આ ક્રિકેટરને જેલમાં જ પોતાની વકીલ સાથે થઇ ગયો હતો પ્રેમ, જાણો એક રસપ્રદ પ્રેમકથા

કહેવાય છે કે પ્રેમ કોઈ સમય જોયને નથી થતો. બસ થઇ જાય છે. કંઈક એવું જ જોવા મળ્યું હતું, પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહોમ્મદ આમિરના મામલમાં, જયારે તેઓ એક એક છોકરીના પ્રેમમાં પડી ગયા અને ત્યાર પછી લગ્ન કરી લીધા.

વર્ષ 2010માં મોહમ્મદ આમીરનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતું. જેના કારણે તેને જેલ પણ જવું પડ્યું હતું. આ દરમિયાન મૂળ પાકિસ્તાનની નરગીસ ખાન નામની બ્રિટિશ નાગરિક તેનો કેસ લડી રહી હતી. આ કેસ દરમિયાન જ આમિર અને નરગીસ વચ્ચે નિકટતા વધવા લાગી. આ પછી વર્ષ 2016માં બંનેએ લગ્ન કરી લીધા.

image source

તમને જણાવી દઈએ કે મોહમ્મદ આમિરે લોર્ડ્સ ટેસ્ટ 2010માં બુકી મઝહર મજીદ સાથે મળીને સ્પોટ ફિક્સિંગ કર્યું હતું. જોકે, આ સમગ્ર વાતચીતનું સ્ટિંગ ઓપરેશન ‘ન્યૂઝ ઓફ વર્લ્ડ’ના રિપોર્ટરે કર્યું હતું. જેના કારણે આમિર પણ આ કેસમાં દોષિત ઠર્યો હતો અને તેને લગભગ 6 મહિના જેલમાં રહેવું પડ્યું હતું.

image source

વર્ષ 2016માં તેણે ફરી કમબેક કર્યું. જોકે, પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલા વિવાદોને કારણે તેણે વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. કેટલાક અહેવાલો અનુસાર, આમિર હવે બ્રિટિશ નાગરિક બનીને IPL રમવાની તૈયારી કરી રહ્યો છે. કારણ કે તેની પત્ની બ્રિટિશ નાગરિક છે, તેની પાસે બ્રિટિશ કાર્ડ પણ છે.