મોટી કમાણી કરવાનો આ રસ્તો છે એકદમ આસાન, ગામડે-ઘરે રહીને પણ જોઈએ તેટલું કમાઓ!

ભારતમાં ઘણા લોકો એવા પણ છે જેની નોકરી કોરોનાના કારણે જતી રહી. જો તમારી પણ નોકરી જતી રહી છે અને તમે પાછા ગામ જતા રહ્યા છો પરંતુ તો પણ ઈચ્છો છો કે પૈસા કમાઈ શકે તો આ સમાચાર તમારા કામના છે. જવું કે આજકાલ તમે જોઈ રહ્યા છો કે વર્ક ફ્રોમ હોમનું ચલણ ખુબ તેજીથી વધી રહ્યું છે. મહામારીએ લોકોને એટલા મજબુર કરી દીધા છે. એવામાં આજે અમે તમને એક એવી ડિજિટલ રીત જણાવશું જેનાથી તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો. આ કામ તમે પોતાના ગામ-ઘર પર રહીને પણ કરી શકો છો.

આ રીતે ઘરે બેઠા પૈસા કમાઓ:

image source

ઘણાને ખબર હશે કે સરકારે ડિજિટલ ઈન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તમે તમારા ગામમાં કોમન સર્વિસ સેન્ટર ખોલી શકો છો. આ યોજનાનો ઉદ્દેશ્ય ગામડામાં રહેતા યુવાનોને સાહસિક બનાવવાનો છે. આ માટે તમારી પાસે કમ્પ્યુટર અથવા લેપટોપ અને ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
તમારા કમ્પ્યુટર અથવા લેપટોપ અથવા ડેસ્કટોપના બ્રાઉઝર પર register.csc.gov.in પર જાઓ.
આ પછી તમારે કોમન સર્વિસ સેન્ટર માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
આ માટે તમારે પહેલા અમુક પેમેન્ટ કરવું પડશે જે 1,400 રૂપિયા છે.
પછી તમારે એક ફોટો લઈને તેને અપલોડ કરવાનો રહેશે અને તે એ જ ફોટો હોવો જોઈએ જ્યાં તમે તમારું સેન્ટર ખોલવા માંગો છો.
તમારે સંપૂર્ણ ફોર્મ ઓનલાઈન યોગ્ય રીતે ભરવાનું રહેશે. જ્યારે તમે તેને ઓનલાઈન સબમિટ કરશો ત્યારે તમને એક ID આપવામાં આવશે. પછી આ ID દ્વારા તમે તમારી અરજીનો રેકોર્ડ રાખી શકશો.
જો તમારી અરજી સ્વીકારવામાં આવશે, તો તમને આ કેન્દ્ર કેવી રીતે ખોલવું તેની તાલીમ આપવામાં આવશે. જો તમે સમગ્ર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરો છો, તો તમને પ્રમાણપત્ર આપવામાં આવશે.
પ્રમાણપત્ર મેળવ્યા પછી, તમને ઘણી સેવાઓની પણ મંજૂરી આપવામાં આવશે.

image source

તમે શું કરી શકો:

ઓનલાઈન કોર્સ
ટ્રેન અને બસ બુકિંગ
કૃષિ સેવાઓ
મોબાઈલ અને ડીટીએચ રિચાર્જ વગેરે.