જાણો એવા 5 કારણો વિશે, જેના કારણે લોકો મરજી વિરુદ્ધ લગ્ન કરવા થઇ જાય છે તૈયાર
આખરે લોકો મરજી વિરુદ્ધ કેવી રીતે કરી લે છે લગ્ન? ચાલો જાણીએ એના 5 કારણો

21મી સદીમાં પહોંચેલો માનવી કેટલો આગળ વધી ગયો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જ જાય છે. દુનિયા ચંદ્ર અને મંગળ પર પહોંચી ગઈ છે પણ તો ય આજે પણ લોકો લગ્ન જેવો મહત્વનો નિર્ણય ફક્ત પોતાની મરજીથી નથી કરતા. લગ્નના નિર્ણયમાં પણ લોકો પહેલા દુનિયાનું સાંભળે છે.
લગ્ન આખી જિંદગીનો સાથ હોય છે અને જ્યારે તમે કોઈ એવા વ્યક્તિને મળો છો જેને જોઈને તમને એવું લાગે કે આ જ એ વ્યક્તિ છે જેની સાથે તમે આખી જિંદગી જીવી શકશો, તો જ લગ્ન કરવા જોઈએ.પણ ઘણીવાર છોકરા-છોકરીઓ ફક્ત એટલે જ લગ્ન કરી લે છે કારણ કે એમના માતા પિતા એમને લગ્ન કરવા માટે કહે છે કે પછી સમાજ એમને લગ્ન કરવા માટે દબાણ કરે છે.

આવી રીતે લગ્ન કર્યા પછી બની શકે કે તમે આખી જિંદગી એક એવા વ્યક્તિ સાથે વિતાવવા માટે મજબૂર થઈ જાઓ જેને ના તમે પસંદ કરો છો અને ના તમે એમને પ્રેમ કરો છો.તો ચાલો જાણીએ કે એવા ક્યાં કારણો છે જેના દબાણમાં આવીને લોકો લગ્ન જેવો મહત્વનો નિર્ણય લઈ લે છે.પ્રેમમાં દગો મળ્યા પછી મોટાભાગે છોકરા છોકરીઓ ફક્ત એટલે જ લગ્ન કરી લે છે કેમ કે એ લોકો એકવાર પ્રેમમાં દગો ખાઈ ચુક્યા હોય છે.ફરીવાર એવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એટલા માટે એ કોઈ પણ વ્યક્તિ પછી ભલે એ એમના માટે સારો હોય કે ન્ હોય પણ લગ્ન કરી લે છે.
આર્થિક રીતે મજબૂત બનવા.

તમને વિશ્વાસ નહિ થાય પણ મોટા શહેરોમાં રહેનારી છોકરીઓ ફક્ત એટલે જ લગ્ન કરી લે છે કેમ કે એમને એવું લાગે છે કે એવો વ્યક્તિ જે આર્થિક રીતે સધ્ધર હોય એની સાથે લગ્ન કરી લેવાથી એમનું ભવિષ્ય સુધરી જશે.પછી ભલે ને એ સામેવાળા પાત્રને પ્રેમ કરતી હોય કે ન કરતી હોય.
ભાઈ બહેનમાં સૌથી મોટા હોવાને કારણે

ભારતીય સમાજમાં લગ્નના કારણે સૌથી વધારે નુકશાન ઘરના સૌથી મોટા બાળકને થાય છે.કારણકે મોટાભાગના લોકોનું એવું માનવું છે કે જો મોટી દીકરીના લગ્ન પહેલા નહિ થાય તો સમાજ શુ કહેશે. અને એ જ લ્હાયમાં લોકો એ જાણ્યા વગર જ કે દીકરીની લગ્ન કરવાની ઈચ્છા છે કે નહીં એમના લગ્ન કરાવી દે છે
લગ્ન એક રિવાજ છે.

અમુક લોકો માટે લગ્નનો અર્થ ફક્ત એક રિવાજ જ હોય છે.એમના માટે લગ્ન કરવું એ બસ જવાબદારીનો એક ભાગ હોય છે. પણ એવા પણ ઘણા લોકો હોય છે જે લગ્ન વગર પણ ખુશ હોય છે.તો હવે પછી લગ્નનો વિચાર તમારા મનમાં આવે તો એનું કારણ લગ્ન બસ એક રિવાજ છે એ ન હોય એનું ધ્યાન રાખજો
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત