IRCTC ટૂર પેકેજ: સાવ સસ્તામાં તિરુપતી ટૂર ફરવાની અનેરી તક, જાણો વિગતો અને ઉપડો તમે પણ

IRCTC ટૂર પેકેજ: તિરુપતી મંદિર ફરવાની અનેરી તક!જાણી લો વિગત

ભારતીય રેલવે માટે ટિકિટ બુકિંગની સુવિધા પુરી પાડતી કંપની અન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ખૂબ જ સસ્તી કિંમતે તમને ભગવાન વેકટેશ્વરના દર્શન કરવાની તક આપી રહી છે. આ માટે IRCTC આંધ્ર પ્રદેશના તિરુપતિની ટિકિટ સબિત અન્ય સુવિધાઓ પણ આપી રહી છે. આ માટે IRCTC શાનદાર ટૂર પેકેજ લઇને આવ્યું છે. આ પેકેજ હેઠળ ભક્તોને તિરૂપતિ શહેર નજીક તિરુચાનુરુ સ્થિત દેવી પદ્માવતીના દર્શન કરવાની પણ તક મળશે. 1 વ્યક્તિ માટે ફક્ત 16000 રૂપિયાના ખર્ચે તમે ભારતીય રેલ્વેમાં તિરુપતિની યાત્રા કરી શકો છે.

image source

Indian railwaysમાં તમે આ વર્ષે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે IRCTC ખાસ ઓફર લાવ્યું છે. તમે વિના ટેન્શન આ મુસાફરી કરી શકો છો. આ યાત્રા 1 રાત અને 2 દિવસની રહેશે. ભારતીય રેલ્વે યાત્રીઓ માટે તિરુપતિ ફરવાનો અવસર લાવી છે. તિરુપતિ આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લામાં આવેલું લોકપ્રિય મંદિર છે. અહીં તિરુપતિને તિરુમાલાના રૂપમાં ઓળખવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુને માટે પવિત્ર રૂપથી શ્રી વેંકટેશ્વર મંદિર માટે પ્રસિદ્ધ છે.

કેટલા રૂપિયાનો થશે ખર્ચ

image source

આ ટૂરમાં તમે સફરની સાથે જરાય મુશ્કેલી અનુભવશો નહીં. આ પેકેજમાં રહેવાની વ્યવસ્થા પણ મળશે. જો તમે એકલા જ આ મુસાફરી કરો છો તો તમારે 16000 રૂપિયા ખર્ચ કરવા પડે છે, 2 વ્યક્તિ માટે 14200 રૂપિયા અને 3 વ્યક્તિ માટે 14100 રૂપિયા ખર્ચ કરવાના રહે છે.

બાળકો માટે લાગશે કેવી રીતે ભાડું

આ સિવાય તમારી સાથે કોઈ 5-11 વર્ષનું બાળક છે તો તમારે તેના માટે child with bed 13200 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આ સિવાય તમે child without bedમાં 12900 રૂપિયા ખર્ચ કરો છો. જો તમારી સાથે 2-4 વર્ષનું બાળક છે તો તમારે 12900 રૂપિયા ખર્ચ કરવાના રહે છે.

image source

ક્યારે ક્યારે જઈ શકાય છે ફરવા

આ પેકેજનો ફાયદો તમે 10 એપ્રિલ 2021, 17 એપ્રિલ 2021, 24 એપ્રિલ 2021, 1 મે 2021, 8 મે 2021, 15 મે 2021, 22 મે 2021, 29 મે 2021ના રોજ લઈ શકો છો. આ દિવસોમાં તમે તમારી ટૂરને પ્લાન કરીને તિરુપતિના દર્શન કરી શકો છો.

image source

લગાવવાનો રહેશે આ કોડ

આ પેકેજનો ફાયદો લેવા માટે તમારે બુકિંગ સમયે Code:WMA17 લગાવવાનો રહે છે. ત્યારે તમે યોગ્ય રીતે બુકિંગ કરી શકો છો. https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=WMA17 પર વિઝિટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો.

image source

તિરુપતિ -હજરત નિઝામુદ્દીન સુપર ફાસ્ટ એક્સપ્રેસ (02781/02782)

રેલ્વેએ હાલમાં 3 ફેબ્રુઆરીથી આવનારી સૂચના સુધી દર સોમવાર, બુદવાર, શુક્રવારે તિરુપતિથી સવારે 5.40 મિનિટે ટ્રેન શરૂ કરી છે જે બીજા દિવસે સાંજે 6.35 મિનિટે હજરત નિઝામુદ્દીન પહોંચાડી દેશે. પરત આવતી સમયે દરેક બુધવાર, શુક્રવાર અને રવિવારે ટ્રેન હજરત નિઝામુદ્દીનથી સવારે 5.20 મિનિટે ઉપડશે અને બીજા દિવસે રાતે 8.35 વાગે તિરુપતિ પહોંચશે. રસ્તામાં આ ટ્રેન રેનિગુંટા, કડપા, યૈરાગુંટા, ટડીપતરી, દ્રોણાચલમ, કર્નુલુ સિટી, ગડવાલ, મહબૂબનગર, કચેગડા, કાજીપેટ, રામાગુંડમ, મથરેલ, બેલામપલ્લી, સિરપુર કાગજનગર, બલ્લારશાહ, નાગપુર, ભોપાલ તથા ઝાંસી સ્ટેશન પર થઇને જશે.

image source

અન્ય પેકેજ પણ છે ઉપલબ્ધ?

IRCTC આના સિવાય હજૂ એક પેકેજ પણ લઈને આવ્યું છે. જેમાં નાસિક, ઔરંગાબાદ, રામેશ્વરમ, મદુરઈ, કન્યાકુમારીની યાત્રા કરાવવામાં આવશે. આ પેકેજની માહિતી મત IRCTCની વેબસાઈટ પરથી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!