5 મહિનાની બાળકીને થઈ એવી ગંભીર બિમારી કે આપવું પડશે 16 કરોડનું અમેરિકન ઈન્જેક્શન, મોદીએ કરી જોરદાર મદદ

હાલમાં એક સરસ પોઝિટિવ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે કોઈ નેતા કે સત્તાધીશોની ખરાબ વાત હોય તો લોકો બધે જ ફેલાવવા લાગે છે અને મોટે મોટેથી બરાડા પાડે છે. પણ કોઈ સારી વાત ફેલાવવામાં નથી માનતું. ત્યારે આજે જે વાત કરવી છે એ કંઈક હટકે છે. અહીં દેશના પ્રધાનમંત્રી મોદીની વાત છે અને તેમણે એક ખુબ જ સરસ કામ કર્યું છે. તો આવો જાણીએ કે શું સરસ વાત છે. આ વાત છે પાંચ મહિનાની તીરાની કે જેના જીવિત રહેવાની આશા હવે ખુબ વધી ગઈ છે અને જેમાં પીએમ મોદીનો પણ અઢળક ફાળો છે.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો આ દીકરીને SMA Type 1 બીમારી છે, જેની સારવાર અમેરિકાથી આવતા Zolgensma ઈન્જેક્શનથી જ શક્ય છે એ સિવાય તેનો બીજો કોઈ ઈલાજ નથી. ઈન્જેક્શન ન લાગે તો બાળકી માંડ 13 મહિના જીવી શકે છે. અને આ ઈન્જેક્શન લગભગ 16 કરોડ રૂપિયાનું આવે છે. આ સિવાય તેના 6.5 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકવવાના હોય, પણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ચિઠ્ઠી લખી અને જેના લીધે PM નરેન્દ્ર મોદીએ ટેક્સ માફ કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઈના SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

image source

જ્યારે દાખલ કરી ત્યારથી વાત કરીએ તો તેના એક ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યાર પછી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. સીધી વાત છે કે આ ઈન્જેક્શન એટલું મોઘું છે કે સામાન્ય માણસ માટે એને ખરીદવું શક્ય નથી. ત્યારે તીરાના પરિવાર માટે પણ આ જ મુશ્કેલી ઊભી થઈ હતી. પરિવાર વિશે જો વાત કરીએ તો તેના પિતા મિહિર IT કંપનીમાં જોબ કરે છે. માતા પ્રિયંકા ફ્રીલાન્સ ઈલેસ્ટ્રેટર છે.

image source

ત્યારે હવે તેને ન પરવડે એ વાત આપણે પણ સમજી શકીએ. એટલે હવે તેમણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું અને આની પર ક્રાઉડ ફંડિંગ શરૂ કરી દીધું. અહીં સારો રિસ્પોન્સ મળ્યો અને અત્યારસુધી લગભગ 16 કરોડ રૂપિયા ભેગા થઈ ચૂક્યા છે. હવે આશા છે કે ઝડપથી ઈન્જેક્શન ખરીદી જઈ શકશે.

image source

આ વિશે વાત કરતાં મિહિરે જણાવ્યું હતું કે તીરાનો જન્મ હોસ્પિટલમાં જ થયો હતો. તે ઘરે આવી ત્યારે બધું બરાબર હતું, પણ ઝડપથી સ્થિતિ બદલવા લાગી. માતાનું દૂધ પીતી વખતે તીરાનો શ્વાસ રુંધાવા લાગતો હતો. શરીરમાં પાણીની અછત થવા લાગતી હતી. એક વખત તો અમુક સેકન્ડ માટે તેના શ્વાસ રોકાઈ ગયા હતા. પોલિયો વેક્સિન પીવડાતી વખતે પણ તેના શ્વાસ અટકી જતા હતા. ડોક્ટર્સની સલાહ પર બાળકીને ન્યૂરોલોજિસ્ટને બતાવ્યું ત્યારે તેની બીમારીની ખબર પડી અને પછી આ ઓપરેશન માટે વાત કરવામાં આવી.

image source

જો બિમારી વિશે વાત કરીએ તો સ્પાઈનલ મસ્ક્યૂર અટ્રોફી(SMA) બીમારી થાય તો શરીરમાં પ્રોટીન બનાવનાર જીન નથી હોતા. જેનાથી માંસપેશીઓ અને તંત્રિકાઓ(Nerves) સમાપ્ત થવા લાગે છે. મગજની માંસપેશીઓની એક્ટિવિટી પણ ઓછી થવા લાગે છે. મગજથી તમામ માંસપેશીઓ સંચાલિત થાય છે, એટલા માટે શ્વાસ લેવા અને ભોજન ચાવવા સુધીમાં તકલીફ પડવા લાગે છે.

Day 180. The events of the last few days have strengthened our faith in our government and humanity. We signed our names…

Posted by Teera Fights SMA on Tuesday, 9 February 2021

 

SMA ઘણા પ્રકારના હોય છે, પણ તેમાં Type 1 સૌથી ગંભીર છે અને એ જ બિમારી બાળકીને થઈ એટલે પરિવારમાં વધારે દુખની લાગણી છે. પણ હવે તો આ ઓપરેશન થઈ જશે અને દીકરી સ્વસ્થ થઈ જશે એવી પરિવારને આશા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!