માસ્ક પહેરીને ટાઈગર શ્રોફે ભૂક્કા કાઢી નાંખ્યા, ખતરનાક સ્ટંટ કરતો વીડિયો જોઈને લોકોના રૂવાડાં ઉભા થઈ જશે

માસ્ક પહેરીને ટાઈગર શ્રોફે ભૂક્કા કાઢી નાંખ્યા, ખતરનાક સ્ટંટ કરતો વીડિયો જોઈને લોકોના રૂવાડાં ઉભા થઈ જશે

જેકી શ્રોફનો દીકરો ટાઈગર એક અલગ જ માન મોભા સાથે બોલિવૂડમાં ઓળખાઈ રહ્યો છે. તેનામાં અદ્ભૂત ટેલેન્ટ જોવા મળી રહ્યું છે, એ બધાની વચ્ચે ટાઇગર શ્રોફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખતરનાક સ્ટન્ટ્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ટાઇગર જે રીતે સ્ટંટ કરી રહ્યો છે તે જોતાં જ ભલભલાને ધ્રુજારી ઉપડી જાય એવું છે. કોઈ ટ્રેન્ડ સ્ટંટમેનથી ઓછો નથી લગી રહ્યો. ટાઇગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ રફ અને ટફ લુકમાં જોવા મળી રહ્યો છે.

image source

જો ટાઇગરના લુકની વાત કરવામાં આવે તો તેણે વ્હાઇટ કલરની ટી-સ્વેટશર્ટ અને જીન્સ પહેરીને તેના ચહેરા પર માસ્ક લગાવ્યું છે. આ વીડિયોને ટાઇગરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 87 હજારથી વધુ લાઈક્સ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

અનબિલિવેબલ ગીતમાં પણ ખુબ ચર્ચાયો ટાઈગર

ટાઇગર શ્રોફે હાલમાં જ એક સિંગર તરીકે તેના પ્રથમ ટ્રેક અનબિલિવેબલથી લોકોના દિલ પર એક અલગ ઓળખ બનાવી છે. આ વીડિયોમાં ટાઇગર શ્રોફને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. ટાઇગરે તેનો અવાજ આપ્યો છે. પુનીત મલ્હોત્રાએ આ ગીતનું નિર્દેશન કર્યું છે. ત્યારે હાલમાં આ વીડિયોમાં સ્ટંટને ખુબ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

આ હતી ટાઈગરની છેલ્લી ફિલ્મ

image source

ટાઇગર શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ટાઇગર તેના ડાન્સ વીડિયો અને વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તરત જ વાયરલ થતાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ટાઇગર શ્રોફની છેલ્લી ફિલ્મ ‘બાગી 3’ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. જોકે, કોરોનાવાયરસને કારણે ફિલ્મની કમાણી પર ઘણી ઉંડી અસર પડી હતી.

image source

આ ફિલ્મમાં તેમના સિવાય શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા. ઋત્વિક રોશન સાથેની ટાઇગર શ્રોફની ફિલ્મ ‘વોર’ પણ સુપરહિટ હતી, અને તેનો એક્શન અવતાર પણ તેમાં જોરદાર પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે ઋતિક રોશનની જોડી પહેલીવાર જોવા મળી હતી અને લોકોએ ખુહ વખાણી હતી.

નેપોટિઝમમાં ટાઈગરનું નામ આવ્યું હતું

image source

નેપોટિઝમને લઇને બોલિવૂડમાં ઘણા વિવાદ ચાલી રહ્યા હતાં ત્યારે ટાઇગર શ્રોફની માતા આયેશા શ્રોફે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને મોટો મેસેજ આપ્યો હતો. અને સાથે જ ટાઇગરને પણ નેપોટિઝમની ચર્ચામાં સંડોવવમાં આવ્યો એવું કહ્યું હતું. ફોટો શેર કર્યો અને માતાએ લખ્યું છે કે, ‘સફળતા મેરી જલતે કોઈ ઔર હૈ, મહેનત મેરી થકતે કોઈ ઔર હૈ.’ આયેશાએ આ લાઈનો દ્વારા તે તમામ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે જે ટાઇગર પર નેપોટિઝમનો આરોપ લગાવી રહ્યા હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત