થોડા જ દિવસોમાં આ 4 આહાર વિટામીન B12ની ઉણપને કરી દે છે દૂર, જાણો અને તમારા ડાયટમાં કરો સામેલ

મિત્રો, જો તમારા શરીરમા કોઈપણ એક આવશ્યક પોષકતત્વ ની ઉણપ સર્જાય તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. પછી ભલે તે વિટામિન હોય કે મિનરલ્સ આ તમામ વસ્તુઓ તમારા આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ આવશ્યક તત્વોમાનુ એક તત્વ એટલે વિટામિન બી-૧૨. આ વિટામીન ની ઉણપ એ તમારા શરીરમા ફક્ત શારિરીક જ નહી પરંતુ, માનસિક સમસ્યાઓ પણ લાવે છે.

image source

આ પોષકતત્વ ની ઉણપ એ શરીરમા એસિડિટી , પેટમા દુ:ખાવો જેવી અનેકવિધ સમસ્યાઓથી તમને પરેશાન કરી શકે છે. નેશનલ
ઇન્સ્ટિટ્યૂટ મુજબ જો કોઈ સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન શરીરમા આ તત્વની ઉણપ હોય તો તે માતા અને બાળક બંને માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

image source

સ્ત્રીઓમા વિટામિન બી-૧૨ ની અછત એ અનેકવિધ સમસ્યાઓનુ કારણ બની શકે છે. જો તમે પણ વિટામિન બી-૧૨ ની ઉણપથી પીડાતા હોવ તો તમારે તમારા રોજીંદા ડાયટમા અમુક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી, ક્યારેય પણ તમારા શરીરમા વિટામીન બી-૧૨ ની ઉણપ સર્જાય નહિ. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?

બ્રોકલી :

image source

આ સબ્જી એ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય જો તમે વિટામિન બી-૧૨ ની ઉણપની સમ્સયથી પીડાઈ રહ્યા છો તો આ વસ્તુનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સબ્જીમા પુષ્કળ માત્રામા ફોલેટ અને વિટામીન બી-૧૨ સમાવિષ્ટ હોય છે. જો તમે આ સબ્જીનુ નિયમિત કચુંબર કરીને તેનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

દૂધ :

image source

આ વિટામિન બી-૧૨ ની ઉણપ ને દૂર કરવા માટે દૂધ નુ સેવન એ સૌથી શ્રેષ્ઠ અને સરળ ઘરગથ્થુ ઉપાય છે. તેને વિટામિન બી-૧૨ નો એક ખુબ જ સારો સ્રોત માનવામા આવે છે. જો તમે આખા દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધ નુ સેવન કરો છો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

ચીઝ :

image source

તમે રોજબરોજ બ્રેડ અને પરોઠા ઉપર અવારનાવર ચીઝ ભભરાવીને તેનુ સેવન કરતા હોવ છો પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, તે વિટામિન બી-૧૨ નો એક ખુબ જ સારો સ્રોત છે. જો તમે વિટામિન બી-૧૨ ની ઉણપની સમસ્યાથી પરેશાન છો તો તમારે તે માટે કોટેજ પનીર નો ઉપયોગ કરવો પડશે.

ઈંડા :

image source

મોટાભાગ ના લોકો શિયાળાની ઋતુમા ઇંડાનુ સેવન કરતા હોય છે. જો કે, અમુક લોકો એવા પણ હોય છે કે, જે બારેમાસ આ વસ્તુ નુ સેવન કરતા હોય છે. જો તમે વિટામિન બી-૧૨ ની ઉણપથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો પછી તમારા ભોજનમા ઇંડાનો ચોક્કસપણે સમાવેશ કરવો. તેમા વિટામિન બી-૧૨ પુષ્કળ માત્રામા હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત