Site icon News Gujarat

ટિકિટ કેન્સલ કરતાં જ મળશે રિફંડ, અને સાથે થશે આ મોટો ફાયદો પણ, જાણો IRCTCએ શરૂ કરેલી આ નવી સેવા વિશે

IRCTC વેબસાઈટ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર! હવે ટિકિટ કેન્સલ કરતા તરત જ મળી જશે રિફંડ, અહીંયા જાણો કેવી રીતે થશે ફાયદો

આ સમાચાર વાંચી તમારો દિવસ બની જશે. કારણ કે, હવે તમારે ટ્રેનની ટિકિટ કેન્સલ કર્યા બાદ તેના રિફંડ માટે લાંબી રાહ જોવી પડશે નહી, પરંતુ તમારા ટિકિટ કેન્સલ કરતા જ ખાતામાં રિફંડના પૈસા આવી જશે. તે માટે IRCTC એ પોતાના પેમેન્ટ ગેટવે iPay માં ઓટો પેની સુવિધા શરૂ કરી દીધી છે. જેમાં ટિકિટ કેન્સલ કરતા રિફંડ મળે છે. કેમકે IRCTCએ નવી સુવિધા શરૂ કરી છે. iPayમાં ઓટો પે સુવિધાની મદદથી તમે ટિકિટ કે્સલ કરો છો તે તમને રિફંડ ખાતામાં મળી રહે છે.

image source

ટિકિટ કેન્સલ કરતાં જ IRCTC તરત જ આપશે રિફંડ

IRCTCની આ પહેલને ટ્રેન ટિકિટના ઈતિહાસમાં એક મોટું રિફોર્મ માનવામાં આવી શકે છે કેમ કે જે પણ યાત્રી ટિકિટ કેન્સલ કરે છે તેમને રૂપિયા થોડા દિવસો પછી પાછા મળતા હતા. પણ હવે એવું નહીં થાય. IRCTCની આઈપેની મદદથી ઓટો પેની સુવિધાના કારણે ટિકિટ જલ્દી બુક પણ થશે અને સાથે પેમેન્ટ પણ જલ્દી કરી શકાશે. કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા પણ વધી જશે. આ સાથે તમારો સમય પણ બચી જશે.

image source

IRCTC- iPayનો કેવી રીતે કરશે ઉપયોગ

જો તમે ઈચ્છો છો કે તમારી ટિકિટ કેન્સલ કરો છો અને તરત જ તમને રિફંજ મળે તો આ સુવિધામાં તમે પોતાને UPI બેંક ખાતા કે પેમેન્ટની સાથે અન્ય સાધનોથી ડેબિટ કરીને ફક્ત એક વાર પરમિશન આપો. પછી તે પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ આગળના ટ્રાન્ઝેક્શન માટે ઓથોરાઈઝ્ડ રહેશે. જ્યારે પણ તમે ટિકિટ કેન્સલ કરો છો તો તરત જ રિફંડ તમારા ખાતામાં ડેબિટ થઈ જશે.

image source

અત્યાર સુધી રિફંડમાં આ કારણે થતું હતું મોડું

અત્યાર સુધી યાત્રીઓ ટિકિટ બુક કરતા અને તેમને કન્ફર્મ ટિકિટ મળતી ન હતી. આ કારણે ટિકિટ કેન્સલ કરાતી તો રિફંડના રુપિયા મળવામાં સમય લાગતો. આ સમયે IRCTC બેંકના ગેટ વેનો ઉપયોગ કરતું હતું તેના કારણે પેમેન્ટમાં સમય લાગી રહ્યો હતો. હવે IRCTCએ પોતાની વેબસાઈટને અપગ્રેડ કરી છે અને સાથે પોતાનું પેમેન્ટ ગેટવે IRCTC- iPay શરૂ કર્યું છે જે લાઈવ થઈ ચૂક્યું છે.

image source

તત્કાલ ટિકિટ બુકિંગ બનશે સરળ

IRCTC- iPayથી ટિકિટ બુકિંગમાં પેમેન્ટ પણ ઝડપથી ખઈ શકશે. જે લાખો યાત્રીઓ રોજ તત્કાલ ટિકિટ બુક કરે છે તેમને સુવિધા મળશે અને તેમનું કામ અટકશે નહીં. તેનાથી કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતાઓ પણ વધી જશે.

image source

આત્મનિર્ભર ભારત વિઝનના આધારે શરૂઆત

IRCTCનું કહેવું છે કે પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનના આધારે યૂઝર ઈન્ટરફેસને અપગ્રેડ કરાયું છે. ત્યારે આ ઈન્ટરનેટ ટિકિટિંગ એશિયા પેસિફિકની સૌથી મોટી ઈ કોર્મર્સ વેબસાઈટમાંની એક બની છે. ભારતીય રેલવે કુલ રિઝર્વ ટિકિટનો 83 ટકા IRCTC પર બુક થાય છે. માટે તેમાં સુધારો કરીને તેને સરળ બનાવાયું છે.

image source

કાઉન્ટર ટિકિટ રદ કરવાની પ્રક્રિયા…

image source

હવે તમે સ્ક્રીન પર રિફંડની રકમ જોશો અને વપરાશકર્તાને એક SMS મળશે, જેમાં PNR અને રિફંડ વિશેની માહિતી આપવામાં આવશે. આ રીતે તમે ભારતીય રેલ્વેની કાઉન્ટર ટિકિટને રદ કરી શકો છો અને તમારે બુકિંગ કાઉન્ટર પર જવું પડશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version