જો ‘ના’ થઇ હોત ‘આ’ નાનકડી ભૂલો, તો આજે ઇતિહાસ પણ કંઈક જુદો જ હોત!

નમસ્તે મિત્રો, આ લેખમાં ફરી તમારું સ્વાગત છે ભૂલો કરવી એ માનવી નો સ્વભાવ પણ છે અને ટેવ પણ. મનુષ્ય પોતાની ભૂલોથી જ શીખે છે અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરતો રહે છે અને આ વલણ આપણા આખા જીવન દરમ્યાન ચાલુ રહે છે

image source

કેટલીક ભૂલો નાની હોય છે કે જેનું નુકસાન પણ નાનું અને અવગણી શકાય તેવું હોય છે તો બીજી બાજુ કેટલીક ભૂલો ખૂબ જ મોટી હોય છે કે જેના પરિણામો એક બે કે ત્રણ વ્યક્તિઓને નહિ પણ ઘણા લોકો ને ભોગવવા પડે છે.

આજે આ લેખમાં અમે તમને આવી કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે એટલી મોટી હતી કે તેણે આપણો આખો ઇતિહાસ જ બદલી નાખ્યો હતો કદાચ જો આ ભૂલો ન થઈ હોત તો આપણી હાલ ની દુનિયા કૈક અલગ જ હોત.

image source

અમારે તમને ટાઇટેનિક વિશે વધુ વિગતો જણાવવાની જરૂર નથી કારણ કે તમે બધાએ ટાઇટેનિક અને તેનાથી સંબંધિત અકસ્માત વિશે સાંભળ્યું જ હશે, એક વિશાળ અને ખૂબ જ મજબૂત વહાણ કેવી રીતે તેની પ્રથમ સફર દરમિયાન ક્રેશ થઈ જાય છે અને જળ માં સમાઈ જાય છે અકસ્માતની રાતે તે જહાજ પર જો એક નાનકડી ચાવી હાજર હોત તો ઘણા લોકોએ કદાચ તેમનો જીવ ગુમાવ્યો ન હોત

ટાઇટેનિક ના લોન્ચ થયા ની થોડીક જ ક્ષણો પહેલા ટાઇટેનિક ના ટ્રાન્સલેટર ચાર્લ્સ ને ડેવીડ ની જગ્યાએ જહાજના અધિકારી તરીકે નીમવામાં આવ્યા હતા કારણ કે ડેવિડ કરતા ચાર્લ્સ પાસે વધારે અનુભવ હતો પરંતુ હોદ્દો સોંપતી વખતે ડેવિડ ચાલ્સને તે જહાજ ના ટેલિસ્કોપ ધરાવતા લોકરની ચાવી આપવાનું ભૂલી ગયા હતા જેના કારણે જહાજ ક્રેશ થયું હતું અને ડેવિડે દાવો કર્યો હતો કે તે ચાવી જો ચાલ્સને આપવામાં આવી હોત તો તે આઇસબર્ગને પહેલા જ જોઇ શક્યો હોત સમય રહેતા તે જહાજ દિશા બદલાવવામાં સફળ થયા હોત

image source

બીજા વિશ્વયુદ્ધમાં જાપાન ને તેના પાડોશી દેશો દ્વારા શરણાગતિ સ્વીકારવા માટે ” જેન ડિકલેરેશન ” આપવામાં આવ્યો હતો કે જેના જવાબમાં એન્કારો સુઝુકીએ એક પત્ર મોકલ્યો હતો હતો જેમાં સુઝુકી એ ” મોકુસાત્સુ ” શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના ઘણા જુદા જુદા અર્થો નીકળતા હતા.

સુઝુકીના કહેવાનો મૂળ શબ્દનો અર્થ એવો હતો કે જાપાન તેના વિશે હજી વિચારી રહ્યું છે પરંતુ કમનસીબે તેમનો સંદેશને ટ્રાન્સલેટ કરવાવાળા અનુવાદકે આ શબ્દનો પ્રયોગ ખોટી રીતે કરે છે જેનાથી પાડોશી દેશોને લાગે છે કે જાપાનની સરકાર યુદ્ધવિરામ પ્રક્રિયાને અવગણી રહી છે

image source

અને થોડા દિવસો પછી 6 ઓગસ્ટ, 1939 ના રોજ યુ.એસ.એ હિરોશિમા પર બોમ્બવર્ષા કરી હતી જેના કારણે લાખો લોકો એ પોતાના જીવ ગુમાવ્યા હતા ટ્રાન્સલેટરની એક નાની ભૂલને કારણે જાપાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું હતું જે બાકીના લોકો માટે ખૂબ જ મોંઘું સાબિત થયું હતુ

image source

1989 માં પૂર્વ જર્મન રાજકારણી ગેથર સિવોસ્કી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતાને તે પોતાના ભાષણ મા બોલ્યા કે કે પૂર્વ જર્મનીથી પશ્ચિમ જર્મની સુધીની મુસાફરીના પ્રતિબંધ હટાવી લેવામાં આવશે તેમની પાસે એક નાનકડા કાગળ પર તેના ભાષણના મુદ્દાઓ લખેલા હતા પરંતુ ગેથરે તે મુદ્દાઓ જોયા વિના ઉતાવળ કરી હતી. તેમણે કહ્યું કે મુસાફરી પ્રતિબંધો સંપૂર્ણ રીતે હટાવવામાં આવશે, જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે પ્રતિબંધો ક્યારે હટાવવામાં આવે છે

