લતા મંગેશકરના જીવનની છેલ્લી નિશાની અંબાણી પરિવાર સાથે જોડાયેલી, જાણો કેવુ હતું ખાસ કનેક્શન

ભારત રત્ન લતા મંગેશકરનું મુંબઈમાં નિધન થઇ ગયું. લતા મંગેશકરે દુનિયાભરમાં પોતાના અવાજનો જાદુ વિખેર્યો છે. હંમેશા એમના ટેલેન્ટ અને લગનના કારણે એમની તુલના સરસ્વતી દેવી સાથે કરવામાં આવતી હતી. એમણે લગભગ 8 દશકના કરિયરમાં ઘણી ભાષાઓમાં એક હજારથી વધુ ગીત ગયા છે.

લતા મંગેશકરને તેમના ચાહકો પ્રેમથી લતા દીદી તરીકે બોલાવતા હતા. તેમણે લાંબા સમયથી કોઈ રેકોર્ડિંગ કે પરફોર્મન્સ આપ્યું ન હતું. જો કે, વર્ષ 2018 માં તેમણે એકવાર માઈક પકડીને બધાને ભક્તિમાં લીન કરી દીધા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નનો સમય હતો.

મુકેશ અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન માટે, લતા મંગેશકરે ગાયત્રી મંત્ર અને ગણેશ સ્તુતિની વિશિષ્ટ પ્રસ્તુતિ રેકોર્ડ કરી જે લગ્ન સમારોહ દરમિયાન વગાડવામાં આવી હતી. તેને લતા મંગેશકરની છેલ્લી રેકોર્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે.

લતા મંગેશકરનું છેલ્લું રેકોર્ડિંગ

image source

લતા મંગેશકરે પોતાના રેકોર્ડ કરેલા મેસેજમાં કહ્યું, “ઈશા અને આનંદ, હું ખૂબ જ ખુશ છું કે તમે બંને એક સાથે નવું જીવન શરૂ કરી રહ્યા છો. ભગવાન હંમેશા તમારા પર દયા રાખે. મારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. આદરણીય મુકેશ જી અને મારા વહાલા નીતાજી, હું બંનેને મારા પરિવારના સભ્યો માનું છું. હું આ પરિવારને સુખી અને સમૃદ્ધ જીવન ઈચ્છું છું. નમસ્કાર.”

લતા મંગેશકર નાદુરસ્ત તબિયતને કારણે આનંદ પીરામલ સાથે ઈશા આનંદના લગ્નમાં હાજરી આપી શક્યા ન હતા. તે સમયે, તેણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું લગ્નમાં હાજરી આપવા માટે યોગ્ય ન હોવાથી તે હું કરી શકું તે શ્રેષ્ઠ હતું. મારી શુભકામનાઓ હંમેશા ઈશા (મુકેશ અને નીતા અંબાણીની પુત્રી) અને તેના પતિ આનંદ સાથે છે. તેઓ તેમના માતા-પિતાને ગૌરવવાન કરે.”

image source

લતા મંગેશકરનું છેલ્લું ગીત અને આલ્બમ

તેમણે તેમનું છેલ્લું ગીત ‘સૌગંધ મુઝે ઇસ મિટ્ટી કી’ રેકોર્ડ કર્યું, જે ભારતીય સેના અને રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ તરીકે મયુરેશ પાઈ દ્વારા રચવામાં આવ્યું હતું. તે 30 માર્ચ, 2019 ના રોજ રીલિઝ થયું હતું. તેમનું છેલ્લું આલ્બમ 2004માં યશ ચોપરાનું વીર-ઝારા હતું.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે લતા મંગેશકર કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યા બાદ 11 જાન્યુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને ન્યુમોનિયા પણ થયો હતો. 6 ફેબ્રુઆરીના રોજ સવારે 8:12 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.