Site icon News Gujarat

જાણો શા માટે 108 વર્ષ બાદ હજુ પણ ટાઇટેનિકનો કાટમાળ દરિયામાં જ ડુબાયેલો છે..

અહીં જેન્તીલાલ ડોટ કોમ પર આ આર્ટિકલ વાંચનારા પૈકી લગભગ મોટાભાગના વાંચકો ટાઇટેનિક વિષે તો જાણતા જ હશે.

image source

આપણે અહીં ટાઇટેનિક ફિલ્મ વિષે નહિ પણ ટાઇટેનિક સમુદ્રી જહાજની દુર્ઘટના વિષે વાત કરી રહ્યા છીએ જેના પર ઐતિહાસિક ટાઇટેનિક ફિલ્મ બની હતી. દુનિયાના મોટા સમુદ્રી જહાજોમાના એક એવા ટાઇટેનિક જહાજને પાણીમાં ડૂબી જવાની દુર્ઘટનાને લગભગ 108 વર્ષ જેટલો સમય થઇ ગયો છે.

પરંતુ નવાઈની વાત એ છે કે તેનો કાટમાળ હજુ સુધી પાણીમાં જ છે અને કાટમાળ ક્યાં છે તે માહિતી હોવા છતાં હજુ સુધી તેને બહાર કાઢવામાં નથી આવ્યો. શું તમે જાણો છો કે શા માટે કાટમાળ પાણીમાં જ રહેવા દેવામાં આવ્યો છે ? નહિ ને ? તો ચાલો આ આર્ટિકલમાં આપણે તેના વિષે વિસ્તારથી જાણીએ.

image source

ટાઇટેનિક સમુદ્રી જહાજ 10 એપ્રિલ 1912 ના રોજ પોતાની પહેલી સમુદ્રી યાત્રા માટે બ્રિટનના સાઉથહેમ્પટન બંદરગાહ પરથી ન્યુયોર્ક જવા માટે રવાના થયું હતું પરંતુ 14 એપ્રિલ 1912 ના દિવસે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક હિમખંડ સાથે અથડાઈને તેના બે ટુકડા થઇ ગયા અને તેનો કાટમાળ લગભગ 3.8 કિલોમીટર ઊંડા સમુદ્રમાં સમાઈ ગયો હતો.

ટાઇટેનિક જહાજની એ દુર્ઘટનામાં લગભગ 1500 જેટલા લોકોના મોત થયા હતા. અને તેને એ સમયની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટનાઓ પૈકી એક ગણવામાં આવી હતી. લગભગ 70 વર્ષ સુધી આ જહાજનો કાટમાળ એમને એમ જ દરિયામાં પડેલો રહ્યો. પ્રથમ વખત વર્ષ 1985 માં ટાઇટેનિક જહાજના કાટમાળને સંશોધનકાર રોબર્ટ બલાર્ડ અને તેની ટીમે શોધી કાઢ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે ટાઇટેનિક જહાજ સમુદ્રમાં જે જગ્યાએ ડૂબ્યું હતું ત્યાં અતિ ઘનઘોર અંધારું છે અને સમુદ્રની એ ઊંડાઈમાં વાતાવરણનું તાપમાન એક ડિગ્રી સુધી પહોંચી જાય છે. હવે આવી પરીસ્તીથી અને વાતાવરણમાં માણસનું પહોંચવું અને ફરી પાછું સુરક્ષિત રીતે આવવું જોખમ ભરેલું છે ત્યાં જહાજનો કાટમાળ લઈને સમુદ્ર સપાટી પર આવવું એ તો બહુ દૂરની વાત છે. અને આમ પણ ટાઇટેનિક જહાજ એટલું વિશાળ અને ભારે હતું કે અંદાજે ચાર કિલોમીટર નીચે જઈને તેને બહાર કાઢવું અશક્ય જેવું જ લાગે.

image source

કહેવાય છે કે હવે સમુદ્રની ઊંડાઈમાં રહેલો ટાઇટેનિક જહાજનો એ કાટમાળ લાંબો સમય સુધી ટકી પણ નહીં શકે કારણ કે તે કાટમાળ હવે બહુ ઝડપથી પાણીમાં ઓગળી રહ્યો છે. વિશેષજ્ઞોના મત મુજબ કાટમાળની આ જ સ્થિતિ રહી તો આગામી 20 થી 30 વર્ષમાં ટાઇટેનિકનો બધો કાટમાળ પાણીમાં ઓગળીને ગાયબ થઇ જશે. અસલમાં સમુદ્રના પાણીમાં મળી આવતા બેક્ટેરિયા કાટમાળનો લોખંડનો સામાન ધીમે ધીમે ખરાબ કરી રહ્યા છે જેના કારણે તેમાં ભારે કાટ લાગી રહ્યો છે. બીબીસીના અહેવાલ પ્રમાણે કાટ લગાડનારા આ બેક્ટેરિયા દરરોજ લગભગ 180 કિલો જેટલા લોખંડ કાતરી રહ્યા છે અને વૈજ્ઞાનિકોના મતે આ કારણે જ હવે ટાઇટેનિકનો કાટમાળ લાંબા સમય સુધી દરિયામાં સુરક્ષિત નહિ રહી શકે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version