સ્વરૂપવાન યુવતિનો હત્યારો બન્યો 4 લાખ ફોલોઅર્સ ધરાવતો ટિકટોક સ્ટાર, જો તમે પણ ટિકટોકના રસીયા છો તો પહેલા ખાસ વાંચી લો આ હત્યારા વિશે

સ્વરૂપવાન યુવતિનો હત્યારો બન્યો 4 લાખ ફોલોઅર્સ ધરાવતો ટિકટોક સ્ટાર

image source

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ લોકોને પોતાની ટેલેન્ટ બતાવવા માટે સારું પ્લેટફોર્મ પુરુ પાડે છે. ખાસ કરીને ટીકટોક એપ્લિકેશનના કારણે લોકોને રાતોરાત સ્ટાર્સ બનતા જોવામાં આવ્યા છે. રાતો રાત ટીકટોક યુઝર્સના લાખો ફોલોઅર્સ બની જાય અને તેઓ સ્ટાર બની જાય છે. પછી તેમની વિડિયોઝમાં ભલીવાર હોય કે ન હોય.

તાજેતરમાં આવા જ એક ટીકટોક સ્ટારની કાળી કરતૂત પ્રકાશમાં આવી છે. આ ટીકટોક સ્ટાર ટીકટોક તેમજ યુટ્યુબ પર પોતાની વિડિયો મૂકીને ધૂમ મચાવી રહ્યો હતો. પણ તેના એક તરફી પ્રેમે તેને જેલની હવા ખાતો કરી દીધો છે. મળેલી માહિતી પ્રમાણે આ ટીકટોક સ્ટાર એક સુંદર યુવતિને એક તરફી પ્રેમ કરતો હતો અને તેણે તેને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું પણ તે યુવતિએ તેનો ઇનકાર કરી દીધો હતો.

image source

અને છેવટે આ ઇનકાર ન સહન થતાં તેના એક તરફી પ્રેમિએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તેણીની હત્યા કરી દીધી હતી. પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમજ તેને છૂપાવી રાખનાર બીજા કેટલાક લોકોની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી છે.

અહીંના એસએસપી કલાનિધિ નૈથાનીના કહેવા પ્રમાણે હત્યાના આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને હાલ તેમની પુછપરછ ચાલી રહી છે. હત્યારાનું નામ શેરૂ છે અને તે એક ટિકટોક તેમજ યુટ્યૂબ સ્ટાર છે તે આ બન્ને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર 4.10 લાખ ફોલોઅર્સ ધરાવે છે. ટીકટોક યુઝર્સ તેના વિડિયોને ખૂબ પસંદ પણ કરતા અને શેર પણ કરતા.

image source

તે ગાઝિયાબાદમાં રહેતી નેનાને એક પક્ષી પ્રેમ કરતો હતો. પણ નૈનાના લગ્ન બીજા યુવક સાથે થવા જઈ રહ્યા હતા, અને શેરુ બિલકુલ નહોતો ઇચ્છતો કે નૈના કોઈ બીજાની થાય કે કોઈ બીજાને પરણે. 17 જૂને શેરૂ નૈના પોતાના પ્રેમનો ઇઝહાર કરવા પહોંચી ગયો હતો. તેને એમ હતું કે નૈના રાજી થઈ જશે અને તેનો પ્રસ્તાવ સ્વિકારશે. જો કે તે મનમાં એ પણ નક્કી કરીને ગયો હતો કે જો નૈના તેની વાત નહીં માને તો તેની હત્યા કરી નાખશે.

પણ છેવટે તેને ભય હતો તેવું જ થયું અને નૈનાએ પોતાના પરિવારજનોની વિરુદ્ધમાં નહીં જવાનું નક્કી કર્યું અને તેને ના પાડી દીધી. પોલીસ અહેવાલ પ્રમાણે શેરૂએ નૈનાને ચપ્પુ મારીને ખરાબ રીતે ઘાયલ કરી હતી. અને હૂમલા બાદ તેણીને દિલ્લીની જીટીબી હોસ્પિટલમાં લઈ વજામાં આવી હતી ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

image source

પોલીસે તપાસ ચાલુ કરતા તેમને શેરૂની મદદ કરનાર બીજા ત્રણ લોકોની પણ ભાળ મળી અને તેમની પણ ધરપકડ કરવામાં આવી. હત્યા બાદ શેરૂ ભાગી ગયો હતો. અને ગાઝિયાબાદ પોલીસે તેની ભાળ લઈ આવનાર માટે 20 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું અને પોલીસ દ્વારા પણ તેની સઘન તપાસ પણ કરવામાં આવી રહી હતી. છેવટે શેરૂ ખાનની પોલીસ ટીમે ટીલા મડો વિસ્તારમાં આવેલી પંચશીલ કોલોનીમાંથી ધરપકડ કરી લીધી હતી તેની સાથે સાથે તેને છૂપાવી રાખનાર તેના ભાઈ ઇમરાન અને બનેવી રિઝવાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.

હત્યાનો શિકાર બનેલી નૈના કૌર તેના માતાપિતા સાથે તુલસી નિકેતનની વિવેક વિહાર કોલોનીમાં રહેતી હતી, તેણીની એક મોટી બહેન પણ છે જેના લગ્ન થઈ ચૂક્યા છે. ગાય વર્ષે તેણીએ ઇન્ટરનો અભ્યાસ પૂરો કર્યો હતો અને ત્યાર બાદ તેણીએ દિલ્લીમાં નર્સિંગનો કોર્સ પણ જોઈન કર્યો હતો.

image source

નૈનાના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા અને 22 જૂને તેના લગ્ન થવાના હતા. નૈના પિતા બદલેવ સિંહે જણાવ્યું હતું કે નૈનાનું અપહરણ થયું ત્યારે તેઓ માત્ર 50 મીટર જ દૂર હતા. ત્રણ અજાણ્યા શખ્સ બાઇક પર આવ્યા હતા જેમના મોઢા કપડાંથી ઢંકાયેલા હતા. જોતજોતામાં નૈનાની સાથે ખેંચતાણ કરવા લાગ્યા. આ ઘટના વખતે નૈનાની માતા પણ તેની સાથે હતી તેમણે દીકરીને છોડાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તે શખ્સોએ તેણીને ધક્કો મારીને દૂર હડસેલી દીધી.

નૈનાના પિતાએ વધારામાં જણાવ્યું હતું કે તેમાંના એક શખ્સે તેમને પણ પકડી રાખ્યો હતો જેથી કરીને તે પોતાની દીકરીને છોડાવા ન જાય. માતાને ધક્કો મારતા નૈનાને ભારે ગુસ્સો આવ્યો હતો અને છેવટે તેણે આરોપીને ઉપરાઉપરી થપ્પડો માર્યા હતા અને તેમની સાથે નૈના જવા તૈયાર ન થઈ તો તેના ગળા, પેટ અને શરીરના બીજા ભાગો પર ચાકૂથી હૂમલા કર્યા હતા.

image source

જો કે તે દરમિયાન નૈનાની માતાએ હત્યારાના મોઢા પરની બુકાની ફાડી નાખી હતી. જેની ઓળખ પાછળથી સુંદર નગરીમાં રહેતા શેર ખાન એટલે કે શાહરુખ તરીકે કરવામાં આવી હતી. નૈનાના કુટુંબીજનોના કહેવા પ્રમાણે તે શેરૂ નૈનાને આશરે બે વર્ષથી ઓળખતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત