દેશમાં અઢળક ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં લેબની સુવિધા નથી તેવી જગ્યાએ લોકોના ટેસ્ટ તુરંત થાય અને સારવાર શરુ થાય તે માટે સરકારે કરી પહેલ

કોરોનાનો કહેર જેટલો દેશના વિવિધ રાજ્યોના મહાનગરમાં છે તેટલો જ વ્યાપ તેનો નાના-નાના ગામ સુધી પહોંચી ચુક્યો છે. તેવામાં અંતરિયાળ ગામો કે જ્યાં કોરોના ટેસ્ટ માટેની લેબની વ્યવસ્થા નથી ત્યાંના લોકોના પણ કોરોના ટેસ્ટ થાય તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક ટેસ્ટિંગ વાનને લીલીઝંડી આપી છે.

image source

આ ટેસ્ટિંગ વાનનું નામ આઈ લેબ છે. આ લેબ દેશના અંતરિયાળ વિસ્તારો અને ગામોમાં જશે અને લોકોના કોરોના ટેસ્ટ કરશે. આઈ-લેબમાં 25 આરટી-પીસીઆર ટેસ્ટ અને 300 એલાઈઝા ટેસ્ટ કરવાની સગવડતા છે. આ ઉપરાંત તેમાં ટીબી અને એચઆઈવીના દર્દીના ટેસ્ટની પણ સુવિધા છે. આ ટેસ્ટિંગ વાનમાં ટેસ્ટ સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે જ કરવામાં આવશે.

image source

આઈ-લેબનું ફંડ વિજ્ઞાન તેમજ પ્રોદ્યોગિકી મંત્રાલયએ કોવિડ-19 પ્રોગ્રામ હેઠળ ફાળવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર કોરોનાથી રિકવર થનાર લોકોની ટકાવારી વધી છે. હવે રિકવરી રેડ 52.95 થયો છે. દેશમાં કોરોનાના 2 લાખ જેટલા દર્દીની સફળ સારવાર કરવામાં આવી છે. આઈ-લેબની શરુઆત તેવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા 3,66,000થી વધી ચુકી છે.

image source

વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલયના ડીબીટીએ આંધ્ર પ્રદેશ મેડ ટેક ઝોન સાથે સ્વાસ્થ્ય દેખરેખ પ્રોદ્યોગિકીની દેશમાં ખામી દૂર થાય તે માટે ડીબીટી-એએમટીજેડ કમાંડ સમૂહની શરુઆત કરી છે. આ પહેલનું જ પરીણામ છે મોબાઈલ ટેસ્ટીંગ વેન.

image source

આ અંગે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, આઠ દિવસમાં આઈ-લેબ તૈયાર કરવામાં આવી છે. દેશમાં હવે 100 લેબ સાથે 20થી વધુ હબ છે તેમાં 2,50,000થી વધુ સેમ્પલનું ટેસ્ટીંગ થાય છે. તેમણે કહ્યું હતું કે આ વેન દેશના ખૂણેખૂણે જઈ ટેસ્ટ કરશે.

ડીબીટી સચિવ રેણુ સ્વરુપે જણાવ્યું હતું કે ભારતીય વૈજ્ઞાનિકોના પ્રયાસથી દેશમાં હવે રોજ 5 લાખથી વધુ ટેસ્ટ કીટ બની રહી છે. ટેસ્ટ કીટ બનાવવાની ક્ષમતા વધારવામાં આવી છે. 31 મે સુધી આ ક્ષમતા 1 લાખ ટેસ્ટ કીટની હતી જે હવે વધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત