આ સુરતી ખેડૂતે બ્લેક રાઈસનું કર્યું સફળ રીતે વાવેતર, અને કરી ઢગલો કમાણી, જે ડાયાબિટીસના દર્દીઓ માટે છે ઉત્તમ

ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે એટલા માટે સ્વાભાવિક બાબત છે કે, દેશમાં કૃષિ ઉત્પાદનોને લઈને નવા નવા પ્રયોગો કરવામાં આવતા હશે. આવો જ એક પ્રયોગ સુરત શહેરના ઓલપાડ વિસ્તારમાં રહેતા એક ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે. જેના લીધે ચીન દેશની તકલીફોમાં પણ વધારો કરી શકે છે કેમ કે, સુરતના આ ખેડૂતએ ચીન અને થાઈલેન્ડમાં ઉત્પાદિત થતા બ્લેક રાઈસની ખેતી સફળતાપૂર્વક કરી લીધી છે. એટલું જ નહી આ વ્યક્તિએ બ્લેક રાઈસની ખેતી કરવા માટે લાગતા ખર્ચ પણ ૫૦% જેટલા ઓછા ખર્ચમાં કરી છે. હવે જાણીશું આ વ્યક્તિએ કેવી રીતે બ્લેક રાઈસની ખેતી કરવામાં સફળ રહ્યા.

image source

-ઓલપાડ વિસ્તારના એક ખેડૂતની વિશેષ સિદ્ધિ.

-બ્લેક રાઈસનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું.

-બ્લેક રાઈસ ડાયાબીટીસના દર્દીઓ માટે ઘણા ઉપયોગી છે.

image source

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકના એક ખેડૂત દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે મોટાભાગે ચીન અને થાઈલેન્ડમાં ઉત્પાદિત થતા બ્લેક રાઈસની ખેતી સફળતાપૂર્વક કરવામાં આવી છે. ઉપરાંત બ્લેક રાઈસની ખેતી માટે થતા ખર્ચ કરતા પણ ૫૦% ખર્ચમાં જ બ્લેક રાઈસના પાકને તૈયાર કરી દીધો છે. બ્લેક રાઈસના પાક તૈયાર થઈ ગયા પછી ચાર ગણી કીમત મળે છે. ચીન અને થાઈલેન્ડના ખેડૂતો દ્વારા જ મોટાભાગે બ્લેક રાઈસની ખેતી કરવામાં આવે છે.

image source

સુરત જીલ્લાનો ઓલપાડ તાલુકો પોતાના ડાંગરના પાક માટે પ્રસિદ્ધ છે. ઓલપાડ તાલુકામાં રહેતા વધારે પડતા ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. જયારે ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામના બે ખેડૂતોએ નવો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. આ સાથે જ આ બંને ખેડૂતોએ નવો પ્રયોગ હાથ ધર્યો હતો અને આ બંને ખેડૂતો અત્યારે પોતાના પ્રયોગમાં સફળ થઈ ગયા છે. મોટાભાગે ચીન અને થાઈલેન્ડના ખેડૂતો દ્વારા જ બ્લેક રાઈસની ખેતી કરવામાં આવે છે.

-બ્લેક રાઈસ ડાયાબીટીસના દર્દીઓ માટે ઉત્તમ છે.

image source

મંદરોઈ ગામના શિક્ષક અને ખેડૂત એવા પ્રકાશભાઈને પોતાને ડાયાબીટીસની બીમારી છે, પ્રકાશભાઈને તેમના ડોક્ટર દ્વારા બ્લેક રાઈસનું સેવન કરવાની સુચના આપવામાં આવે છે. પ્રકાશભાઈ પહેલીવાર તો સુરતથી ૪૦૦ રૂપિયાના કિલો ભાવના બ્લેક રાઈસ લાવે છે, ત્યાર પછી પ્રકાશભાઈએ બ્લેક રાઈસ વિષે કેટલીક જાણકારી પ્રાપ્ત કરે છે અને બ્લેક રાઈસની ખેતી જાતે જ કરવાનો નિર્ણય કરે છે. એટલા માટે તેમણે નવસારીની કૃષિ યુનીવર્સીટીમાં જઈને બ્લેક રાઈસની ખેતી કરવા વિષે જાણકારી મેળવે છે ત્યાર બાદ પ્રકાશ ભાઈ એ એક ખેડૂત પાસેથી બ્લેક રાઈસનું બિયારણ લાવે છે અને તેના ધરું તૈયાર કરીને પોતાની બે વીઘા જમીનમાં બ્લેક રાઈસની ખેતી કરવા લાગે છે અને અત્યારે પ્રકાશભાઈએ વાવેલ બ્લેક રાઈસનો પાક તૈયાર થઈ ગયો છે અને તે કાપણી કરવા માટેની તૈયારી કરવા લાગ્યા છે.

વિજયભાઈનું શું કહેવું છે? :

image source

મંદરોઈ ગામના રહેવાસી વિજયભાઈ સાથે વાત કરતા જણાવે છે કે, સામાન્ય રીતે જોઈએ તો ડાંગરના પાકને તૈયાર થતા અંદાજીત ૯૦ થી ૧૦૦ દિવસનો સમય લાગે છે જયારે બ્લેક રાઈસના પાકને તૈયાર થતા ૧૫૦ દિવસ જેટલો સમય લાગે છે અને બ્લેક રાઈસની ઉપજની વાત કરીએ તો સાદા ડાંગર એક વીઘા જમીનમાં વાવેલ પાક માંથી ૬૫ થી ૭૦ મણ તૈયાર થાય છે જયારે એક વીઘા જમીન માંથી બ્લેક રાઈસ ફક્ત ૫૦ મણ જેટલો જ પાક તૈયાર થાય છે. એનો મતલબ એવો થાય છે કે, સાદા ડાંગરની તુલનાએ બ્લેક રાઈસનો પાક ૧૫ મણ જેટલો ઓછો પ્રાપ્ત થાય છે. પરંતુ કીમતની તુલના કરવામાં આવે તો સાદા ડાંગરની કીમત ૩૫૦થી ૪૦૦ રૂપિયા મણ વેચાઈ છે ત્યાં જ બ્લેક રાઈસની કિલોની કીમત જ માત્ર ૩૦૦ થી ૪૦૦ રૂપિયા બજારમાં મળે છે. એનો મતલબ એવો થાય છે કે, સાદા ડાંગરની તુલનાએ બ્લેક રાઈસથી થતી આવક અંદાજીત સો ગણી વધારે થાય છે. એટલું જ નહી બ્લેક રાઈસના પાકને સાદા ડાંગરની તુલનાએ ૫૦% ઓછા પાણીની આવશ્યકતા હોય છે અને બ્લેક રાઈસના પાકને રોગ થવાની સંભાવના પણ નહિવત હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત