આ એક્ટરએ દેખાડી દરિયાદિલી, પગાર આપવા અંગે કરી આ મોટી વાત

કોરોનાને ડામવા માટે હજુ 3 મે સુધી લોકડાઉન જરૂરી હોવાની વાત સાથે લોકડાઉનનો બીજો તબક્કો શરુ કરવામાં આવ્યો છે.

image source

તેના કારણે અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. તેવામાં વડાપ્રધાનએ પણ અપીલ કરી છે કે જે લોકો કોઈના ઘરમાં નોકરી કરતાં હોય તે આ સમય દરમિયાન કામ પર ન આવી શકે તો તેનો પગાર ન અટકાવવામાં આવે ન તો તેમને નોકરીથી છૂટા કરવામાં આવે. આ અપીલ પર અભિનેતા દીપક ડોબરિયાલએ એક મહત્વનો નિર્ણય લીધો છે.

એક મુલાકાત દરમિયાન તેણે જણાવ્યું છે કે તેને ત્યાં 6, 7 લોકો કામ કરે છે. બધાનું કામ અલગ અલગ છે અને તેણે તેના સ્ટાફને વચન આપ્યું છે કે તે લોકડાઉનમાં તેઓ કામ પર નથી આવ્યા તો પણ તેને પગાર મળશે. આ ઉપરાંત આગામી સમયમાં જો તેની પાસે સગવડ નહીં હોય તો તે લોન લઈને પણ લોકોના પગાર ચાલુ રાખશે. જેથી જરૂરીયાતવાળા લોકોની આવક બંધ ન થઈ જાય.

દિપકએ કહ્યું હતું કે તે વર્ષમાં એક ફિલ્મ કરે છે અને તેની આર્થિક સ્થિતિ પણ એટલી સદ્ધર નથી પરંતુ તેનાથી શક્ય હશે એ રીતે તે લોકોને મદદ કરશે. દીપકના આ નિવેદનના વખાણ સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સ કરી રહ્યા છે. લોકો તેમના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

જો કે આ તકે તેણે સોશિયલ મીડિયા અકાઉન્ટ ડીલીટ કર્યાની વાત પર તેણે કહ્યું હતું કે તેણે પોતાનું ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કર્યું છે. પરંતુ ઈંસ્ટા પર તે એક્ટિવ છે.