ટિકટોક ભારતમાં બેન, એપ ઓપન કરતાની સાથે કેવી આવે છે નોટિસ જાણી લો તમે પણ

ભારતમાં ટીકટોક કરવામાં આવ્યું બેન – એપ ખોલતા જ દેખાઈ રહી છે આ નોટિસ

image source

ભારત સરકારે સોમવારના રોજ TikTok ઉપરાંત ચીનની બીજી 59 એપ ડિલીટ કરવાની જાહેરાત કરી હતી. મંગળવાર સવારે આ એપ્સને ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી હટાવી દેવામાં આવી રહી છે. જો કે હાલ ટીકટોકે કામ કરવાનું બંધ કરી દીધું છે. અને તેને ગુગલ પ્લે પરથી હટાવી પણ દેવામા આવી છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા ભારતે જ્યારે ટિકટોક બેન કર્યું હતું ત્યારે જે પણ યુઝર્સના મોબાઈલમાં આ એપ્લીકેશન ડાઉનલોડેડ હતી તે પહેલાની જેમ જ કામ કરતી હતી. પણ આ વખતે સરકારે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે. અને ટેલિકોમ કંપનીઓ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા આ એપ્લીકેશનને બ્લોક કરી છે.

image source

હવે TikTok ઓપન કરતી વખતે આ નોટિસ દેખાઈ રહી છે. અને હાલ દરેક મોબાઈલમાં TikTok એપ્લિકેશને કામ કરવાનું બંધ કરી દીધું છે, તેમાં નથી તો કોઈ વિડિયો લોડ થઈ શકતી કે નથી તો કોઈ વિડિયો જોઈ શકાતી. તેનું હોમપેજ પણ બ્લેક થઈ ગયું છે. જોકે મંગળવાની બપોર સુધી એન્ડ્રોઈડ એપ પર તે કામ કરી રહ્યું હતું પણ ત્યાર બાદ તેમાં પણ તે બંધ થઈ ગઈ છે.

image source

TikTok ખોલતા જ આ પ્રકારની નોટિસ જોવામાં આવે છે, જેમાં લખ્યું છે, ‘અમે ભારત સરકાર દ્વારા 59 એપ્સ બ્લોક કરવામાં આવી છે તેનું પાલન કરી રહ્યા છીએ. દરેક યુઝર્સની પ્રાઇવસી અને સિક્યોરિટિ સુનિશ્ચિત કરવી તે અમારી પ્રાથમીકતા છે.’

image source

ટીકટોક ઉપરાંત અન્ય ચાઈનીઝ એપ્લિકેશન્સ જેવી કે કેમ સ્કેનર, શેયર ઇટ અને યુસી જેવી એપ્લીકેશન હજુ પણ કામ કરી રહી છે. તેમાંની કેટલીક તો ગુગલ પ્લે પર ડાઉનલોડ કરવા માટે પણ હજુ અવેલેબલ છે. તમને જણાવી દઈ કે ભારત સરકારે ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને 59 ચાઈનીઝ એપ્લિકેશન બંધ કરવાનું કહ્યું છે.

જો આ લાગુ પાડવામાં આવશે તો જે પણ ફોન પર આ 59 એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હશે તે કામ કરતી બંધ થઈ જશે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જે યુઝર્સના ટીકટોક પર વિડિયો પહેલેથી જ છે અથવા જેને ડાઉનલોડ કરવામા આવ્યા છે તેનું શું થશે.

image source

ભારત લગભગ દરેક ક્ષેત્રે ચીનના ઉત્પાદનો પર વધતા ઓછા પ્રમાણમાં નિર્ભર છે. પણ ભારત માટે અને ખાસ કરીને ભારતીયોના સમ્માન માટે સરકારે આ પગલું લેવું ખૂબ જ જરૂરી હતું. અને દેશના લોકો ભારત સરકારના આ નિર્ણયમાં તેમની સાથે છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત