Site icon News Gujarat

જાણો કઇ ઉંમરના લોકોને તિરુપતિ બાલાજીમાં નહિં મળે દર્શન કરવાનો લાહ્વો

દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી ભગવાનનું મંદિર અંદાજીત ૮૦ દિવસ સુધી બંધ રહ્યા પછી ૮ જુન, ૨૦૨૦ સોમવારના રોજ તિરુપતિ બાલાજી મંદિરના દ્વાર ભક્તજનો માટે ખોલવામાં આવી શકે છે.

image source

૮ જુન થી ૧૦ જુન ત્રણ દિવસો દરમિયાન મંદિરમાં કામ કરી રહેલ કર્મચારીઓ અને તેમના પરિવાર જનો ભગવાન તિરુપતિ બાલાજીના દર્શન કરવાનો લાભ મળશે. દર્શન કરવા માટે તેમણે ઓનલાઈન ટાઈમ સ્લોટ બુક કરવાનો રહેશે. ૧૧ જુનના રોજથી સવારે ૬:૩૦થી લઈને ૭:૩૦ વાગ્યા સુધી બાલાજી મંદિરમાં સામાન્ય જનતા દર્શન કરી શકશે. દક્ષિણ ભારતના તિરુપતિ બાલાજી મંદિરમાં એક દિવસમાં ફક્ત ૬ હજાર ભક્તો જ દર્શન કરી શકે છે. એટલે કે, પ્રતિ કલાક ૫૦૦ વ્યક્તિઓને મંજુરી આપવામાં આવી શકે છે.

image source

તિરુપતિ બાલાજી મંદિરના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનના ટ્રસ્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૧૦ વર્ષ કરતા નાના બાળકો અને ૬૫ વર્ષથી વધારે ઉમર ધરાવતા વૃધ્ધોને તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા જવા માટે પરવાનગી આપવામાં આવી શકશે નહી. દેશવ્યાપી લોકડાઉનના કારણે છેલ્લા બે મહિના કરતા વધારે સમયથી બંધ મંદિર હવે ખુલી ગયું છે ત્યારે તિરુપતિ બાલાજી મંદિરમાં ફક્ત ભગવાન તિરુપતિના જ દર્શન કરી શકાશે.

image source

મંદિરના પરિસરમાં આવેલ અન્ય મંદિર અને સ્વામી પુષ્કરિણી મંદિરમાં દર્શન કરવાની મંજુરી આપવામાં આવી નથી. ઉપરાંત તિરુપતિ બાલાજી ભગવાનના મંદિરમાં કાયમી રીતે કોવિડ- 19 કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પમાં પ્રતિ દિવસ ૨૦૦ કર્મચારીઓ અને મંદિરમાં આવતા ભક્તોના રેન્ડમ ટેસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

રોજ મંદિરમાં દર્શન કરવા આવતા ૬ હજાર ભક્તો માંથી ૩ હજાર ભક્તોને VIP ટીકીટ લઈને (૩૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ) દર્શન કરી શકશે. મંદિરમાં દર્શન કરવા માટે ઓનલાઈન સ્લોટ બુક કરવાની શરુઆત ૮ જુન, ૨૦૨૦ના રોજ સવારથી શરુ કરવામાં આવી છે. જોવા જેવી વાત છે કે, તિરુપતિ બાલાજી મંદિરને ૨૦ માર્ચ, ૨૦૨૦થી બંધ કરી દેવામાં આવ્યું હતું. તિરુપતિ બાલાજી મંદિરમાં લોકડાઉન લાગુ થયા પહેલા પ્રતિ દિવસ ૮૦ હજારથી લઈને ૧ લાખ જેટલા ભક્તો દર્શન કરવા માટે આવતા હતા. ઉપરાંત કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન મંદિર બંધ હોવાના કારણે મંદિરને અંદાજીત ૫૦૦ કરોડ રૂપિયા જેટલા દાનનું મળી શક્યું હતું નહી.

તિરુપતિ બાલાજી મંદિર તરફથી લાગુ કરવામાં આવેલ માર્ગદર્શિકા :

image source

-તિરુપતિ બાલાજી મંદિરના કર્મચારીઓને ૬ અને ૭ જુનના રોજ ઈન્ટરનેટની મદદથી ભગવાનના દર્શન કરવાની મંજુરી મેળવી શકશે. મંદિર ખુલ્યાના ત્રણ દિવસ એટલે કે ૮, ૯ અને ૧૦ જુન સુધી મંદિરમાં કામ કરી રહેલ કર્મચારીઓને દર્શન કરવા માટે પરવાનગી આપવામાં આવશે. મંદિરમાં અંદાજીત ૨૧ હજાર કરતા પણ વધારે કર્મચારીઓ કામ કરે છે.

-૧૦ જુનથી મંદિરને સ્થાનિક ભક્તો જનો માટે ટોકન કાઉન્ટર ખોલવામાં આવશે. જેમાં પ્રતિ કલાક ૫૦૦ વ્યક્તિઓને દર્શન કરવા માટે મંદિરમાં જવાની મંજુરી આપવામાં આવશે.

image source

-૧૧ જુનથી ૩ હજાર દર્શનાર્થીઓ માટે ૩૦૦ રૂપિયાની VIP દર્શન ટીકીટની વ્યવસ્થા કરવામાં આવશે. આ ટીકીટનું બુકિંગ ઓનલાઈન જ કરવાનું રહેશે. VIP દર્શનની ટીકીટનું ઓનલાઈન બુકિંગ ૮ જુનથી શરુ કરી દેવામાં આવ્યું છે આપ આપને અનુકુળ દિવસે ટીકીટ બુક કરી શકો છો.

-ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા ભક્તોએ પણ ઓનલાઈન પરવાનગી લેવાની રહેશે. આ માટે પંચાયતના કર્મચારીઓ અને ગ્રામજનોની મદદ લઈ શકે છે.

image source

-મંદિરમાં VIP દર્શન ટીકીટ ધરાવતા ભક્તો માટે મંદિર સવારના ૬:૩૦ થી લઈને સાંજના ૭:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ માટે કોઈપણ VIP ભક્તોએ સેલ્ફ પ્રોટોકોલ મુજબ જ જવાનું રહેશે. કોઇપણ પ્રકારના ભલામણ પત્ર આપવામાં આવશે નહી.

-મંદિરમાં શ્રીવારી હુંડી પાસે જ ભક્તોને હેન્ડ સેનેટાઈઝર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

-મંદિરમાં આવતા બધા જ ભક્તોએ માસ્ક લગાવવું, હેન્ડ સેનેટાઈઝ કરવા, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું, થર્મલ ટેમ્પરેચર ચેકિંગ જેવી વ્યવસ્થાઓનું અનુસરણ ફરીજીયાતપણે કરવાનું રહેશે.

image source

-મંદિરમાં આવતા ભક્તોને ધર્મશાળામાં જે રૂમ ફાળવવામાં આવે તે રૂમને ખાલી થયાના ૧૨ કલાક પછી જ ફરીથી આપવામાં આવશે. ઉપરાંત રૂમને પ્રતિ ૨ કલાક સેનેટાઈઝ કરવામાં આવશે.

-ધર્મશાળામાં રૂમની વ્યવસ્થા ઓડ- ઇવન મુજબ કરવામાં આવશે અને એક રૂમમાં વધુમાં વધુ ૨ વ્યક્તિઓ જ રહી શકશે. ઉપરાંત ૨૪ કલાક કરતા વધારે સમય માટે રૂમ ફાળવવામાં આવશે નહી.

-મંદિરને દર બે કલાકના સમયે સેનેટાઈઝ કરવામાં આવશે.

image source

-મંદિર આયોજિત કરવામાં આવતા લગ્ન પ્રસંગ દરમિયાન ૫૦ વ્યક્તિઓથી વધારે વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version