આનંદો: ગુજરાતમાં ઠંડી પડવાની થઇ ગઇ શરૂઆત, કાઢી રાખજો ગરમ કપડા, જાણો લેટેસ્ટમાં શું છે સ્થિતિ

ચોમાસું આ વર્ષે રાજ્યમાં મનભરીને વરસ્યું છે તેવામાં હવે ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે આગામી દિવસોમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમા ઠંડી વધવાની આગાહી કરી છે.

image source

રાજ્યમાં ભારે ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ઋતુચક્રમાં થયેલા ફેરફારના કારણે ઠંડીનું આગમન ટુંક સમયમાં થવાનું છે. જો કે આ વર્ષે ઠંડી પણ મોડી શરુ થશે.

image source

ગુજરાતભરમાં ધીમી પણ જોરદાર ઠંડી જમાવટ કરશે. જો કે છેલ્લા એક સપ્તાહથી લોકો વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

image source

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે શરુઆતમાં ખાસ કરીને નલિયા અને સૌરાષ્ટ્ર સહિતના શહેરોમાં ઠંડીનો અનુભવ વધારે થશે. હવામાન વિભાગે રાજ્યમાં શીત લહેર વધવાની આગાહી પણ કરી છે. આ વર્ષે ગુજરાતીઓ ઠંડીના કારણે થથરી ઉઠશે.

image source

આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલી તથા કચ્છમાં ઠંડીનો ચમકારો જણાશે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળશે.

image source

ઉત્તર ભાગમાં થયેલી હિમવર્ષાના કારણે ચાલુ સપ્તાહે સૌરાષ્ટ્રના હાઈવે પર ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને પગલે વહેલી સવારે અને સવારના 8-9 વાગ્યા સુધી લોકોએ હેડલાઈટનો ઉપયોગ કરવો પડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત