નીયોમી શાહે કહ્યું, ‘એસવીપીનો સ્ટાફ સાચા અર્થમાં સુપરહીરો છે’, જાણો શું આપ્યો લોકોને મેસેજ

ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત પહેલી પોઝીટીવ દર્દી ૨૧ વર્ષીય નીયોમી શાહએ ૩૨ દિવસ સુધી કોરોના વાયરસને લડત આપીને હરાવી દીધો છે.

image source

અમદાવાદની એસવીપી હોસ્પીટલમાં ૩૨ દિવસ રહ્યા બાદ હવે તેને કોરોના વાયરસ સામે જીત મેળવી લીધી છે અને હવે તે પોતાના ઘરે જઈ શકશે. નીયોમી શાહ પોતાના ૩૨ દિવસીય કોરોના વાયરસ સામે પોતાની પરિસ્થિતિ વિષે પોતાનો અનુભવ જણાવી રહી છે. કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયેલ નીયોમી શાહ પોતાના અનુભવ વિષે જણાવતા કહે છે કે, ‘કોરોના વાયરસને લઈને અત્યારે લોકોમાં ખુબ જ ડર વ્યાપી ગયો છે.

image source

આવી વ્યક્તિઓને હું એટલું જ કહીશ કે ડર્યા વગર લોકો સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન્સનું અનુસરણ કરતા પોતાનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જયારે પહેલા દિવસે મારો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝીટીવ આવ્યો ત્યારે મને તરત જ હોસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવી. જયારે મને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી ત્યારે હું ખુબ જ ડરી ગઈ હતી. તેમજ નીયોમી માટે હોસ્પિટલમાં ૩૨ દિવસ વિતાવવા ખુબ મુશ્કેલભર્યા હતા. હું શારીરિક રીતે કોઈ મુશ્કેલી નથી આવી, પરંતુ ત્યારે મારા માટે સમય વિતાવવો ખુબ મુશ્કેલ થઈ ગયો હતો. ઉપરાંત હોસ્પિટલમાં મારી સફર વધારેને વધારે લાંબી થતી જઈ રહી હતી.’

image source

‘માનસિક સ્થિતી મજબુત રાખવા માટે સતત પ્રયત્ન કરતી હતી.’:

‘મને હોસ્પિટલમાં દાખલ કરી દીધા પછી દર બે કે ત્રણ દિવસે મારો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવતો હતો. જયારે મારા શરીરમાં કોરોના વાયરસના લક્ષણો ના હોતા દેખાતા ત્યારે પણ કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવી રહ્યો હતો. ત્યારે હું ડોક્ટરને પૂછતી તો ડોક્ટર પણ કહેતા કે, આપે સંયમ જાળવવો પડશે. હોસ્પિટલમાં મારી સાથે કોઈ પરિવારનો સભ્ય કે મિત્રો હતા નહી. તેવા સમયે એસવીપી હોસ્પિટલનો મેડીકલ સ્ટાફ જ મારા માટે એક પરિવાર સમાન બની ગયો હતો.

image source

જેના કારણે હું તેઓની દરેક વાત સાંભળતી હતી અને અનુસરણ પણ કરતી હતી. મારી સારવારનો સમય જેમ જેમ વધતો ગયો તેમ તેમ તેઓ મારું વધારે ધ્યાન રાખવા લાગ્યા. મારું ચેકઅપ કરવા આવતા ડોક્ટર્સ તો મારું રેગ્યુલર કાઉન્સેલિંગ કરતા જ હતા ઉપરાંત સાઈકાઈટ્રીક એક્સપર્ટ ડોક્ટર હતા તેઓ પણ વિડીયો કોલિંગ કરીને મારો ઉત્સાહ વધારી રહ્યા હતા. અને મને સતત સકારાત્મક વિચારવાનું અને માનસિક સ્થિતિને મજબુત બનાવી રાખવા માટે મારી મદદ કરી રહ્યા હતા.

‘એસવીપી હોસ્પિટલનો સ્ટાફ ખરા અર્થમાં સુપરહીરો છે.’:

image source

લોકડાઉનના લીધે જે વ્યક્તિઓ ઘરમાં રહી રહ્યા છે અને ઘરમાં રહીને કંટાળી જઈને બહાર રસ્તાઓ પર ફરવા માટે નીકળી જાય છે તેવા લોકો માટે નીયોમી શાહનું કહેવું છે કે, મારે હોસ્પીટલમાં રહ્યે ૩૨ દિવસ થઈ ગયા છે, તેમ છતાં હજી પણ મારે ડોક્ટર્સની સુચના મુજબ ૧૪ દિવસ સુધી ઘરમાં જ ક્વોરેન્ટાઇન થઈને રહેવાનું છે. આ કોરોના વાયરસ ફક્ત શારીરિક જ અસર કરે એટલું જ નહી એટલી જ અસર આ કોરોના વાયરસ માનસિક સ્થિતી પર પણ અસર કરે છે. મને ખ્યાલ હતો કે, મારી પરિસ્થિતિ ઘણી નાજુક છે અને હું કઈજ કરી શકું એમ નથી. પરંતુ આપ તો ઘરમાં રહીને સુરક્ષિત રહેવાની સાથે જ ઘણું બધું કરી શકો એટલા સક્ષમ છો.

image source

આપ જો કદાચ કોરોના વાયરસના લક્ષણો ધરાવો છો તો આ ચેપ અન્ય વ્યક્તિઓને પણ લાગી શકે છે. અને સ્થિતી ઘણી ગંભીર બની શકે છે. એટલા માટે આપે આપના માટે અને અન્ય વ્યક્તિઓ માટે પણ ઘરમાં રહો. નીયોમી શાહ હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ થયા બાદ ઘણી ખુશ જોવા મળી છે અને તે કહે છે કે, હું હવે ખુબ જ ખુશ છું અને ઘણું આરામદાયક મહેસુસ કરું છું. ઉપરાંત હું હવે ૩૨ દિવસ પછી ઘરનું ભોજન જમીશ જેનો મને ખુબ આનંદ છે. એસવીપી હોસ્પીટલના સ્ટાફ વિષે જણાવતા નીયોમી શાહ કહે છે કે, એસવીપી હોસ્પિટલનો સ્ટાફ ખરા અર્થમાં સુપરહીરો છે.