શું તમે ક્યારે ગયા છો થાઇલેન્ડના આ ટાઇગર ટેમ્પલમાં અને રમ્યા છો વાઘ સાથે?

થાઈલેન્ડમાં આવેલા આ ટાઈગર ટેમ્પલમાં વાઘ છૂટથી ફરે છે, તેમજ પ્રવાસી અને ભિક્ષુક સાથે રમે પણ છે

image source

ધર્મ અને ધર્મ સંસ્થાનો અનેક વિધ વિચિત્ર પ્રકારના રહસ્યો લઈને જ સ્થપાય છે. જો કે દરેક જગ્યાએ આવું હોય એ જરૂરી નથી પણ. જ્યારે કોઈ પણ ધર્મ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે એમાં એવું કઈક જરૂર હોય છે, જે અન્ય જગ્યાએ નથી હોતું. જો ભારત સહિત દુનિયામાં પણ ઘણા એવા પ્રાચીન મંદિરો છે કે, જેમના પોતાના અનેક અને અલગ જ પ્રકારના વિચિત્ર રહસ્યો છે. આવું જ એક મંદિર થાઈલેન્ડના કંચનબરી શહેરમાં આવેલું છે. આ મંદિર અન્ય મંદિર કરતાં ઘણું અલગ છે, કારણ કે આ મંદિરમાં વાઘ પણ મુક્તપણે માણસો સાથે જ ફરતાં જોવા મળશે.

અહી વાઘ માણસો સાથે હળીમળીને રહે છે

image source

થઈલેન્ડમાં આવેલું આ પ્રખ્યાત ટાઈગર ટેમ્પલ મંદિર બેંગકોકથી લગભગ 140 કિમી જેટલું દૂર આવેલું છે. જંગલમાં સિંહને જંગલનો રાજા કહેવાય છે, પણ વાઘનું સ્થાન સિંહ પછીના શિકારી જીવમાં આવે છે. વાઘ જોઇને જ જ્યાં લોકો ડરી જાય છે, અથવા એમ એમ કહો કે વાઘની નજીક જતા પણ આપણા અંગો ફફડી ઉઠે છે. એ જ વાઘ આ મંદિરમાં માણસો સાથે હળીમળીને રહે છે, અને નવાઈની વાત તો એ છે કે આજ દિવસ સુધી અહીના વાઘે કોઈને પણ નુકસાન પહોચાડયું નથી.

image source

આ આશ્ચર્ય જનક દર્શ્યો કલ્પનાના સંસારમાં જ શક્ય બને એવા છે, અને આ જ અજાયબ દ્રશ્યો જોવા માટે દુનિયાભરના લોકો આ મંદિરમાં આવે છે. અને અહી આવીને વાઘની મનુષ્યો સાથેની મિત્રતા પણ જોઈ શકે છે.

મંદિર સાથે સંકળાયેલી છે એક રસપ્રદ કહાની

આપને જણાવી દઈએ કે દરેક મંદિરની જેમ જ આ મંદિર સાથે પણ એક રસપ્રદ કહાની જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે એક સમયે (વર્ષો પહેલાં) થાઈલેન્ડમાં જંગલી પ્રાણીઓના શિકારના કેસ વધતા જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન કંચનબરીના કેટલાક બૌદ્ધ મંદિરોએ આ જંગલમાં શાંતિથી રહેતા પ્રાણીઓની દેખભાળ કરવાનો નિર્ણય લીધો હતો.

image source

આ સમય દરમિયાન વર્ષ 1999માં એક ગ્રામીણ વ્યક્તિ અહીના બૌદ્ધ ભિક્ષુને વાઘનું એક નાનકડું બચ્ચું આપી ગયો હતો. જાણવા મળ્યું હતું કે આ વાઘની માતા શિકારમાં મૃત્યુ પામી હતી. આ ઘટના પછી બૌધ ભિક્ષુએ વાઘનું સંરક્ષણ કર્યું હતું અને આ સમય પછી મંદિરમાં ધીરે ધીરે વાઘની સંખ્યા પણ વધતી ગઈ હતી.

મંદિરમાં મુક્ત ફરતા વાઘ પ્રવાસીઓ સાથે રમે છે

image source

જેમ જેમ આ મંદિરમાં વાઘનું સંરક્ષણ થયું તેમ તેમ ગામવાસીઓ ભિક્ષુકોને વાઘના બચ્ચાં સોંપતા ગયા અને અહીના ભિક્ષુકો એમની દેખભાળ કરવા સાથે સાથે તેમને શાંત રહેવાની ટ્રેનિંગ પણ આપતા ગયા. આમ હવે આ મંદિરમાં ઘણા બધા વાઘ છે અને તેઓ અહી છૂટથી ફરતાં હોય . એટલું જ નહી આ વાઘ પ્રવાસીઓ અને બૌધ ભિક્ષુઓ સાથે રમે પણ છે, અને કોઈને નુકસાન પણ નથી પહોંચાડતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત