Site icon News Gujarat

લોકડાઉન પછી ખુલ્યા તિરુપતિ મંદીરના દ્વાર, ભક્તોની લાગી લાંબી કતારો, એક જ દિવસમાં થયો દાનનો

લોકડાઉન બાદ ખુલેલા તિરુપતિ મંદીરના દ્વાર પર લાગી ભક્તોની કતારો – એક જ દિવસમાં મળ્યું લાખોનું દાન

image source

લગભગ બે અઢિ મહિનાથી સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા કેરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું. પણ આ દરમાયન દેશને સેંકડો કોરોડોનું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જેને ધ્યાનમાં રાખીને લોકડાઉનને ધીમે ધીમે હળવું કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પણ દેશને બેઠો રાખવા માટે અનલોકનો નિર્ણય ફરજિયાત રીતે કેન્દ્ર સરકારે તેમજ રાજ્યોની સરકારે લેવો પડ્યો છે. આ અનલોક તચબક્કાવાર શરૂ કરવામા આવ્યું છે. જેના બીજા તબક્કામાં એટલે કે 8મી જૂનના રોજ દેશના વિવિધ મંદીરોના દ્વાર જાહેર જનતા માટે ખોલવાની મંજૂરી આપવામા આવી હતી.

image source

8મી તારીખે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓના પાલન સાથે દેશના વિવિધ મંદીરોને ખોલવામાં આવ્યા હતા જો કે કેટલાક મંદિરોએ જાહેર જનતા માટે દ્વાર નહિં ખોલવાનો નિર્ણય લીધો હતો જેથી કરીને કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય તો વળી બીજા ઘણા મંદિરો ખુલતા જ ભક્તોની લાંબી-લાંબી કતારો લાગી ગઈ હતી.

image source

દક્ષિણ ભારતમાં આવેલા જગપ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ દેવસ્થાને પણ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલ્યા હતા. 83 દિવસના લોકડાઉન બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામા આવ્યા હતા. અને પહેલા જ દિવસે ભક્તો દ્વારા મંદીરને 25.7 લાખ રૂપિયાનું દાન મળ્યું હતું. તમને જણાવી દઈએ કે શરૂઆતના ત્રણ દિવસમાં મંદીરના કર્મચારીઓ તેમજ અહીંના સ્થાનિક ભક્તો માટે દ્વાર ખોલવામાં આવ્યા હતા. અને આજથી એટલે કે 11મી જૂનથી સામાન્ય લેકો માટે મંદીરના દ્વાર ખોલવામાં આવી રહ્યા છે.

image source

જેવી જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન ખુલવાની જાહેરાત થઈ કે પ્રથમ જ દિવસે કાઉન્ટર પર ટિકિટ ખરીદવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પહેલા જ દિવસે સમગ્ર રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો ઉમટી આવ્યા હતા. રાજ્યમાં આવેલા મંદિરના દરેક ટિકિટ કાઉન્ટર પર સવારના 8 વાગ્યામાં ટીકીટનું વેચાણ શરૂ થઈ ગયુ હતું. 11 જૂનની ટીકીટોનું વેચાણ ગણતરિના કલાકોમાં જ થઈ જવાથી આંદ્ર પ્રદેશની સરકારે 12મી જૂન માટે પણ ટીકીટનું વેચાણ ખુલ્લુ મક્યું હતું. તમને જણાવી દઈએ કે મળેલી માહિતી પ્રમાણે મંગળવાર સાંજ સુધીમાં એટલે કે 9મી જૂનની સાંજ સુધીમાં 9 હજાર જેટલી ટિકીટનું વેચાણ થઈ ગયુ હતું.

image source

કેન્દ્ર સરકારની મંદીરો માટેની માર્ગદર્શિકા પ્રમાણે દર્શનાર્થીઓએ તેમજ મંદીરના કર્મચારીઓ વર્તવાનું રહેશે. એટલેકે મંદીરમાં આવતી દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. મંદીરના પરિસરને પણ સ્પર્શમુક્ત બનાવવામાં આવ્યું છે એટલે કે અહીં દર્શનાર્થીઓ આવશે તો તેમણે કોઈ પણ વસ્તુઓ અડવાની જરૂર નહીં રહે. ભક્તો વચ્ચે 5થી 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે. મંદિર ખુલતાં જ ભક્તો પોતાના વાળનું દાન કરતા પણ જોવા મળ્યા છે. જેની ઘણી બધી તસ્વીરો હાલ આવી રહી છે.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉન તેમજ જનતા કર્ફ્યુના કારણે તિરૂપતિ મંદીર 20મી માર્ચથી ભક્તો માટે બંધ કરી દેવામા આવ્યું હતું. તમને એ પણ જણાવી દઈએ કે તિરૂપતિ મંદિર દેશનું સૌથી ધનવાન મંદીર છે.

image source

તમે જ અંદાજો લગાવી શકો છો કે આજના મંદીના સમયમાં પણ એક જ દિવસમાં આ મંદીરને 25 લાખ રૂપિયા ઉપરાંતનું દાન મળ્યું છે. તિરુપતિ દરમહિનાની સરેરાશ આવક 200 કરોડ રૂપિયા છે. જે લોકડાઉનના કારણે બંધ થઈ ગઈ હતી. જોકે હાલ જે સ્થિતિ ચાલી રહી છે તે જોતાં વાયરસના સંક્રમણનો આંકડો જે દેશમાં હરણફાળ લઈ રહ્યો છે તેને ધ્યાનમાં લેતા જાહેર સ્થળોને તો હાલ પુરતા બંધ જ રાખવ જોઈએ માત્ર મૂળભૂત જરૂરિયાતના વ્યવહારો જ ચાલુ રાખવા જોઈએ.

image source

હાલનો કોરોના સંક્રમણનો આંકડો જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70 લાખ પર પહોંચી ગઈ છે, અને 4લાખ કરતાં પણ વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે. ભારતની વાત કરીએ તો ભારતમાં સંક્રમીતોની સંખ્યા 2.77 લાખ સુધી પહોંચી ગઈ છે. અને 7745 લોકોના મૃત્યુ થયા છે. આપણું ગુજરાત રાજ્ય ભારતમાં કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાંનું એક છે. અહીં કુલ સંક્રમીતોની સંખ્યા 21,014 છે જ્યારે મૃત્યુ આંક 1313 છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version