સુરક્ષિત રીતે યુક્રેનથી ભારત પરત ફરેલા દીકરાના પિતાએ ભાવુક થઈ કહ્યું- એ મારો નહીં PM મોદીનો દીકરો છે

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ યુક્રેનના સુમીમાં ફસાયેલ ધ્રુવ ભારત પહોંચ્યો તો એના ઘર વાળાએ રાહતના શ્વાસ લીધા. ધ્રુવના પિતા સંજય પંડિત ભાવુક થઇ ગયા અને કહ્યું, ‘ મને વિશ્વાસ ન હતો કે મારો દીકરો સ્વસ્થ ભારત પરત ફરશે. હું કહેવા માંગુ છું કે મોદીજીનો છોકરો પરત ફર્યો છે, મારો નથી.’ એમણે ભારત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

ભાવુક સંજય પંડિતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે આ મારો પુત્ર નથી, આ મોદીજીનો પુત્ર છે. તેઓ લાવ્યા છે અમને આશા ન હતી કે તે આવશે. અમે આશા છોડી દીધી હતી. સુમીની હાલતમાં જીવવું તેના માટે અશક્ય હતું. મારો પુત્ર મને પરત કરવા બદલ હું ભારત સરકારનો આભાર માનું છું.

ભારત પરત ફર્યા બાદ સંજયના પુત્ર ધ્રુવે કહ્યું કે, ત્યાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. ભારતમાં પાછા આવવું એ રાહતની વાત છે. ઓપરેશન ગંગા હાથ ધરવા બદલ ભારત સરકારનો આભાર.

ઉત્તર-પૂર્વીય યુક્રેનના યુદ્ધગ્રસ્ત શહેર સુમીમાંથી 674 લોકોને લઈ જતી ત્રણ ફ્લાઈટ્સ 11 માર્ચે દિલ્હી આવી હતી. ભારત પહોંચીને લોકોએ જણાવ્યું કે તેઓ જે ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. તેણે કહ્યું કે તે કેવી રીતે બે અઠવાડિયા સુધી યુદ્ધમાં બચી ગયો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ત્યાં પાણી પણ મળવું મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં અમે બરફ પીગળીને પાણી પી રહ્યા હતા.