ત્યારે તેમણે કહ્યું કે, આ પ્રતિબંધોને તાત્કાલિક અત્યારથી જ હટાવવામાં આવે છે, જોકે ગેથર કહેવા માંગતા હતા કે આ પ્રતિબંધને થોડા સમય પછી દૂર કરવામાં આવશે પૂર્વભ્યાસ વિના આપેલા ગેથર ના ભાષણને લીધે, લોકોને લાગ્યું કે મુસાફરી પર ના બધા પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા છે અને આ ગેરસમજને કારણે સરહદમાં અંધાધૂંધી ફેલાઈ ગયી હતી

image source

અને જેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે બધા લોકો બર્લિનની દીવાલ તોડી દેશના અન્ય ભાગોમાં પ્રવેશવા લાગ્યા હતા . ગેથરની એક નાની એવી ભૂલને કારણે ઇતિહાસ પર ખૂબ જ મોટી અસર પડી હતી જો ગેથરે તેના ભાષણને સાચી રીતે વાંચ્યું હોત તો કેટલાક લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો ન હોત અને બર્લિનની દિવાલ આજે પણ હોત.

સ્પિનચ(પાલક) વિશે તમને બધાને ખબર જ હોવી જોઇએ કારણ કે સ્પિનચમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે અને પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, સ્પિનચમાં આયર્નની ભરપુર માત્રાને કારણે જર્મની, યુકે, યુએસએ અને ચીન જેવા દેશોમાં સ્પિનચ ને સુપર ફૂડનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

image source

સ્પિનચ તે દિવસોમાં એટલી લોકપ્રિય બની ગયું હતું કે સ્પિનચને કારણે તે સમયનો એક પ્રખ્યાત કાર્ટૂન પાત્ર જન્મ થયો હતો, જેનું નામ હતું ” પોપાયે “જે પાલક ખાઈને દુશ્મનના છક્કા છોડાવી દેતો હતો પાલક ખાતા જ પોપાયે ના શરીરમાં કંઈક અસામાન્ય શક્તિઓ નો સંચાર થવા લાગતો હતો જે વાસ્તવમા ખોટું હતું આ માત્ર વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી એક નાનકડી ભૂલનું પરિણામ હતું”

એરિક-વોન-વુલ્ફ ” નામના વૈજ્ઞાનિકે કે જે સ્પિનચમાં રહેલા પોષક તત્વોની તપાસ કરતા હતા, તેણે રિપોર્ટમાં પાલક માં રહેલા આયર્નની માત્રા 3.5 ગ્રામ પર 100 ગ્રામ લખવાની જગ્યા એ 35 ગ્રામ પ્રતિ 100 ગ્રામ લખવાની નાનકડી ભૂલ કરી હતી આ રિપોર્ટની ફરીથી તપાસ કર્યા વિના, તેને બધા જ અખબારોમાં પ્રકાશિત કરી દેવામાં આવ્યો હતો

image source

અખબારમાં છાપવામાં આવેલી ખોટી માહિતીને કારણે લોકોમાં એવી અફવા ફેલાઈ હતી કે પાલક ખાવાથી સૌથી વધુ આયર્ન મળે છે. અને ખરેખર લોકો એવું માનતા હતા કે 100 ગ્રામ સ્પિનચમાં 35 મિલિગ્રામ આયર્ન હોય છે અને પાલક ના આ ગુણને લીધે સ્પિનચ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયો હતો જો એરિકે રિપોર્ટ માં લખવામાં ભૂલ ન કરી હોત તો આજે પાલક વિશ્વભરમાં પ્રખ્યાત ન હોત અને સાથે સાથે એ ધારણા પણ ખોટી હોત કે પાલક ખાવાથી ખૂબ જ વધુ માત્રામાં લોહતત્વ મળી આવે છે અને પુસ્તકો માં પણ પાલક ને આયર્ન નો સર્વશ્રેષ્ઠ સ્રોત બતાવવામાં આવ્યો ન હોત.

image source

જીવનમાં, તમે પણ નાની ભૂલો કરી હશે અને તેને સુધારવા ઘણા પ્રયત્ન પણ કર્યા હશે, પરંતુ ઉપરોક્ત લેખના આધારે તમે જોયું હશે કે કેટલીક ભૂલો સુધારી શકાતી નથી, જે ભૂલો સુધારી લેવામાં આવી હોત તો ઘણા લોકોને તેનું પરિણામ ભોગવવું પડ્યું ન હોત તો આજે ઇતિહાસ પણ કંઈક જુદો જ હોત! ઠીક છે, કરેલી ભૂલોને લીધે માણસ આગલી વખતે તે જ ભૂલ કરવાની ભૂલ કરતા નથી.