રામ રાખે એને કોણ ચાખે: ફ્લાઇટના તળિયે લેન્ડિંગ ગિયરને ચોંટ્યો બાળક, 19000 ફૂટ ઉંચે ઉડવા છતાં બચી ગયો, જાણો ધ્રુજારી ઉપાડનારી કહાની

મોટા ભાગના કિસ્સામાં માણસો મરી જ જાય, પણ આ બાળક જીવતો રહ્યો, એક એવો કિસ્સો કે જે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો

image source

ફ્લાઇટના તળિયે લેન્ડિંગ ગિયરને ચોંટીને એક 16 વર્ષના છોકરાની મુસાફરી કરવાની ઘટના સામે આવી છે. લંડનથી ફ્લાઇટ લીધા બાદ જ્યારે ફ્લાઇટ નેધરલેન્ડના હોલેન્ડંમાં પહોંચી ત્યારે એરપોર્ટ સ્ટાફને લેન્ડિંગ ગિયર નજીક છોકરો ચોંટેલો છે એના વિશે ખબર પડી. આશરે 19 હજાર ફૂટની ઉંચાઇએ એકદમ ઠંડીમાં હોવાને કારણે છોકરો હાયપોથર્મિયાનો શિકાર બન્યો. આ કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.

image source

DutchNews.nlના એક અહેવાલ મુજબ છોકરાએ લેન્ડિંગ ગિયરને ચોંટીને લગભગ 510 કિમીની સફર પૂર્ણ કરી લીધી. હોલેન્ડના માસ્ટ્રિક્ટ એરપોર્ટ પર ફ્લાઇટ ઉતર્યા પછી આ ઘટના વિશે જાણ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુર્કી એરલાઇન્સની કાર્ગો ફ્લાઇટના લેન્ડિંગ ગિયર સાથે ચોંટેલો હતો. આ ઘટના બની એના એક દિવસ પહેલા જ ફ્લાઇટ ઇસ્તંબુલ થઈને કેન્યાથી લંડન પહોંચી હતી. આ ઘટના બાદ સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે તેઓ પણ તપાસ કરશે કે શું આ માનવ તસ્કરીનો કેસ તો નથી ને.

image source

માસ્ટ્રિક્ટ એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું કે છોકરો આ રીતે મુસાફરી કર્યા પછી પણ બચી ગયો એટલો ભાગ્યશાળી કહેવાય. આ અગાઉ કેટલાક પ્રસંગોએ લોકોના લેન્ડિંગ ગિયરને વળગી રહેવાની મુસાફરીની ઘટના સામે આવી છે, પરંતુ મોટાભાગના પ્રસંગોમાં લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. જ્યારે આ કિસ્સામાં બાળક બચી ગયું એટલા માટે હાલમાં ઘટના ચારેકોર વધારે વાયરલ થઈ રહી છે.

image source

આ પહેલાં 2020ના શરૂઆતમાં એક ખતરનાક વીડિયો વાયરલ થયો હતો. એમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું હતું. આ વીડિયો ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન એક યાત્રીએ બનાન્યો હતો. એ જ્યારે પોતાના માટે એક વીડિયો બનાવતો હતો ત્યારે જ કેમેરામાં એક એવી ઘટના વાયરલ થઈ છે કે જેણે બધાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. મોન્ટ્રિયલ ટ્રુડો આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી એયર કેનેડા એક્સપ્રેસની ફ્લાઈટ 884એ ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડી સેકન્ડ બાદ જ મેઈન લેન્ડિગ ગિયરનું એક પૈડુ અલગ થઈ ગયું અને હાકાકાર મચી ગઈ.

image source

ત્યારબાદની વાત કરીએ તો આ ઘટના પછી વિમાનનું સુરક્ષિત લેન્ડિગ કરવામાં આવ્યું અને આ વિમાનમાં 49 જેટલા યાત્રીઓ હાજર હતા. ત્યારબાદ બધા જ યાત્રીઓને બીજી ફ્લાઈટ દ્વારા લઈ જવામાં આવ્યા. આ વીડિયો શેર કરનારે કેપ્શનમાં લખ્યું કે, હું હાલમાં એક વિમાનમાં પ્રવાસ કરી રહ્યો છું. જેનું વિમાન નીકળી ચૂક્યું છે.2020ની સારી શરૂઆત. ઉલ્લેખનીય છે કે ફ્લાઈટ એરપોર્ટ પરથી ઉડાન ભરી ચૂકી હતી એની થોડી સેકન્ડ બાદ જ આ ઘટના ઘટી હતી. જો કે, જે યાત્રી વીડિયો ઉતારતો હતો તેણે તરત જ કેપ્ટનને જાણકારી આપી અને વિમાનનું સુરક્ષિત લેન્ડિગ કરવામાં આવ્યું. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત