ટૈરો રાશિફળ : પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો, ધન લાભ મળવાનો દિવસ છે મંગળવાર
ટૈરો રાશિફળ : પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો, ધન લાભ મળવાનો દિવસ છે મંગળવાર
મેષ – King of Cups
આજે તમારા માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ બની શકે છે. મનમાં ઘણા વિચારો ચાલે છે પરંતુ તેનો અમલ કરવામાં તમે સક્ષમ નથી, જેના કારણે મૂંઝવણ વધી શકે છે. બીજા પર વિશ્વાસ કરવાનું શીખો. પૂર્ણતા તરફ એટલું ધ્યાન ન આપશો કે તે તમારા સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને સંબંધો પર નકારાત્મક અસર થાય. સકારાત્મક વલણ રાખવાનો પ્રયત્ન કરો.
વૃષભ – The Hanged Man
આજે જો તમારા મનમાં કોઈના માટે કડવાશ છે, તો તેને માફ કરો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે. વ્યર્થ ચિંતા કરશો નહીં ટૂંક સમયમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે. પરિસ્થિતિ પ્રત્યે અલગતાની ભાવના રાખો તેનાથી તમને લાભ થશે. નકારાત્મક વિચારતા લોકોથી દૂર રહો. કોઈ પણ સંજોગોમાં નિર્ણય લેતા પહેલા થોડી રાહ જોવી વધુ સારી રહેશે.
મિથુન – Three of Coins
તમારી યોજનાઓ પર બમણી શક્તિ મૂકીને કાર્ય કરવાનો આજનો દિવસ છે. જો તમે થોડી પણ ઢીલ રાખતો તો તક હાથમાંથી નીકળી શકે છે. આજે મનમાં અને મગજમાં નવી ઉર્જા રહેશે. જો તેને યોગ્ય દિશામાં વાળશો તો તમને સફળતા મળશે. તમે તમારા જીવનમાં જે ઇચ્છો છો તેના માટે ભગવાનનો આભાર માનો અને ચમત્કારો જુઓ. આજે તમને ઘણી તક મળી શકે છે જેનાથી જીવનમાં પ્રગતિ થશે.
કર્ક – Ten of Pentacles
આજે તમને કોઈ બાબતમાં ચિંતા વધી શકે છે. પરંતુ વધુ સ્ટ્રેસ ન લો, સમસ્યા છે તો તેનું સોલ્યુશન જલ્દી મળી જશે. તમારું ધ્યાન આજે કામમાં ખૂબ સારું હશે, તેનો ઉપયોગ તમારા કાર્ય પૂર્ણ કરવા માટે કરો. તમારા વ્યવસાયને લઈને મનમાંથી કોઈપણ ભય હોય તો તેને દૂર કરો. તમે ઇચ્છો તેમ તમારા જીવનમાં જલ્દી પરિવર્તન આવશે.
સિંહ – The Chariot
કોઈ નવી વ્યક્તિને મળવાનું થઈ શકે જે તમને વ્યક્તિગત અને વ્યવસાયિક રૂપે મદદ કરશે. જો કેટલાક જૂના સંબંધો તુટી રહ્યા છે તો નિરાશ ન થશો તેમાં પણ તમારું સારું જ થવાનું છે. જો તમે કંઈક પકડવાનો પ્રયત્ન કરો છો તો તમને પીડા થશે. સંજોગો પ્રમાણે પોતાની જાતને અનુકૂળ કરવાનો પ્રયત્ન કરો. પરિવર્તન એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે અને તે તમારા માટે ફાયદાકારક પણ છે.
કન્યા – The Lovers
આજે તમારા માટે તમારી રચનાત્મકતાનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો દિવસ છે. જો તમે આ ઉર્જાને યોગ્ય દિશા આપશો તો ફાયદો થશે. આ સાથે આજે તમે પ્રયત્નો પણ કરો અને સફળતાની તક પણ આપો તે જરૂરી છે. ધીરજ રાખો. ધન લાભના યોગ છે. બસ તમારી વર્તણૂકમાં સંયમ રાખો.
તુલા -Wheel of Fortune
આજનો દિવસ પડકારો અને મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે. કોઈ બાબતની ચિંતા કરવાને બદલે તેને હલ કરવાનો પ્રયાસ કરો. બધુ જાણીને ચૂપ રહેવું નહીં આમ કરશો તો તે તમને અને તમારા પ્રિયજનોને નુકસાન પહોંચાડી શકે છે. અંગત જીવન સાથે સંબંધિત કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લેવાની ખાતરી કરો. આજે તમારો મૂડ સ્વિંગ કંટ્રોલમાં રાખો.
વૃશ્ચિક – Seven of Swords
આજનો દિવસ તમારા માટે વિચિત્ર હોઈ શકે છે. પરિચિતો અને મિત્રોને મળવાની તક મળશે, પરંતુ મનમાં ખાલીપણાની ભાવના આવી શકે છે. ધ્યાનમાં થોડો સમય પસાર કરો, તે તમારા મનને શાંત કરશે અને આધ્યાત્મિક પ્રગતિ માટે પણ તે લાભકારી સાબિત થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે નહીં તો ભવિષ્યમાં મુશ્કેલીઓ આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં થોડો વધારે પ્રયત્ન કરવો પડે છે.
ધન – Ace of Cups
આજે તમારી પાસે જીવનમાં દરેક વસ્તુ હોઈ શકે છે. યોગ્ય સમયે તમને જરૂરી સંસાધનો પણ મળે છે. એક માત્ર ઊણપ એ વિચારમાં છે કે તમારે જીવનમાં જે જોઈએ છે તેના માટે તમારે ખૂબ જ સખત મહેનત કરવી પડશે. આ વિચારને વળગીને જો તમે સખત મહેનત કરો છો તો જલ્દી સફળતા પ્રાપ્ત થશે. તમારા વિચારો અભાવને બદલે સમૃદ્ધિ પર કેન્દ્રિત કરો.
મકર – Justice
આજના સંજોગો તમારા વિચારોથી વિરોધી હોઈ શકે છે. અસંતોષ અને મુશ્કેલી યથાવત્ રહી શકે છે. પરિસ્થિતિ બદલાતી રહે છે, તેની સાથે પોતાને બદલવાનો પ્રયાસ કરો નહીંતર તમારા સ્વભાવને લીધે તમે તમારું જ નુકસાન કરી બેસશો. સંબંધોમાં પણ અન્યના વલણ જોવાની કોશિશ કરો, તો જ કોઈ પ્રશ્ન ઉકેલાશે. આજે પ્રિયજન સાથે લડાઈ થઈ શકે છે.
કુંભ – The Fool
તમારા જીવનના લક્ષ્ય વિશે આજે તમારા મનમાં થોડી મૂંઝવણ થઈ શકે છે. તમારામાં ઘણી ક્ષમતા હોવા છતાં તમે તમારી કુશળતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. જેના કારણે મનમાં અસંતોષની ભાવના છે. જો તમારી પાસે કેટલાક સપના છે તો પછી આજે તેને પૂરા કરવા કોઈ પગલા ભરો. તે ભલે ગમે તેટલું નાનું હોય. આ તમારી ઊર્જાને યોગ્ય દિશા આપશે.
મીન – Knight of Coins
આજે તમારા માટે મિશ્ર ફળદાયી દિવસ રહેશે. દિવસની શરૂઆત આજે નુકસાન સાથે થઈ શકે છે, પરંતુ તે પછી લાભની સ્થિતિ રહેશે. આજે તમને પૈસાથી સંબંધિત કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. કોઈપણ પ્રકારનું નુકસાન થઈ શકે છે, કાળજી રાખવી. આજે કોઈને ઉધાર ન આપો અને જો કોઈ પાસેથી ઉધાર લ્યો છો તો વહેલામાં વહેલું ઉધાર ચુકવવાનો પ્રયત્ન કરો. આજે કોઈ પ્રકારનું દાન કરો.
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત