ફૈઝલનું અકાઉન્ટ બંધ કર્યા બાદ ટિકટોકએ અકાઉન્ટ સસ્પેન્ડ કરવાના કાયદા વિશે જણાવ્યું યુઝર્સને…

ટિકટોક એપ ખૂબ જ લોકપ્રિય છે પરંતુ તેના કારણે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અનેક વિવાદો પણ થયા છે.

image source

તેમાં તાજેતરમાં થયેલા વિવાદના કારણે ટિકટોકના એક ખ્યાતનામ સ્ટારનું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જી હાં 1 કરોડ 34 લાખ ફોલોઅર્સ ધરાવતાં ફૈઝલનું અકાઉન્ટ કંપનીએ બેન કરી દીધું છે. ફૈસલે એક વીડિયો બનાવ્યો હતો જે એસિડ એટેકને દર્શાવતો હતો તેના કારણે તેના માટે મુસીબત સર્જાઈ છે. આ વીડિયોના કારણે જે કાર્યવાહી કરવામાં આવી છે તેના પર ટિકટોકે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

ટિકટોકે જણાવ્યું છે કે યૂઝર્સને આ પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવા એ તેમની પ્રાથમિકતા છે. ટિકટોક યૂઝર્સ જ્યારે આ પ્લેટફોર્મ પર આવે છે ત્યારે તેમની સામે સ્પષ્ટ કરી દેવામાં આવે છે કે ટિકટોકમાં કયા પ્રકારનું કંટેન્ટ સ્વીકાર્ય નથી. ટિકટોકના દિશાનિર્દેશો સ્પષ્ટ છે કે આ પ્લેટફોર્મ પર એવા કંટેન્ટને મંજૂરી નથી કે જેનાથી બીજા લોકોની સુરક્ષા જોખમાય જાય અને શારીરિક નુકસાનને પ્રોત્સાહન આપતું હોય.

image source

આ સાથે જ ટિકટોક મહિલાઓ પર થતી હિંસાનું પણ સમર્થન કરતું નથી. જો આવું કંટેન્ટ પોસ્ટ થાય છે તો તેને દૂર કરવામાં આવે છે અને તે અકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ ટિકટોકનો કાયદો છે. આ કાયદા અંતર્ગત જ ફૈઝલ સિદ્દીકીનું અકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે.

ફૈઝલ સિદ્દીકીએ એસિડ અટેક દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો માટે તેની ખૂબ ટીકા થઈ હતી. આ વીડિયોના કારણે એટલો વિવાદ થયો કે મહિલા આયોગે ટિકટોકને ફૈસલનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ બાબતે ભાજપના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ પણ ફરિયાદ કરી હતી અને તેમણે ટ્વીટર પર આ વીડિયો પોસ્ટ કરી તેમાં રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માને ટેગ કર્યા હતા.

image source

તેના જવાબમાં રેખા શર્માએ કહ્યું હતું કે તે આ મામલે પોલીસ અને ટિકટોક ઈન્ડિયા સાથે વાત કરશે. ત્યારબાદ આ વીડિયો ટિકટોક પરથી દૂર કરવામાં આવ્યો છે. ટ્વીટર યૂઝર્સે તો ટિકટોકને જ અનઈન્સ્ટોલ કરી દેવાની સાથે બેનટિકટોક અને ફૈઝલ સિદ્દીકીના નામના હૈશટેગ પણ ટ્રેડિંગ કર્યા હતા. એટલું જ નહીં ફિલ્મ અભિનેતા પરેશ રાવલે તો ટિકટોકને જ બંધ કરી દેવાની વાત કરી હતી.

image source

ઉલ્લેખનીય છે કે ફૈઝલ સિદ્દીકીએ એક વીડિયો બનાવ્યો હતો જેમાં તે એક યુવતીને પહેલા ધમકી આપતો જોવા મળે છે અને પછી તેના ચહેરા પર પાણી ફેંકે છે. ત્યારબાદ યુવતીનો ચહેરો ખરાબ થયેલો જોવા મળે છે. આ વીડિયોના કારણે વિવાદ એટલો વધ્યો છે કે 13.4 મિલિયન ફોલોવર્સ ધરાવતા ફૈઝલનું અકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત