કોરોનાનું રાક્ષસી સ્વરૂપ, ઠેર ઠેર સ્મશાનો ભરચક, જ્યાં જુઓ તો લાશોના ઢગલા જ ઢગલા, સરકારી આંકડાઓમાં મોટો તફાવત

હાલમાં આખા ભારતની પરિસ્થિતિ ખરાબ છે. કારણ કે આખા વિશ્વમાં આજે ભારતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. કોરોના કહેરે ભારતભરમાં હાહાકાર મચાવ્યો છે. છત્તીસગઢ વિસ્તારમાં પણ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા અત્યારે 31 હજારને પાર પહોંચી ગઈ છે. શુક્રવારે સતત ત્રીજા દિવસે પ્રદેશમાં 4 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. રાજધાનીમાં 1405 સહિત વિવિધ પ્રદેશોમાં 4174 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.

ત્યારે મોતનો આંકડો પણ ચોંકાવનારો છે કારણ કે રાયપુરમાં 16 સહિત 43 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યું પામ્યાં છે. અત્યારે રાજ્યમાં આશરે 58 લાખથી વધુ સેમ્પલોની તપાસ હાથ ધરાઈ હતી. પ્રતિદિવસ સરેરાશ 40 હજારથી વધુ સેમ્પલોની ચકાસણી કરાઈ રહી છે. એક્ટિવ કેસોની બાબતે દુર્ગ ટોપ પર આવે છે. ત્યાં અત્યારે 10 હજાર 489 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલ અને હોમ ક્વોરન્ટીન હેઠળ સારવાર લઈ રહ્યા છે.

image source

જો બીજા નંબરે વાત કરીએ તો બીજા નંબર પર રાયપુર આવે છે, ત્યાં અત્યારે 8437 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વિભાગના મીડિયાના અધાકારી ડૉ. સુભાષ પાંડે સહિત સિનીયર કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. યુસુફ મેમનના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના દરમાં 8%ની વૃદ્ધિ થઈ છે અને તેની સાથે મૃત્યુંદરમાં પણ 1.2%નો વધારો થયો છે.

તેઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં કોરોનાનું સક્રમણ ઘટે તેવા કોઈપણ એંધાણ જણાઈ રહ્યા નથી. આ સાથે જ જો વાત કરીએ રાજકોટની તો શહેરમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. પરંતુ કોરોના મોતના આંકડામાં સરકારી ચોપડે નોંધાયેલા અને શહેરનાં વિવિધ સ્મશાનમાં નોંધાયેલા મોતના આંકડામા વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

image source

આ સાથે જ એક મોટો ઘટસ્ફોટ એ પણ થયો છે કે રામનાથપરા સ્મશાનમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું હતું કે શહેરમાં બે દિવસમાં મનપાના ચોપડે 20નાં મોત બતાવવામાં આવ્યાં છે, જ્યારે સ્મશાનોમાં કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે 49 લોકોની અંતિમવિધિ કરવામાં આવી છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે રાજકોટનાં સ્મશાનમાં કોરોના મૃતકના અંતિમસંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.

જો વાત કરીએ 31 માર્ચેની તો સરકારી આંકડામાં 9નાં મોત થયા હતા. પરંતુ રામનાથપરા સ્મશાન- 13 મૃતદેહ, મોટામૌવા સ્મશાન- 3 મૃતદેહ, મવડી સ્મશાન- 2 મૃતદેહ, 80 ફૂટ સ્મશાન- 7 મૃતદેહ આવ્યા હતા. એ જ રીતે 1 એપ્રિલે સરકારી આંકડા અનુસાર 11નાં મોત થયા હતા. પરંતુ મૃતદેહ પ્રમાણે રામનાથપરા સ્મશાન- 8 મૃતદેહ, મોટામૌવા સ્મશાન- 6 મૃતદેહ, મવડી સ્મશાન- 4 મૃતદેહ, 80 ફૂટ સ્મશાન- 6 મૃતદેહ નોંધાયા હતા.

image source

આ રીતે અલગ અલગ આંકડા નોંધાતા હવે હાહાકાર મચી ગયો છે. એક તરફ તંત્રના દાવાઓ વચ્ચે રાજકોટમાં સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજકોટમાં માત્ર સ્મશાનોમાં કોરોના મૃતકના અંતિમવિધિના જ આંકડા બહાર આવ્યા છે. ત્યારે હજુ કબ્રસ્તાનના આંકડા પણ સામે આવ્યા નથી.

જો સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો 2 એપ્રિલના રોજ 80 ફૂટ સ્મશાનગૃહમાં જ 10 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે સરકારી આંકડા પ્રમાણે, 12નાં મોત નીપજ્યાં હતાં. અન્ય સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા એ આંકડા તો હજુ બહાર આવ્યા નથી. હાલની પરિસ્થિતિ એવી છે કે રાજકોટમાં કોરોનાથી મોતનો આંકડો છેલ્લા 4 દિવસથી વધી રહ્યો છે.

image source

રાજકોટમાં છેલ્લા 4 દિવસથી રોજ દર બે કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. એ જ રીતે આ વિશે વાત કરતાં સ્મશાનના સંચાલક કહે છે કે પહેલાં રોજની ચારથી પાંચ બોડી આવતી હતી, હવે 12થી 13 બોડી આવે છે. તેને કોરોના ગાઇડલાઇન્સ મુજબ, અગ્નિસંસ્કાર આપીએ છીએ. રામનાથ પરા સ્મશાનમાં છેલ્લા 3 મહિનામાં 187 દર્દીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.

આ જ રીતે જો દુર્ગ કિલ્લાની વાત કરીએ તો શુક્રવારની સવારે દુર્ગની જિલ્લા હોસ્પિટલની મરચ્યૂરીથી ભયજનક તસવીરો સામે આવી હતી. જેમાં અહીંયા કુલ 22 જેટલા મૃતદેહો પડ્યા હતા, આ તમામ શવ શંકાસ્પદ કોરોનાથી મૃત્યું પામ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જેમાંથી 8 શવને ફ્રિઝરમાં રખાયા હતા, તો અન્ય 14ને ખુલ્લી જગ્યામાં 12 બાય 18ના રૂમમાં મુકવામાં આવ્યા હતા. આ તમામ મોત ગુરૂવારે સાંજે 4 વાગ્યાથી શુક્રવાર સવારે લગભગ 7 વાગ્યાની વચ્ચે મળી આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *