જાણો આ જહાજ વિશે જેમાં 72 વર્ષ પહેલા બનેલી આ ઘટનાથી એક સાથે મૃત્યુ પામી હતી ક્રૂ-મેમ્બરોની આખી ટીમ

દુનિયામાં સમુદ્રી જહાજના એવા અનેક કિસ્સાઓ છે જે ઘણા પ્રખ્યાત છે. કોઈ જહાજ તેના આકાર અને વિશેષતાઓને કારણે પ્રસિદ્ધ છે તો કોઈ તેની દુર્ઘટનાના રહસ્યને કારણે ચર્ચિત બન્યા હતા.

આજના આ જંવ જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક રહસ્યમયી જહાજ વિષે જણાવવાના છીએ કે જેનું રહસ્ય આજે પણ વણઉકેલ્યું છે. આ જહાજની ઘટના વિષે જે કોઈ જાણે છે તે પણ વિચારોના વમળમાં ડૂબી જાય છે. આમ તો આ ઘટના બહુ પ્રાચીન નહિ પણ 72 વર્ષ પહેલાની છે.

image source

વર્ષ 1947 ના જૂન મહિનાની વાત છે. તે સમયે મલક્કાની ખાડીના વ્યાપારી દરિયાઈ માર્ગમાંથી અનેક સમુદ્રી જહાજો પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન એક SOS સંદેશ મળ્યો કે એક જહાજના બધા ક્રૂ-મેમ્બરો મૃત્યુ પામ્યા છે. અસલમાં SOS સંદેશ ઇમરજન્સી જેવી પરિસ્તિથીમાં જ મોકલવામાં આવે છે. હવે એ જહાજના સિગ્નલને પારખી તેની નજીકના અન્ય જહાજો પણ એ રહસ્યમયી જહાજ તરફ આગળ વધ્યા. તે સમયે રહસ્યમયી જહાજની સૌથી નજીક મર્ચેન્ટ શિપ ” ધ સિલ્વર સ્ટાર ” હતું અને તે સૌ પહેલા તેની નજીક પહોંચી ગયું.

image source

ધ સિલ્વર સ્ટારના ક્રૂ-મેમ્બરો જયારે એ રહસ્યમયી જહાજમાં પહોંચ્યા તો તેઓ ત્યાંનું દ્રશ્ય જોઈને આભા બની ગયા. ત્યાં બધી બાજુ ફક્ત લાશો જ વિખેરાયેલી હતી. અને અમુક લોકોની તો આંખો પણ ખુલ્લી હતી. તેને જોઈને એમ લાગતું હતું કે જાણે તેઓ કોઈ દ્રશ્ય જોઈને અતિ ડરી ગયા હોય. સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે કોઈના શરીર પર કોઈ ઘા કે નિશાન જોવા નહોતા મળ્યા એટલે કે તેઓ રહસ્યમયી રીતે મૃત્યુ પામ્યા હતા.

image source

બાદમાં જયારે ધ સિલ્વર સ્ટારના ક્રૂ-મેમ્બરો એ રહસ્યમયી જહાજના બોયલર રૂમમાં પહોંચ્યા તો ત્યાં તેઓને ભારે ઠંડી લાગવા લાગી જો કે ત્યાંનું તાપમાન 100 ડિગ્રીથી પણ વધુ હતું. હવે આ તો સ્પષ્ટ કોઈ વિશેષ શક્તિના અસ્તિત્વનો પુરાવો હોય તેવું જ લાગ્યું હતું. આ દ્રશ્યો અને અનુભવ થયા પછી ધ સિલ્વર સ્ટારના ક્રૂ-મેમ્બરોએ જલ્દીથી પોતાના જહાજ પર પરત ફરવાનો નિર્ણય કર્યો.

image source

ધ સિલ્વર સ્ટારના ક્રૂ-મેમ્બરો પોતાના જહાજમાં પહોંચે તે પહેલા જ એ રહસ્યમયી જહાજમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમાં આગ લાગી ગઈ. જો કે ધ સિલ્વર સ્ટારના ક્રૂ-મેમ્બરો પોતાનો જીવ બચાવીને પોતાના જહાજમાં પહોંચી ગયા. ત્યારબાદ એ રહસ્યમયી જહાજમાં એક જોરદાર ધડાકો થયો અને જોતજોતામાં એ જહાજ સમુદ્રના પાણીમાં ગરક થઇ ગયું. અમુક લોકો આ ઘટના પાછળ કોઈ રહસ્યમયી શક્તિનો હાથ હોવાનું માને છે તો અમુક લોકો એવું માને છે કે જહાજની અંદર પ્રાકૃતિક ગેસ વધી ગયો અને તેના કારણે જ જહાજના તમામ ક્રૂ-મેમ્બરોનું મૃત્યુ થયું અને જહાજમાં પણ આગ લાગી ગઈ.

image source

આ રહસ્યમયી જહાજને ઇતિહાસમાં ” ધ એસ એસ ઓરંગ મેડાન ” ના નામથી ઓળખવામાં આવે છે. હવે એસ એસ ઓરંગ મેડાન જહાજની આ દુર્ઘટના ક્યા કારણે થઇ હતી તે આજસુધી એક રહસ્ય જ બની રહ્યું છે

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત