ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આ ભારતીય ક્રિકેટર્સની વાહ-વાહ, અચુક જજો આ જગ્યા પર ફરવા, જાણી લો કેમ

ભારતના મહાન ક્રિકેટરો જેવા કે સચિન તેંડુલકર, કપિલ દેવ સહિત હાલના યુવા અને ધુરંધર ખેલાડીઓની લોકચાહના ભારતમાં જ નહીં વિશ્વભરમાં ખુબ વધારે છે.

image source

દુનિયાભરના લોકો તેમને ચાહે છે અને તેમના નામથી પરિચીત છે. તેવામાં એક દેશ છે જ્યાં ભારત સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા ખેલાડીઓના નામે રસ્તાના નામ રાખવામાં આવ્યા છે. આમ કરવાનું કારણ છે કે સંકુલનું નિર્માણ કરનાર લોકો ઘર ખરીદવા માટે ગ્રાહકોને આકર્ષી શકે તેવું છે.

ઓસ્ટ્રેલિયાના મેલબર્નના રોકબૈક ઉપનગરમાં એક નવા આવાસીય પરિસરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાં સ્થાનિક ગલીઓના નામ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, કપિલ દેવ અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ક્રિકેટરોના નામ પર હશે. આ આવાસીય પરિસરનું નિર્માણ એકોલેડ એસ્ટેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે તેંડુલકર ડ્રાઈવ, કોહલી ક્રીસેંટ અને દેવ ટેરેસના નામથી ખરીદદારોને આકર્ષી રહ્યા છે.

image source

આ આવાસોમાં ગલીઓના નામ અન્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોના નામ પરથી પણ રાખવામાં આવ્યા છે. તેમાં વો સ્ટ્રીટ, મિયાદાદ સ્ટ્રીટ, એંબ્રોસ સ્ટ્રીટ, સોબર્સ ડ્રાઈવ, કૈલિસ વે, હૈડલી સ્ટ્રીટ અને અકરમ વેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મેલટન કાઉંસિલ અંતર્ગત આવતું આ રોકબેક ઉપનગર ભારતીય સમુદાયના ફરવા માટેના પ્રિય સ્થળમાંથી એક છે. અહીં ભારતીયો ઘર ખરીદવાનું પણ પસંદ કરે છે.

image source

આ આવાસીય પરિસરના નિર્માણ સાથે જોડાયેલા રેસી વેંચરના નિદેશક ખુર્રમ સઈદનું કહેવું છે કે તેણે કાઉન્સિલ પાસે 60 નામ મોકલ્યા હતા જેમાં ડોન બ્રેડમેનના નામ પર એક રોડનું નામ રાખવાનો પ્રસ્તાવ પણ છે. પરંતુ તેને મંજૂરી મળી નહીં કારણ કે મેલબર્નમાં તેના નામ પર પહેલાથી જ એક રસ્તો છે. તેથી આ આવાસમાં તેના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

image source

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમણે કુમાર સંગકારા, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય નામ પર પણ રસ્તાના નામ રાખવા પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તેને પણ મંજૂરી મળી નહીં. કારણ કે કાઉંસિલે કોઈને કોઈ કારણ દર્શાવી તેને નામંજૂર કર્યા. પરંતુ તેમને સચિન તેંડુલકર અને કોહલીના નામ પર મંજૂરી મળી ગઈ છે. કોહલી તેમનો પણ પ્રિય બેટ્સમેન છે અને તેમણે અહીંના સૌથી મોંઘા વિસ્તારનો રસ્તો તેના નામ પરથી રાખ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત