આ છે સી-પ્લેનનો ઈતિહાસ, અમદાવાદ-કેવડિયાનું સી-પ્લેન 50 વર્ષ જૂનું છે, જાણો ક્યાં ક્યાં ગયું અને શું છે ફાયદો-નુકશાન

હાલમાં પીએમ મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તે 30 અને 31 ઓક્ટોબરે માદરે વતન ગુજરાત પધારવાના છે અને અનેક ભેટો આપવાના છે. ત્યારે હાલમાં ગુજરાતની સમગ્ર જનતામાં સી પ્લેનને લઈ સૌથી વધુ ચર્ચા જાગી છે અને લોકોને આ પ્લેનમાં બેસવાની પણ ઉતાવળ છે. પરંતુ આ બધા માહોલની વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે અને જે તમારા માટે જાણવી જરૂરી છે. હવે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ સી-પ્લેન તો 50 વર્ષ જૂનું છે.

image source

વિગતવાર વાત કરીએ તો રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. વિવિધ એરક્રાફ્ટનાં નિર્માણ અને વેચાણ અંગેની માહિતી રાખતી વેબસાઇટ www.airport-data.com અનુસાર ટ્વિન ઓટ્ટર 300 મોડેલનું આ પ્લેન ડે હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયું હતું. ત્યાર બાદ એની પ્રથમ ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને 27 જુલાઇ 1971માં અપાઈ હતી. ત્યાર બાદ આ પ્લેનના સંખ્યાબંધ માલિકો બદલાઈ ચૂક્યા છે. હાલમાં એનું રજિસ્ટ્રેશન માલદીવિયન (એરલાઇન) પાસે છે. ત્યારે લોકો વિચારે પડ્યા હતા કે આખરે શા માટે સી પ્લેન જૂનુ આવ્યું અને એની પાછળના કારણો શું છે.

image source

હાલમાં ઉડાન સ્કીમ હેઠળ ઊડી રહેલી આ ફ્લાઇટે ગુજરાત અને દેશભરના પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. સી-પ્લેનની ફ્લિટ ધરાવતી વાઈકિંગ એરના જણાવ્યા અનુસાર, આ પ્લેનની આયુ-મર્યાદા ઘણી લાંબી હોય છે. યોગ્ય મેઇન્ટેનન્સ અને સંભાળ રાખવામાં આવે તો ટ્વિન ઓટ્ટર દાયકાઓ સુધી કામ આપી શકે છે. 1966થી 1988 વચ્ચે બનાવાયેલા ડે હેવિલેન્ડ ટ્વિન ઓટ્ટર પ્રકારનાં 844માંથી 450 પ્લેન હજુ પણ ઓપરેશનલ છે.

image source

શું આ પ્લેન 1971માં બનેલું છે અને એના માટે સલામતીનાં શું પગલાં ભરાયાં છે એવા સવાલનાં જવાબમાં સ્પાઇસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્પાઇસ જેટ દ્વારા પસંદ કરાયેલું (ટ્વિન ઓટ્ટર 300) સી-પ્લેન વિશ્વભરમાં અને માલદીવ્સમાં ઉપયોગમાં લેવાતું સૌથી સલામત એરક્રાફ્ટમાંનું એક છે. એરક્રાફ્ટ નિયમિતપણે સર્વિસ થયેલું છે અને ટોપ ક્લાસ કન્ડિશનમાં છે. જો કે ગુજરાતના નેતાઓ અને જવાબદાર વ્યક્તિએ આ બાબતે મૌન ધારણ કર્યું હતું. 50 વર્ષ જૂના આ પ્લેન અંગે માહિતી મેળવવા સિવિલ એવિએશન મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, તથા સિવિલ એવિએશન સેક્રેટરી મમતા વર્માનો વારંવાર પ્રયત્ન છતાં પણ સંપર્ક થઈ શક્યો નહોતો.

image source

રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેનની સર્વિસ શરૂ થવાની છે. ત્યારે આ પ્લેનનું બુકિંગ, ભાડા તેમજ ડિસ્કાઉન્ટ અંગે લોકો સતત પૂછપરછ કરી રહ્યા છે. ટૂર ઓપરેટરોની સાથે એરલાઈન્સના હેલ્પલાઈન નંબર પર સોમવારે જ 500થી વધુ લોકોએ પૂછપરછ કરી હતી. સી-પ્લેનનું સંચાલન શરૂ થવાનું છે, એની જાહેરાત બાદથી જ દરરોજ 15થી 20 લોકો પૂછપરછ કરતા હતા, પરંતુ સી-પ્લેન સોમવારે અમદાવાદ આવ્યા પછી ભાડા સહિતની માહિતી મેળવનારા લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. મોટા ભાગે લોકો સી-પ્લેનનું ભાડું કેટલું છે, રિટર્ન ટિકિટ બુક કરાવનારને, સિનિયર સિટિઝન વ્યક્તિઓને તેમજ એકસાથે 5 કે 10 ટિકિટ બુક કરાવનારને ડિસ્કાઉન્ટ મળશે કે નહીં એ વિશે પૂછપરછ કરી રહ્યા છે.

image source

તો વળી એક એવો સિનારીયો પણ જોવા મળી રહ્યો છે કે, લોકોને 4800 રૂપિયા ભાડું સાંભળી અનેક લોકો ભાડું વધુ હોવાની ફરિયાદ કરવાની સાથે ભાડું 2500 રૂપિયા સુધી રાખવા સૂચન પણ કરી રહ્યા હોવાનું ટૂર-ઓપરેટરોએ જણાવ્યું હતું. તેમજ એક વાત એ પણ ચર્ચામાં રહી છે કે સી-પ્લેનનું સાબરમતી નદીમાં સુરક્ષિત લેન્ડિંગ અને ટેકઓફ થાય એ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરોડ્રામની આજુબાજુના વિસ્તારમાં સતત ફટાકડા ફોડી પક્ષીઓને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પીરાણા ડમ્પિંગ સાઈટ એરોડ્રામથી નજીક હોવાથી ત્યાં આકાશમાં પક્ષીઓ સતત ઊડતાં રહે છે. આ સ્થિતિમાં બર્ડહિટ થવાની શક્યતા વધી જાય છે. જેથી આવું કરવામા આવશે. ત્યારે હવે 31મીએ પીએમ મોદી ગુજરાતમા આવે ત્યારે જોવાનું રહ્યું કે કેવો નજારો ઉદ્ભવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત