Site icon News Gujarat

વેક્સિનેશન વધારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કિમીયો અપનાવ્યો, પરંતુ થયું એવુ કે જાણીને આશ્ચર્ય થાય

અમદાવાદમાં રસીકરણનો લક્ષ્યાંક 100ને પાર પહોંચાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથાગ પ્રયત્નો કરી રહ્યું છે.. અને તે જ પ્રયત્નોના ભાગરૂપે આશરે દસેક દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશને એક પ્રોત્સાહક સ્કિમ બહાર પાડી.. કોર્પોરેશનની આ સ્કિમ કારગત સાબિત થઇ, અને વેક્સિન સેન્ટર બહાર લાંબી કતારો પણ જોવા મળી.. પરંતુ ત્યાર બાદ જે થયું તે પણ ચોંકાવનારૂ હતુ..

image source

રાયુપર- ખાડિયા નજીક આવેલા એક વિસ્તારમાં સ્થાનિકોને કોરોનાની વેક્સિન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કોઈ રસી લઈ રહ્યું ન હતું. આખરે 10 દિવસ પહેલા મ્યુનિ.એ લોકોને પ્રોત્સાહન આપવા માટે રસીની સાથે એક લિટર તેલ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આ વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટરો ઉપર એકાએક લોકોની ભીડ જોવા મળી હતી.

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, અહીં વેક્સિન લેવા આવેલા લોકોને તેલ આપવામાં આવ્યું હતું, તે તેલના પાઉચ કેટલાક લોકો દારૂના અડ્ડા ઉપર વટાવી દારૂ ખરીદ્યો હોવાના સંખ્યાબંધ દાખલા સામે આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેક્સિન લેવાની બાકી હોય એવા લોકોને આકર્ષવા એક લિટર તેલ આપવાની સ્કીમ શરૂ કરી હતી. 9મી ઓક્ટોબરથી શહેરમાં શરૂ થયેલી આ સ્કીમને સોમવારે પૂરા 10 દિવસ થયા હતા. આ સમયગાળા દરમિયાન કુલ 61 હજારથી વધુ લિટર ખાદ્ય તેલનું વિતરણ થયું હતું. જેમાં 24 હજાર લોકો એવા હતા જેમણે માત્ર તેલ મેળવવા વેક્સિન લીધી હતી જ્યારે બાકીના 37 હજાર લોકોએ વેક્સિનનો બીજો ડોઝ સાથે તેલ આપવામાં આવ્યું હતું.

image source

રાયપુર-ખાડિયા પાસેના એક વિસ્તારની ઘટના સામે આવી, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની તપાસમાં બહાર ચોંકાવનારી વિગતો બહાર આવી. 10 દિવસમાં 61 હજાર લિટર તેલનું વિતરણ, 24 હજારે પ્રથમ ડોઝ લીધો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સોમવારે સાંજે 4.30 વાગ્યા સુધી શહેરમાં છેલ્લા 10 દિવસમાં 61 હજારથી વધુ લોકોને વેક્સિન લીધા બાદ એક લિટર ખાદ્ય તેલ આપવામાં આવ્યું હતું. એક એનજીઓના સહયોગથી મ્યુનિ.એ તેલ વિતરણ સ્કીમ શરૂ કરી હતી જેને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 15 હજારથી વધુ લોકોએ વેક્સિન લેતા તેલ આપવામાં આવ્યુ હતું.

દક્ષિણ ઝોનમાં વધુ લોકોએ લાભ લીધો

ઝોન                                                  લાભાર્થી

મધ્ય ઝોન                                            7,656

દક્ષિણ ઝોન                                      15,044

પૂર્વ ઝોન                                            11,746

ઉત્તર ઝોન                                         8,452

પશ્વિમ ઝોન                                      6,909

ઉત્તર-પશ્વિમ ઝોન                             5,288

દક્ષિણ-પશ્વિમ ઝોન                          5,926

કુલ આંકડો                                        61,021

સોમવારે 25 હજારથી વધુ લોકોએ રસી લીધી

image source

સોમવારે રસી કેન્દ્રો ઉપર 25,555 લોકોએ રસી લીધી હતી, જેમાં 7,525 લોકોએ પ્રથમ જ્યારે 18,030 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. વેક્સિનેશન ઘર સેવાની હેલ્પલાઈન પર 2,076 લોકોએ સોમવારે કોલ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે પૈકીના 1,679 લોકોને મ્યુનિ. આરોગ્ય વિભાગે ઘરે જઈ રસી આપી હતી.

છેલ્લા 10 દિવસમાં 500 લોકોએ પ્રથમ ડોઝ લીધો

રાયુપર નજીક આવેલા આ વિસ્તારમાં જ્યારથી વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારથી વેક્સિન લેવા બાબતે લોકોમાં નિરસતા જોવા મળી હતી, પરંતુ વેક્સિન સાથે તેલની સ્કીમ લાગુ કર્યા બાદ છેલ્લા 10 દિવસમાં 500થી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

શહેરમાં કોરોનાનો 1 કેસ, 391ને ઓન ધ સ્પોટ રસી

image source

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો માત્ર એક કેસ સામે આ‌વ્યો છે. સામે 4 જેટલા દર્દીઓ સાજા થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આ‌વ્યા છે. શહેરમાં આજે પણ એક પણ દર્દીનું કોરોનામાં અવસાન થયું નથી. બીજી તરફ વેક્સિનેશન મહાભિયાન અંતર્ગત એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે શરૂ થયેલ વેક્સિન સેન્ટર ઉપર સોમવારે 391 મુસાફરોને ઓન ધ સ્પોટ રસી મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે તહેવારો નજીક આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા રસીકરણની કામગીરીને વધુ ઝડપ સાથે તમામ લોકોને રસી મળી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Exit mobile version