આ કેન્દ્રીય મંત્રીના હેલિકોપ્ટર સાથે એવો ગંભીર અકસ્માત થયો કે ચાર પાંખિયા તૂટી ગયા, પ્રધાન પણ માંડ માંડ બચ્યાં

બિહારના પાટનગર પટનાથી એક મોટા સમાચાર આવ્યા છે. બિહારની ચૂંટણીની વચ્ચે, પટના એરપોર્ટના સ્ટેટ હેંગર પર એક મોટો અકસ્માત સામે આવ્યો છે. જેમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ માંડ- માંડ બચી ગયા હતા. આ સમય દરમિયાન, તેમની સાથે બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે અને જળ સંસાધન પ્રધાન સંજય ઝા પણ હાજર રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટના એરપોર્ટના સ્ટેટ હૈંગર પર મોટો અકસ્માત થયો છે. જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો હેમખેમ બચાવ થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ એવું જણાવવામાં આવી રહ્યું છે કે રવિશંકર પ્રસાદ બિહાર ચૂંટણી માટે રાજ્યમાં પ્રચાર કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો.

image source

જોકે, અકસ્માત પહેલા જ રવિશંકર પ્રસાદ હેલિકોપ્ટરમાંથી બહાર નીકળી ગયા હતા. પટના એરપોર્ટ ઓથોરિટીથી મળેલી માહિતી મુજબ, રવિશંકર પ્રસાદ સાથે બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે અને જળ સંસાધન પ્રધાન સંજય ઝા પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. રિપોર્ટ પ્રમાણે ત્રણે નેતા જે હેલિકોપ્ટરમાં સવાર હતા એ હેલિકોપ્ટરનો પંખો એરપોર્ટના નિર્માણ માટે લાગેલા એસવેસ્ટસ ઉપર લાગેલ તાર સાથે ત્યારે અથડાયો જ્યારે હેલિકોપ્ટરને પાર્ક કરવામાં આવી રહ્યું હતું.

image source

આ અકસ્માતમાં હેલિકોપ્ટરના ચારે પંખા તૂટ્યા હોવાના સમાચાર છે. હેલિકોપ્ટર દુર્ઘટનાની ખબર ફેલાયા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે,‘હું ચૂંટણી પ્રચાર માટે ઝંઝારપુર ગયો હતો. હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ હેલિકોપ્ટરની રોટર બેલ્ડને થોડું નુકસાન થયું હતું. હું એકદમ સુરક્ષિત છું.’ ત્યારે બીજી તરફ દુર્ઘટનાની ખબરો અંગે રવિશંકર પ્રસાદના ઓફિસથી માહિતી આપવામાં આવી કે કેન્દ્રીય મંત્રીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર અંગે જે પણ સમાચાર સામે આવ્યા છે તે સંપૂર્ણ રીતે સાચા નથી. તેઓ એકદમ સુરક્ષિત અને સ્વસ્થ છે.

આ અકસ્માત અંગે ઓફિસે પણ ટ્વીટ કરી માહિતી આપી કે જ્યારે અકસ્માત સર્જાયો તે પહેલા જ હેલિકોપ્ટરમાં સવાર મહાનુભાવો પહેલાથી જ બહાર નીકળી ગયા હતા. તેઓ બધા સંપૂર્ણપણે સલામત છે. મળતી માહિતી મુજબ રવિશંકર પ્રસાદ ચૂંટણી પ્રચારથી પરત ફરી રહ્યા હતા. અચાનક, હેલિકોપ્ટરના પંખા પર, તે એર બંદર પર ચાલી રહેલા બાંધકામના કામમાં આસ્તાની ઉપર જતા વાયરને ટક્કર મારી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના તમામ પંખા તૂટી ગયા છે. જોકે, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સલામત છે.

image source

મીડિયા સાથે વાત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે હું આજે પ્રચાર માટે ઝાંઝરપુર ગયો હતો. આ સમય દરમિયાન મારી સાથે બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે પણ હતા. અમે હેલિકોપ્ટરથી નીચે ઉતર્યા.

image source

પાર્કિંગમાં, હેલિકોપ્ટરના રોટર બ્લેડને બાઉન્ડ્રી દિવાલના વાયરથી થોડોક ટકોરો લાગ્યો હતો, અમે આ ક્ષણે બધા સુરક્ષિત છીએ. ઉલ્લેખનીય છે કે હાલમાં એટલી જ માહિતી વહાર આવી છે કે, બસ ખાલી આ અકસ્માતમાં હેલિકોપ્ટરના ચાર પંખા તૂટી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત