જાણો એવુુ તો શું હતુ ખાસ આ વ્યક્તિમાં, કે એ જ્યાં પણ જતો ત્યાં વરસાદ વરસવા લાગતો હતો

ક્યારેક ક્યારેક પૃથ્વી પર એવી ઘટનાઓ પણ ઘટતી હોય છે જે સામાન્યથી સાવ અલગ અને રહસ્યમયી હોય છે અને તેનો ભેદ પણ માણસની અક્કલને ચકરાવે ચડાવી દે છે.

image source

આવી જ એક રહસ્યમયી વ્યક્તિની વાત આજે અમે તમને કહેવાના છીએ. અમેરિકાના પેન્સિલવેનિયાના રહેવાસી એવા ડોનાલ્ડ ઉર્ફે ડોન ડેકરને ” રેઇન મેન ” એટલે કે વરસાદ વાળા માણસ તરીકે ઓળખવામાં આવે છે. ડોન ડેકર સાથે એવી ઘટનાઓ ઘટી હતી જે આજે પણ રહસ્ય બનેલી છે. અસલમાં આ વ્યક્તિમાં એવી કુદરતી તાસીર હતી કે એ જ્યાં જતો ત્યાં અચાનક જ મોસમ વગર વરસાદ વરસવા લાગતો. લાગીને નવાઈ.. ? ચાલો જરા વિસ્તારથી જાણીએ.

આ ઘટના વર્ષ 1983 ની છે. તે સમયે ડોન ડેકરની ઉંમર લગભગ 21 વર્ષની હતી અને તે સંપત્તિ ચોરવાના કોઈ ગુન્હામાં જેલમાં બંધ હતો. અચાનક તેના દાદાજીનું મૃત્યુ થતા તેને શરતી રીતે પેરોલ પર છોડવામાં આવ્યો. દાદાજીના અંતિમ સંસ્કાર બાદ તે પોતાના એક મિત્રને ત્યાં રોકાઈ ગયો.

image source

ડોન ડેકર જે મિત્રના ઘરે રોકાયો હતો તે મિત્રનું ઘર પણ ભાડાનું હતું અને તેની સાથે અન્ય ચાર મિત્રો પણ આ જ ઘરમાં રહેતા હતા. ઘરના મુખ્ય હોલમાં બધા મિત્રો સાથે બેઠા હતા તેવામાં અચાનક ઘરની છતમાંથી પાણી ટપકવા લાગ્યું. તપાસ કરતા જણાયું કે બહાર વરસાદ પણ નથી અને માત્ર હોલની છતમાં જ પાણી ટપકે છે અને તે પણ એ જગ્યાએ જ્યાં ડોન ડેકર બેઠો હતો. ડોન ડેકરને થોડો અસહજ અનુભવ થવા લાગ્યો. થોડા સમય બાદ ડોન જ્યારે ઘરની બહાર ગયો તો આશ્ચર્યજનક રીતે છત ટપકતી બંધ થઈ ગઈ. કોઈને ખબર નહોતી પડતી કે આવું કેમ થઈ રહ્યું છે.

ડોન સાથે આવી જ એક ઘટના રેસ્ટોરન્ટમાં પણ બની. ડોન જેવો રેસ્ટોરન્ટમાં ગયો કે વરસાદ શરૂ થઈ ગયો. આ જોઈ રેસ્ટોરન્ટના માલીકને લાગ્યું કે ડોન પર કોઈ ભૂતપ્રેતનો હાથ છે આથી એણે તરત જ ક્રોસ માર્કને ડોનના શરીર પર અડાડયું. આવું થતા જ ડોન ડેકરની તે ત્વચા બળવા લાગી. જો કે રેસ્ટોરન્ટની બહાર જતા વેંત જ વરસાદ ફરી આશ્ચર્યજનક રીતે રોકાઈ ગયો.

image source

આ દરમિયાન જેલ પ્રશાશન તરફથી ડોન ડેકરને આપવામાં આવેલ પેરોલનો સમય પણ પૂરો થઈ ગયો અને ડોન ફરીથી જેલમાં કેદ થઈ ગયો. પરંતુ ત્યાં પણ તેની સાથે આવી જ ઘટના ઘટી. હવે જેલ અધિકારીઓ પણ હેરાન રહી ગયા કારણ કે આ પહેલા તેણે આવી ઘટના ક્યારેય નિહાળી જ ન હતી. આ ઘટનાની જાણ જ્યારે જેલ અધિક્ષકને થઈ તો તેણે એક પાદરીને બોલાવ્યો.

એવું કહેવાય છે કે એ પાદરીએ જેવો જેલમાં પ્રવેશ કર્યો અને બાઇબલ વાંચવાનું શરૂ કર્યું તો ત્યાં એટલો વરસાદ વરસવા લાગ્યો કે બાઇબલ સિવાયની બધી વસ્તુઓ ભીંજાઈ ગઈ. થોડા સમય બાદ બાઇબલ વાંચતા-વાંચતા વરસાદ અચાનક રોકાઈ ગયો. આ ડોન ડેકર સાથે ઘટેલી અંતિમ અલૌકિક ઘટના હતી. ત્યારબાદ તેની સાથે આવો કોઈ બનાવ ન બન્યો. જો કે જેલમાં બનેલી આ ઘટનાના અનેક સાક્ષીઓ હતા જેમાં પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

image source

અમુક વર્ષો બાદ ડોન ડેકરે એક ટીવી ચેનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કદાચ તેનાં મૃત દાદાજીનો આત્મા તેની પાસે ઉપરોક્ત ઘટના કરાવતો હતો. અમુક લોકો ડોન ડેકર સાથે ઘટેલી ઉપરોક્ત ઘટનાઓ પર વિશ્વાસ નથી કરતા જ્યારે અમુક લોકો એ ઘટનાને અલૌકિક ઘટનાઓ પૈકી ગણે છે. કારણ ગમે તે હોય પરંતુ પેરાનોર્મલ એક્ટિવિટીના સંશોધકો હજુ પણ આ ઘટનાઓ વિશે અધ્યયન કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત