પણ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. દાવો કરવામાં આવ્યો હતો કે આ તસવીર જર્મનીમાં આવેલા એક કૈફેની છે. અહીં લોકો વચ્ચે અંતર જળવાય તે માટે ખાસ રીતે બનાવેલી ટોપી તેમને પહેરવા આપેલી જોવા મળે છે. આ ટોપી પહેર્યા બાદ લોકો એકબીજાથી દૂર જ રહે છે. આ ખાસ ટોપી કૈફેમાં આવતાં લોકોને પહેરાવવામાં આવે છે.

 

Image Source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત