એપ્રિલમાં 15 દિવસ બેન્ક રહેશે બંધ, અહીં લિસ્ટ ચેક કરી ફટાફટ કામ પતાવી લો

માર્ચ પુરો થવામાં હવે માત્ર 9 દિવસ બાકી છે. ત્યારપછી એપ્રિલ આવશે અને નવું નાણાકીય વર્ષ શરૂ થશે.આ સાથે તમને જણાવી દઈએ કે એપ્રિલમાં બેંકોમાં ઘણી રજાઓ રહેશે. ગુડી પડવા, આંબેડકર જયંતિ અને બૈસાખી જેવા તહેવારોને કારણે એપ્રિલમાં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એપ્રિલ 2022 માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. આરબીઆઈની આ યાદી અનુસાર આગામી એપ્રિલ મહિનામાં સાપ્તાહિક રજાઓ સહિત કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે.

RBIએ યાદી જાહેર કરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, સમગ્ર દેશમાં બેંકિંગ રજાઓ એક સાથે થતી નથી. ઘણી રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં ખાસ પ્રસંગોની સૂચના પર પણ આધાર રાખે છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ નથી, ચાલો જાણીએ કે એપ્રિલમાં કેટલી રજાઓ છે અને તે ક્યાં લાગુ થશે.

image source

રજાઓની સૂચિ તપાસો

1 એપ્રિલ – બેંક ખાતાઓનું વાર્ષિક બંધ – લગભગ તમામ રાજ્યોમાં બેંકો બંધ
2 એપ્રિલ – ગુડી પડવા/ઉગાદી તહેવાર/નવરાત્રીનો પ્રથમ દિવસ/તેલુગુ નવા વર્ષ/સાજીબુ નોંગમ્પામ્બા (ચૈરોબા) – બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેંકો બંધ
3 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા)
4 એપ્રિલ – સરીહુલ-રાંચીમાં બેંક બંધ
5 એપ્રિલ – બાબુ જગજીવન રામનો જન્મદિવસ – હૈદરાબાદમાં બેંકો બંધ
9 એપ્રિલ – શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
10 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા)
14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ/ મહાવીર જયંતિ/ બૈસાખી/ તમિલ નવું વર્ષ/ ચૈરોબા, બીજુ ઉત્સવ/ બોહર બિહુ – શિલોંગ અને શિમલા સિવાયના સ્થળોએ બેંકો બંધ
15 એપ્રિલ – ગુડ ફ્રાઈડે/બંગાળી નવું વર્ષ/હિમાચલ દિવસ/વિશુ/બોહાગ બિહુ – જયપુર, જમ્મુ અને શ્રીનગર સિવાયના સ્થળોએ બેંકો બંધ
16 એપ્રિલ – બોહાગ બિહુ – બેંક ગુવાહાટીમાં બંધ
17 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા) 21 એપ્રિલ – ગડિયા પૂજા – અગરતલામાં બેંકો બંધ
23 એપ્રિલ – શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
24 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા)
29 એપ્રિલ – શબ-એ-કદર/જુમત-ઉલ-વિદા – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