તીખી બુંદી અને સાથે બુંદી નું રાયતું – ક્યારેક શાક ના હોય તો પણ આ રાયતા સાથે તમે ખાઈ શકો છો.

કેમ છો ફ્રેન્ડસ..

આજે હું લયી ને આવી છું તીખી બુંદી અને સાથે બુંદી નું રાયતું… સાતમ માટે બુંદી નું રાયતું તમે બનાવી સકો છો.. ક્યારેક શાક ના હોય તો બુંદી રાયતું પણ તમે બનાવી સકો છો.. બધાયને નાસ્તામાં ફરસાણ ખાવું ખૂબ ગમતું હોય છે.તીખા ચટપટા નાસ્તાખાવાની મજા પડી જતી હોય છે..

મારા ઘરે તો વિક માં એક દિવસ બુંદી નું રાયતું બનતું જ હોય છે..તમે પણ સાતમ માટે ઘરે બનાવી દો બુંદી નું રાયતું તે માટે જોઈ લો સામગ્રી :-

“તીખી બુંદી”

  • 2 વાટકી – ચણા નો લોટ
  • મીઠું – સ્વાદ પ્રમાને
  • ચપટી – ઇનો
  • 1 ચમચી – તેલ
  • તળવા માટે – તેલ

ચણાના લોટમાં મીઠું, જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.

તેમાં ઇનો, તેલ ઉમેરો. હવે કઢઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ બરાબર ગરમ થઈ જાય એટલે ઝારાની મદદથી તેલમાં બુંદી પાડો

એક હાથે જારો પકડી રાખી તેમાં ખીરું રેડો. બુંદી આપોઆપ નીચે પડશે.

2 થી 3 મિનિટ તડતાં લાગશે હવે તેલમાંથી કાઢી લો. આવી રીતે બધી બુંદી બનાવી લો.

તો તૈયાર છે તીખી બુંદી…તમે બુંદી પાણીપુરી ,રાયતા મિક્સ ચવાણું બધી સાથે ખાઈ શકો છો…

“બુંદી નું રાયતું”

  • અડધો કપ – ખારી બુંદી
  • અડધો કપ – દહી
  • પા ટીસ્પૂન – હિંગ
  • પા ટીસ્પૂન – લાલ મરચું પાવડર
  • કોથમીર
  • રાઈ
  • તેલ
  • મીઠું

રીત

સૌપ્રથમ ખારી બુંદીને 15 મિનિટ માટે પાણીમાં પલાળી દો. આ દરમિયાન વઘાર કરી લો. તેના માટે વઘારિયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે હિંગ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

અડધી મિનિટ માટે સાંતળ્યા બાદ આ વઘારને દહીંમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે દહીંમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પલાળેલી બુંદી ઉમેરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ બુંદી રાયતું. લાલ મરચું અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.