બોયકોટથી બચવા માટે ટીકટોક એપે કર્યું આ કામ, લોગોમાં કર્યા આવા બદલાવ

હાલમાં જયારે લદ્દાખ સીમા પર ભારત અને ચીનનો સંઘર્ષ વધી રહ્યો છે ત્યારે ભારતમાં શરુ થયેલા બોયકોટ ચાઈના વિવાદે વધુ જોર પકડ્યું છે. જો કે પાછળના કેટલાક દિવસથી એવા ન્યુઝ મળી રહ્યા છે કે ભારત ભરમાં ચીની વસ્તુઓનો મોટો પ્રમાણમાં બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

image source

આ વિરોધના કારણે ચાઇનીઝ કંપનીઓ અને મોબાઈલ એપ્લીકેશનને પણ લાખોનું નુકશાન થઇ રહ્યું છે. મોટા પ્રમાણમાં લોકો હવે ટીકટોક સાથે અનેક ચીની એપ્લીકેશનોને મોબાઈલ ફોનમાંથી હટાવી રહ્યા છે. આ સામે ચાઇનીઝ કંપની ટીકટોકે પણ આનાથી બચવા માટે એક નવો જ ઉપાય શોધી કાઢ્યો છે.

ટીકટોકે પોતાનો લોગો બદલ્યો

image source

બોયકોટથી બચવા માટે હવે ટીકટોકના ભારતીય સોશિયલ મીડિયા પેજ પર ફેસબુક અને ટ્વીટર સહિતના બધાજ માધ્યમોમાં પોતાના લોગોને બદલ્યો છે. આ માટે એણે પોતાના મ્યુઝીક સિમ્બોલની બાજુમાં ભારતના તિરંગાને સ્થાન આપ્યું છે. એવામાં જો તમે ટીકટોક વિશે વધુ નથી જાણતા તો તમને એવું જ લાગશે કે ટીકટોક એ ભારતીય એપ્લીકેશન જ છે.

આ કરવા છતાં હવે લોકો જાણી ચુક્યા છે કે ટીકટોકે આવું પગલું ભારતના વપરાશકર્તાઓના રોષથી બચવા માટે જ ઉપાડ્યું છે. આ દિવસોમાં ટીકટોક એપની પ્લેસ્ટોર પર રેટિંગ પણ સતત ઘટી રહી છે. આ વિરોધના સમર્થનમાં અનેક સેલેબ્રેટીએ પણ ટીકટોક છોડવાનો નિર્ણય લીધો છે.

કમેન્ટ બોક્સ ‘RIP TikTok’ થી ઉભરાયું

image source

ચાઈનાની એપ્લીકેશન દ્વારા લેવામાં આવેલા આ કૂટનીતિ ભર્યા નિર્ણયને ભારતના યુઝર તરત જ સમજી ગયા હતા. જ્યારે ફેસબુક પર ટીકટોક ઇન્ડિયા દ્વારા પોતાના પ્રોફાઈલ ફોટોને બદલવામાં આવ્યો, તો તરત જ પોસ્ટમાં કમેન્ટની બાઢ આવી ગઈ. આ કમેન્ટમાં લોકોએ ‘RIP TikTok’ લખીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જો કે અનેક લોકોએ તો એટલે સુધી કહ્યું કે ચીની એપની આ ભરમાવનારી રમત જરાય ચાલવાની નથી. જ્યાં સુધી ચીન સરહદો પર પોતાની નાપાક ગતિવિધિઓ બંધ નથી કરતું, ત્યાં સુધી ભારતમાં એનો વિરોધ આમ જ ચાલુ રહેશે. ટ્વીટરમાં પણ વપરાશકર્તાઓએ આ જ પ્રકારે વિરોધ દર્શાવ્યો છે.

બધી જ ચીની એપ્લીકેશનનો વિરોધ

image source

મેં મહિનાના પહેલા અઠવાડિયે જ જયારે ચીની સૈનિકોની ભારતીય સિપાહીઓ સાથે થયેલી લડત વિશેના સમાચાર સામે આવ્યા હતા. જેના પછી લોકોએ ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરવાનું શરુ કર્યું હતું. આ વિરોધમાં સૌથી વધારે અસર ટીકટોકને પડી રહી છે. એપ્રિલની સરખામણીએ મેં મહિનામાં એના ડાઉનલોડીંગમાં ૫ ટકા જેટલો ઘટાડો નોધાયો છે. જો કે જુનમાં આ ઘટાડો ૩૮ ટકા સુધી થઇ ગયો છે.

image source

આપને જણાવી દઈએ કે ટીકટોક એકમાત્ર એવી કંપની નથી જે આ વિરોધનો સામનો કરી રહી છે. આ વિરોધમાં બીગો લાઈવ, લાઈકી, હેલ્લો, પબજી જેવી એપ્લીકેશનને પણ લોકો હવે હટાવી રહ્યા છે. આ દરમિયાન એક એવી એપ્લીકેશન પણ પ્લેસ્ટોરમાં મૂકાઈ હતી જેના દ્વારા એક ક્લિક કરીને બધી ચીની એપને મોબાઈલમાંથી હટાવી શકાય. આ એપ્લીકેશનનું નામ રીમુવ ચાઇનીઝ એપ હતું, જે પછીથી ગુગલ સ્ટોરે હટાવી દીધી હતી.

Source: OneIndia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત