Site icon News Gujarat

તીરથ રાવત હવે બોલવામાં ભાન ભૂલ્યા કે શું, એક દિવસ મહિલાને લઈને તો હવે બાળકો પેદા કરવાને લઈ કહ્યું આવું

તાજેતરમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન બનનાર તીરથ સિંહ પોતાના કામને બદલે તેમની ટિપ્પણીઓના કારણે ચર્ચામાં છે. ફાટેલા જીન્સ, 200 વર્ષ સુધી અમેરિકાના ગુલામ જેવા શબ્દો વાપરતાં તેઓ આ અગાઉ પણ ચર્ચામાં આવ્યાં હતાં.

આ પછી ફરી એકવાર તીરથસિંહ રાવતે અજીબ ટિપ્પણી કરતાં સંભળાયા છે. આ વખતે તિરથ સિંહ રાવતે એક સભામાં કહ્યું છે કે તમે 2 બાળકો પેદા કર્યા છે, તેથી તમને ઓછું રાશન મળી રહ્યું છે. જો તમે 20 બાળકો કર્યા હોત તો તમને વધુ રાશન મળ્યું હોત.

image source

ઉત્તરાખંડના રામનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે કહ્યું કે લોકડાઉન દરમિયાન મોદીજીએ દરેક ઘરને વ્યક્તિ દીઠ 5 કિલો રાશન આપ્યું હતું. જે ઘરમાં 10 લોકો હતા ત્યાં 50 કિલો રાશન અપાયું, 20 લોકો હતાં ત્યાં ક્વિન્ટલ રાશન આપવામાં આવ્યું હતું.

એવા ઘરો જ્યાં ફ્કત 2 લોકો હતાં તેમને 10 કિલો મળ્યું. તેમણે આગળ આ વિશે વાત કરતાં કહ્યું કે હજી પણ લોકોએ એકબીજા સાથે આ બાબતે ઇર્ષ્યા કરી રહ્યાં છે કે અમે 2 છીએ તો અમને માત્ર 10 કિલોગ્રામ શા માટે મળ્યું અને 20ની સંખ્યા ધરાવતાં ઘટીને કેમ ક્વિન્ટલ મળ્યું?

image source

તેણે આગળ કહ્યું કે ભાઈ આમાં કોનો દોષ છે. તેણે 20ને જન્મ આપ્યો, તમે 2 ને જન્મ આપ્યો, પછી તેને ક્વિન્ટલ મળવાનું શરૂ થયું, તેનાથી તમને કેમ ઇર્ષા થઈ રહી છે. જ્યારે તે સમય હતો ત્યારે તમે ફક્ત બે જ બાળકો કર્યા, નહીં 20 ન કર્યા. તો પછી હવે ઈર્ષ્યા શા માટે ભાઈ. આ સિવાય વાત કરીએ તો થોડાં સમય પહેલાં તિરથ રાવતે મહિલાઓને લઈને જે ટિપ્પણી કરી હતી તેના કારણે ચર્ચાનો વિષય બન્યા હતાં. તિરથ સિંહે મહિલાને જીન્સ પહેરવાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.

મળતી માહિતી મુજબ તિરથ સિંહ રાવતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહિલાઓને ફાટેલ જીન્સમાં જોઇને તે આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. તેમને લાગ્યું કે આમાંથી સમાજને શું જશે. આગળ વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે આજકાલ બાળકો ઘૂંટણ પર ફાટેલી હોય તેવું ખરીદવા બજારમાં જાય છે અને જો ફાટેલ ન હોય તો તેમને કાતરથી કાપી નાંખતા હોય છે.

તીરથ રાવતે કાર્યક્રમમાં લોકોને પોતે જોયેલી એક વાત કરતાં કહ્યું કે એકવાર તે વિમાનમાં બેઠાં ત્યારે એક મહિલા બાજુની સીટ પર બેઠેલ હતી. તે મહિલા ગમ બૂટ પહેરીને બેઠી હતી અને તેના જીન્સ ઘૂંટણ પર ફાટી ગયેલાં હતાં. તેના હાથમાં કડા પહેરેલાં હતા અને તે તેની સાથે બે બાળકો પણ હતા. રાવત સાથે થયેલી તેની વાતચીત પરથી જાણવાં મળ્યું હતું કે મહિલા એક એનજીઓ ચલાવે છે. તીરથ રાવતનું કહેવું હતું કે તે મહિલા એક તરફ સમાજના મધ્યમાં જાય છે અને તેના બે બાળકો છે પરંતુ જો ઘૂંટણથી ફાટી ગયેલાં કપડાં પહેરે તો આવી સ્થિતિમાં તે અન્યને શું સંસ્કાર આપી શકશે.

આ ઉપરાંત મુખ્ય પ્રધાન તીરથ રાવતે કોરોના સાથેના વ્યવહાર માટે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતાં 200 વર્ષથી દેશને અમેરિકાનો ગુલામ ગણાવ્યો હતો. જેને લઇને હવે તીરથ રાવત ચર્ચામાં ઘેરાયા છે. તીરથસિંહ રાવતે કહ્યું કે અમે 200 વર્ષથી અમેરિકાના ગુલામ હતા. તેનું આખી દુનિયાં પર રાજ હતું. સૂર્ય ક્યારેય આથમતો જ ન હતો.

પરંતુ આજના સમયમાં અમેરિકા હચમચી ગયું છે. એક મિલિયન કરતાં વધુ લોકો ત્યાં મૃત્યુ પામ્યા છે. આ સ્થિતીમાં તેની હાલત ખરાબ થઈ ગઈ છે. આગળ વડાપ્રધાનની પ્રસંશા કરતા તેઓ કહે છે કે પણ મોદીજીએ આપણે બચાવી લીધા. જો આજે તેની જગ્યાએ અન્ય કોઈ નેતૃત્વ હોત તો ભારતનું શું થયું હોત ખબર નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version