Site icon News Gujarat

રાજકોટનો યુવાને એટલી અદ્બૂત રીતે આગ પર હેન્ડસ્ટેન્ડ કરી કે શિલ્પા શેટ્ટીના ધબકારા વધારી દીધા, ચારેકોર એના જ વખાણ

દેશના ખૂણે-ખૂણેથી લોકો પોતોના ટેલેન્ટનું પ્રદર્શન કરવા માટે ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટમાં આવે છે. અમુક ખતરનાક હોય તો અમુક દિલને સ્પર્શિ જતા હોય છે. એવો જ એક રાજકોટના યુવકનું પ્રદર્શન જોઈ જજની આંખો પહોળી થઇ ગઈ. કરતબ જોઈને શિલ્પા શેટ્ટી, કિરણ ખેર અને મનોજ મુંતશિરના હોંશ ઊડી ગયા હતા. રાજકોટના સચિન નિમાવતે સોશિયલ મીડિયામાં હાથ પર ચાલતા સ્ટંટનો વીડિયો નિહાળી હેન્ડસ્ટેન્ડ કરવાનું શરૂ કર્યું અને આજે સચિન દીવાલ પર, રેલિંગ પર, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે હાથ પર ચાલી શકે છે.

image source

હવે રાજકોટનો આ યુવક ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચી ગયો. ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચવામાં સચિનના હાથ તૂટ્યો, પ્લેટ આવી, પાણીનો ગ્લાસ પણ ન ઊંચકી શકે એવી સ્થિતિ થઇ ગઈ હતી. એક સમયે હાથ પર ઊભા રહેવાની વાત તો દૂર, હાથ હવામાં ઊંચો કરવા લાયક પણ નહોતો રહ્યો. અમેરિકાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચવાનું સચિનનું સ્વપ્ન છે.

image source

સચિને જણાવ્યું હતું કે એક સમયે સ્કૂલમાં 900 રૂપિયા ફી ભરવાની હતી, પણ જો એ આપું તો ખાઉં શું? ઘર ચલાવવામાં મોટો ખાડો પડે એટલે માંડી વાળ્યું. હાથ પર ચાલવાનો એક વીડિયો ઓનલાઇન જોઈને મેં હેન્ડસ્ટેન્ડ શરૂ કર્યું હતું, મને તરત જ ફાવટ આવી ગઈ. શરૂઆતમાં બે હાથ પર અને પછી એક હાથ પર શરૂ કર્યું. એના માટે કાંડા મજબૂત હોવા જરૂરી છે, નહીંતર વજનને કારણે કાયમી ખોટ આવી શકે છે. એના માટે ધૂળ ભરેલી ગૂણીમાં પંચ મારીને પ્રૅક્ટિસ કરી, જો લોહી નીકળે તો પાણીની ડોલમાં હાથ બોળી દેતો. તેણે આગળ કહ્યું- વ્હોટ્સએપ ગ્રુપમાં મારો એક નાનકડો વીડિયો પોસ્ટ કર્યો અને જિમ્નેસ્ટિકના મેડમનો કોલ આવ્યો કે તમે બાળકોને ટ્રેનિંગ આપી શકો? મને ન તો અંગ્રેજી આવડતું, ન તો ટ્રેનિંગ આપવાની ખબર કે ન તો જિમ્નેસ્ટિક શું છે એની કોઈ ખબર હતી. પણ જયારે તેમણે મને સર કહીને બોલાવ્યો તો મને એમ લાગ્યું કે જે હું કરું છું એમાં કંઈક તો વાત છે. આ પ્રસંગે મને પહેલી વાર સન્માન મળ્યું.

image source

તેણે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હું હેન્ડસ્ટેન્ડ 85 જગ્યાએ કરી ચૂક્યો છું, દીવાલ, રેલિંગ, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે કરી શકું છું. એક વખત હાથ તૂટ્યો, પ્લેટ આવી, પાણીનો ગ્લાસ પણ ન ઊંચકી શકું એવી સ્થિતિ થઇ ગઈ. હાથ પર ઊભા રહેવાની વાત તો દૂર, હાથ હવામાં ઊંચો કરવા લાયક પણ નહોતો. ધીમે ધીમે અલગ અલગ વસ્તુઓ બાંધીને પ્રેક્ટિસ કરી.

Exit mobile version