શું તમે જાણો છો આ પુલ વિશે, જે તૂટી શકે છે ગમે ત્યારે, અને જો તૂટ્યો તો ડૂબી જશે 24 જેટલા રાજ્યો

આ દેશનો આ સૌથી મોટો પુલ ગમે ત્યારે તૂટી શકે છે, આ પુલ તૂટવાથી ૨૪ જેટલા રાજ્યો ડૂબી શકે છે.

image source

હાલની સ્થિતિ પ્રમાણે ચીનના 24 જેટલા રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ બધાની વચ્ચે ચીનના વાંગ વેઈલુઓ નામના જળ વિજ્ઞાનીએ થ્રી ગોર્જ ડેમની સુરક્ષા પર સવાલ ઉઠાવતા એવી ચેતવણી આપી હતી કે આ બંધ તૂટવાની ઘણી સંભાવનાઓ આંખો સામે છે.

જો કે આપને જણાવી દઈએ કે ચીનના દક્ષીણ ભાગમાં ૧ જુનથી શરુ થયેલ આંધીના કારણે 7300થી વધારે ઘર તહેસ નહેસ થઇ ગયા છે. જો કે સોમવાર સવાર સુધીમાં આ આંધીના કારણે લગભગ 80 લાખ જેટલા લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે અને લગભગ દેશભરમાં આ આંધીના કારણે 59 લાખ ડોલરના નુકસાનની સંભાવના પણ આંકવામાં આવી રહી છે.

image source

148 નદીના જળ સ્તર સપાટીથી ઉપર

તાઇવાન ન્યુઝ મુજબ સતત પડી રહેલા વરસાદના કારણે વિશ્વની સૌથી મોટી જળ વિદ્યુત પરિયોજનામાં આવનારા સંભવિત નુકશાનને લઈને ત્યાના લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. જો કે આ અંગે સમયે ન્યુ ટોક મીડિયાના અહેવાલ પ્રમાણે સરકારે આશ્વાસન જરૂર આપ્યું છે, પણ વાંગે દાવો કર્યો છે કે બંધ હવે ખતરામાં છે.

image source

વાંગ વેઈલુઓએ ચેતવણીમાં કહ્યું હતું કે, બાંધની ડિઝાઈન, નિર્માણ અને ગુણવત્તાનું નિરીક્ષણ બધુ જ એક સમૂહ દ્વારા કરવામાં આવ્યુ છે અને આ પરિયોજના ઘણી ઝડપી પૂર્ણ થઇ હતી. એમણે વધુમાં જણાવ્યું હતું કે ચીનના જળ સંશાધન મંત્રી યે જિયાનચુને પણ 10 જૂનની પ્રેસ કોન્ફ્રેંસમાં આ વાતને સ્વીકારી ચુક્યા છે કે દેશમાં ઓછામાં ઓછી 148 નદીઓના જળ સ્તર એમના નિર્ધારિત સ્તરથી ઉપર ચાલી રહ્યા છે.

સૌથી મોટી એન્જીનિયરિંગ ઉપલબ્ધિ

image source

જો કે CNTVના એક અહેવાલ પ્રમાણે, થ્રી ગોરજેસ ડેમની અંદર પાણી જમા થતુ રહે છે. જો કે પુરની રોકથામ માટે નક્કી કરાયેલા સ્તરથી પાણી 2 મીટર ઉપર આવી ગયું છે. જો કે આ બંધને બીજિંગ દ્વારા માનવ ઈતિહાસમાં સૌથી મોટી એન્જીનિયરિંગ ઉપલબ્ધિ તરીકે ગણાવવામાં આવ્યો છે, પણ એની સંરચના પર અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

બંધમાં આવતી દરાર અને ઘટિયા ક્રોંકીટ ચિંતાનું કારણ

image source

જો કે સીટી વાંટના એક અહેવાલ પ્રમાણે એક વર્ષ પહેલા જ આ બંધની જંગ દેખાતા ફોટા પર સવાલ કરવાના સ્થાને આ સમયે પણ વાંગે કહ્યુ હતું કે, એક અધિક ગંભીર ચિંતા બંધમાં પડી રહેલી દરાર અને ઘટિયા પ્રકારના ક્રોંકીટની છે, જે તેના નિર્માણ સમયે ઉપયોગમાં લેવાયું છે. એમણે ઉમેર્યું હતું કે, જો કોઈ દુર્ઘટના થાય તો યાંગ્ત્જી નદીના નીચલા વિસ્તારોમાં રહેતા લોકો માટે ભયજનક સ્થિતિ નિર્માણ પામી શકે છે, એમને જેમ બને તેમ વહેલા ત્યાંથી ખસેડવા અંગે તૈયારી શરુ કરી દેવી જોઈએ.

ચીની સરકારે આ ખતરાને અસ્વીકાર્યો

image source

સરકારે આ વાત ધ્યાનમાં લીધી ના હતી. ચીની જળ વિશેષજ્ઞે રેડિયો ફ્રાંસ ઈન્ટરનેશનલને આપેલા એક ઈન્ટરવ્યુંમાં જળાશય પર તોળાઈ રહેલા સંભવિત ખતરાને નકારવા બાબતે ચીની સરકાર અને રાજ્યના મીડિયાની પણ ઝાટકણી કાઢી હતી. એમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ જે તથ્ય સામે રાખ્યું છે એને પણ હવે અપરાધની જેમ રજુ કરાઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત