Site icon News Gujarat

નાસાએ 27 મે માટે કરી એવી વાત કે આશ્ચર્યમાં પડી ગઈ છે દુનિયા, જાણો શું થવાનું છે 27 મેએ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ મે માસમાં અંતરિક્ષ યાત્રીઓને મોકલવાની યોજના બનાવી છે. દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે તેમાં આ અભિયાન પૂર્ણ કરવાની વાત કહી નાસાએ સૌને ચોંકાવી દીધા છે.

મે માસમાં અંતરિક્ષ યાત્રી રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લે સ્પેસએક્સને ફાલ્કન 9 રોકેટથી આઈએસએસ માટે રવાના કરવામાં આવશે.

image source

નાસાએ કહ્યું કે અંતરિક્ષ યાત્રી 27 મેએ આંતરરાષ્ટ્રીય સમય અનુસાર રાત્રે 8 કલાક અને 32 મિનિટએ ફ્લોરિડા સ્થિત કેનેડી અંતરિક્ષ કેન્દ્રમાં લોન્ચ પેડ 39Aથી ઉડાન ભરશે. આ લોન્ચ પેડનો ઉપયોગ અપોલો અને અંતરિક્ષ શટલ અભિયાનો માટે પણ કરવામાં આવ્યો હતો.

નાસાએ ઘોષણા કરી છે કે આ એક રોકેટ વડે 2 અમેરિકી અંતરિક્ષ યાત્રીઓને 27 મેના રોજ અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન મોકલવામાં આવશે. છેલ્લા 1 દશકમાં અમેરિકાથી મોકલવામાં આવ્યું હોય તેવું આ પહેલું અંતરિક્ષ યાન હશે જેમાં યાત્રી પણ સવાર હશે.

આ વાતની પુષ્ટી નાસાના પ્રમુખ જિમ બ્રાઈડેનસ્ટાઈનએ ટ્વીટ કરીને કરી છે કે 27 મેએ નાસા ફરી એકવાર અમેરિકી રોકેટ વડે અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે.

Exit mobile version