Site icon News Gujarat

પહેલી વખત આ રીતે મળ્યો હતો અલ્લુ અર્જુન પોતાની પત્ની સ્નેહાને, ‘પુષ્પા’ જેવી જ છે એક્ટરની રિયલ લવ સ્ટોરી

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા રિલીઝ થતા જ લોકોને ખુબ પસંદ આવી હતી. જે રીતે પુષ્પાની લવ સ્ટોરી સૌને પસંદ આવી, આમ તો અલ્લુ અર્જુનની રિયલ લવ સ્ટોરી પણ જરૂર પસંદ આવશે. પર્સનલ લાઇફની વાત કરીએ તો એમણે સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા છે. જે હૈદરાબાદના બિઝનેસ ફેમિલીથી સબંધ ધરાવે છે. અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીની લવ સ્ટોરી ખુબ રસપ્રદ છે. અલ્લુ અર્જુન અને એમની પત્ની સ્નેહા રેડ્ડી અને મેરિડ લાઈફમાં ખુબ ખુશ છે અને બંનેના બે બાળક છે.

મિત્રના લગ્નમાં મળ્યા હતા

અલ્લુ અર્જુન એક મિત્રના લગ્નમાં અમેરિકા ગયો હતો અને અહીં જ તેની મુલાકાત સ્નેહા સાથે થઈ હતી. જ્યારે તેના મિત્રએ અલ્લુ અર્જુનનો પરિચય સ્નેહા સાથે કરાવ્યો ત્યારે જ તેણે તેમનું દિલ આપી દીધું

બંને વચ્ચે વાતચીત

જ્યારે અર્જુનના મિત્રએ તેનો પરિચય કરાવ્યો ત્યારે બંને વચ્ચે કેટલીક વાતો થઈ અને તે પછી લગ્નમાં કઈ વાત થઇ નહિ. અર્જુન સ્નેહા પરથી મન હટાવી શક્યો નહીં. જોકે, તેના મિત્રએ પણ તેના પર સ્નેહાને મેસેજ કરવાનું દબાણ કર્યું હતું. અર્જુનના મેસેજ પછી સ્નેહાએ જવાબ આપ્યો અને બંને ફોન પર વાત કરવા લાગ્યા.

પહેલી મુલાકાત પછી

ફોન પર વાત કર્યા પછી બંનેએ મળવાનું નક્કી કર્યું. પહેલીવાર મળ્યા પછી બંનેને તે ગમ્યું અને તેઓ વારંવાર ડેટ પર જવા લાગ્યા. આ દરમિયાન બંને એકબીજાને ઓળખી ગયા.

અર્જુને તેના પિતાને કહ્યું

થોડા સમય પછી અર્જુનના પિતાને આ વાતની ખબર પડી અને પછી અલ્લુ અર્જુને તેની સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો. સ્નેહા બિઝનેસમેન કેસી શેખર રેડ્ડીની પુત્રી પણ હતી અને શરૂઆતમાં બંને માતા-પિતા લગ્ન માટે સંમત ન હતા.

પોતાના પેરેન્ટ્સને મળાવ્યા

ભલે તેમના માતા-પિતા સંમત ન હતા, પરંતુ સ્નેહા અને અર્જુન એકબીજાથી દૂર રહેવા માંગતા ન હતા. બંને પોતાના માતા-પિતાને મળવા આવ્યા અને પછી વાત બની ગઈ. બંનેના માતા-પિતા સ્નેહા અને અર્જુનના લગ્ન માટે સંમત થયા. માર્ચ 2011માં બંનેએ લગ્ન કરી લીધા.

Exit mobile version