આણંદ: માતેલા સાંઢની જેમ આવતા ટેમ્પોએ બાઈકને દૂર સુધી ઢસડી જતા ત્રણ યુવકોના નિકળી ગયા પ્રાણ, પરિવારજનોંમાં આક્રદ

બુધવારની સવાર આણંદના ખંભોળજ ગામ માટે શોકના સમાચાર લઈને આવી. જ્યાં એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો. એક સાથે ત્રણ યુવકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ હયો હતો. મળતી માહિતી પ્રમાણે આણંદના ખંભોળજ પાસે આવેલા કણભઈપુરા ગામે સવારે અરેરાટીભર્યો બનાવ બન્યો.

આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આઈશર ટેમ્પો બાઇક ચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ જઈ અટક્યો, જ્યાં બાઈક સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. જો કે આ ઘટના બાદ આઈશર ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસે અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. ઘટનાને પગલે લોકોમાં બારે રોષ જોવા મળી રહ્યો છે અને ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે.

image source

બાઈકસવાર ત્રણ યુવક

  • મનુભાઈ રણછોડભાઈ ઠાકોર રહે, પાડવણિયા
  • રાજેશભાઈ રમણભાઈ ઠાકોર,ખાનકુઆ
  • ભરતભાઈ પૂજાભાઈ ઠકોર, કણભઈપુરા

આ ઘટના સવારે 6.30ની આસપાસ બની

મળતી માહિતી પ્રમાણે એક આઈશર ટેમ્પોએ સાવલી નોકરીએ જતા બાઈકસવાર ત્રણ યુવકને ખતરનાક ટક્કર મારતાં ત્રણેયનાં કમકમાટીભર્યાં મોત થયાં. આ ઘટના સવારે 6.30ની આસપાસ બની હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી ગઈ હતી. સાવલી સમલાયા ખાનગી કંપનીમાં નોકરી કરવા સવારે છ વાગે કણભઈપુરા ગામથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓડ બાજુ જતા આઈશર ટેમ્પોએ ખતરનાક રીતે અડફેટે લીધા હતા. આઈશરના આગળના ભાગથી મારેલી ટક્કરમાં ઢસડાઈ બાઈકસવાર યુવકો ટેમ્પોના પાછળના ભાગે નીકળ્યા હતા. આઈશર ટેમ્પો માર્ગ ઉપરના કેળાના ખેતરમાં ઢસડાઈ ઊભો રહી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં ત્રણેય યુવકના પ્રાણ નીકળી ગયા હતા.

image source

લીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

જો કે આ ઘટનાને પગલે ડરી ગયેલા ટેમ્પો ડ્રાઈવર ટેમ્પો સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો છે. 108 ઘટનાસ્થળે પહોંચી EMT તેજસ પટેલ અને પાઈલોટ સુરેશભાઈ રાવલ મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ ખંભોળજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ત્રણ આશાસ્પદ યુવાનોના અચનક મોતથી પરિવારજનોની સાથે સાથે સમગ્ર ગામના લોકો પણ શોકમાં ડૂબી ગયા છે.

image source

લોકોએ માનવા તૈયાર નથી કે હજુ બે કલાક પહેલા જેમની સાથે હસી મજાક કરતા હતા તે યુવાનો હવે આ દુનિયામાં નથી રહ્યા. તો બીજી તરફ આજે સાબરકાંઠામાં શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે. અજાણ્યા વાહને બાઇકચાલક દંપતીને અડફેટે લીધા હતા અને બાઈકચાલક પુરુષ અને મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ. અજાણ્યો વાહનચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : divyabhaskar)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત