Site icon News Gujarat

ટાઈટેનિક ફિલ્મની આ હકીકતો જાણીને તમે પણ બે મિનિટ માટે પડી જશો વિચારમાં…

ટાઈટેનિકની આ હકીકતો જાણીને તમને તેની એક અલગ જ બાજુ જોવા મળશે

ટાઈટેનિક રિલિઝ થયાને 20 વર્ષ થઈ ગયા છે, વિશ્વમાં એવા ઘણા ઓછા લોકો હશે જેણે આ ફિલ્મ નહીં જોઈ હોય અને એવા ઘણા બધા લોકો જોવા મળશે જેમણે આ ફિલ્મ એક કરતાં પણ વધારે વાર જોઈ હશે. આ ફિલ્મ એક ક્લાસિક ફિલ્મ છે જેને આખાએ વિશ્વમાં માણવામાં આવી છે.

image source

તો આજે અમે તમારા માટે આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક એવી અજાણી હકિકતો લઈને આવ્યા છીએ જે જાણીને તમે ફિલ્મને જ્યારે ફરી એકવાર જોશો ત્યારે ઓર વધારે એન્જોય કરશો.

– તમને જણાવી દઈએ કે ટાઇટેનિકના મુખ્ય હીરો એટલે કે જેક ડોસનના પાત્ર માટે બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓ જેમ કે ટોમ ક્રૂઝ, બ્રેડ પીટ, ક્રીસ્ટીન બેલ, મેકાઉલે કલકીન અને મેથ્યુ મેકકોનેઘેના ઓડીશન લેવામાં આવ્યા હતા. કેટ વિન્સ્લેટે પણ મેથ્યુ સાથે ઓડીશન આપ્યું હતું. પણ તે વખતના યુવાન પણ ફેમસ નહીં તેવા લીઓનાર્દો દી કેપ્રિયોને તે રોલ મળ્યો હતો.

– તમને એ જણાવી દઈ કે ટાઇટેનિક ફિલ્મ મૂળ ટાઇટેનિક વહાણ કરતાં પણ મોંઘી હતી. આ ફિલ્મને બનાવવા પાછળ 200 મિલિયન અમેરિકન ડોલર ખર્ચાયા હતા જ્યારે તે વખતે ટાઇટેનિક જહાજની કીંમત હતી 7.5 મિલિયન ડોલર જો આજની મોંઘવારી પ્રમાણે તેને કન્વર્ટ કરવામાં આવે તો પણ તેની કિંમત 150 મિલિયન ડોલર થાય.

image source

– ટાઇટેનિકમાં રોઝનું પાત્ર ભજવનારી કેટ વિન્સ્લેટને પણ આ રોલ કંઈ સરળતાથી નહોતો મળ્યો. આ રોલ માટે મેડોના, શેરોન સ્ટોન, નિકોલ કીડમેન, ગ્વીનેથ પાલ્ત્રોવ, વિનોના રાઇડર અને ઉમા થર્મન જેવી અભિનેત્રીઓ તેની કમ્પીટીશનમાં હતી. કેટે પોતાને રોલ મળે તેની શક્યતાઓ વધારવા માટે ડીરેક્ટરને અવારનવાર ફોન કરતી રહેતી અને કહેતી, ‘મને આ રોલ મળવો જ જોઈએ, જો મને નહીં આપો તો તમે પાગલ કહેવાશો.’ જો કે હાલ તેણી તે માટે ના પાડ રહી છે પણ તેણે કબૂલ્યું છે કે તેણી ડીરેક્ટર કેમરોનને રોઝ મોકલતી હતી અને તેની સાથે એક નોટ પણ મોકલતી હતી ‘ફ્રોમ યોર રોઝ (તમારી રોઝ તરફથી)’

– જો તમે આ ફિલ્મમાંના મોડર્ન સીનને કાપી નાખો અને માત્ર 1912માં બનેલી ઘટનાઓ જે ફિલ્મમાં બતાવવામાં આવી છે તે જ રાખવામા આવે તો ફિલ્મની લંબાઈ 2 કલાક અને 40 મિનિટ થાય છે – આ તેટલો જ સમય છે જેટલા સમયમાં ટાઇટેનિક જહાજને ડૂબવામાં લાગ્યો હતો.

image source

– સ્ક્રીપ્ટ પ્રમાણે એક સીનમાં એવું નક્કી કરવામા આવ્યું હતુ કે રોઝે તેના મંગેતરને પોતાના સેન્ડલની હીલથી મારવું પણ કેટ વિન્સ્લેટે આ સીનને બદલીને તેના પર થૂંકવાનું સજેશન આપ્યું અને પછી તેમ જ કરવામાં આવ્યું.

– ડીરેક્ટર કેમરુન આ ફિલ્મમાં એક પણ ગીત નહોતા ઇચ્છતા, પણ મ્યુઝિક કમ્પોઝર જેમ્સ હોર્નરે સીક્રેટલી ગાયિકા સેલીન ડીઓન સાથે એક ગીત રેકોર્ડ કરી લીધું હતું અને તેની કેસેટ તેમણે ડીરેક્ટરને આપી હતી. ગાયિકાને પણ ગીત બાબતે કેટલીક શંકાઓ હતી વાસ્તવમાં તેણીને ગીત ગમ્યુ નહોતું પણ જ્યારે તેમણે ટાઇટેનિક ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચી ત્યારે તેમનો અભિપ્રાય બદલાઈ ગયો. આ ગીત જ્યારે રેકોર્ડ થઈ રહ્યું હતું ત્યારે સ્ટુડિયોમાં હાજર દરેક વ્યક્તિ રડી હતી.

– ટાઇટેનિક ફિલ્મે અગણિત રેકોર્ડ્સ તોડ્યા છે. તેમાંનો એક રેકોર્ડ છે મોટા પરદા પર આ ફિલ્મ કેટલું લાંબી ચાલી તેનો. આ ફિલ્મ સળંગ 287 દિવસ થિયેટરમાં રહી હતી.

image source

– 1995માં ડીરેક્ટર કેમરુને સમુદ્રના તળિયામાં 12 વાર ગોતા માર્યા હતા. વાસ્તવમા તેઓ પોતાની આંખે જ તે ડૂબી ગયેલા ટાઇટેનિકને જોવા માગતા હતા. ત્યાર બાદ તેમને લાગણી થઈ કે તેઓ પોતાના કામમાં કોઈ પણ ભૂલ કરી શકે નહીં. અને માટે જ તેમણે પોતાની ફિલ્મમાં ટાઈટેનિકમાં ડૂબી ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપી હતી.

– કેટ વિન્સ્લેટનો ડ્રેસ એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે તે સુકાયેલો હોય ત્યારે પણ સુંદર લાગે અને ભીનો થાય ત્યારે પણ સુંદર લાગે.

– ફિલ્મમાં શરૂઆતમાં જ્યારે વૃદ્ધ રોઝને બતાવવામાં આવે છે ત્યારે તમે તેણી સાથેનું નાનું પોમેરેનિઅન કુતરું જોયું હશે. તેની પાછળ એક કારણ છે ટાઇટેનિક જ્યારે ડૂબ્યું ત્યારે ત્યાંથી ત્રણ કૂતરાઓ મળી આવ્યા હતા. તેમાંના બે પોમેરેનિઅન હતા અને એક પેકીન્જીસ હતું. ફિલ્મમાં ટાઇટેનિકમાંથી બચી ગયેલા કૂતરાઓને પણ તરતા બતાવવામાં આવ્યા હતા પણ પાછળથી ડીરેક્ટર દ્વારા તે સિનને કટ કરી દેવામાં આવ્યો હતો.

image source

– તમને આશ્ચર્ય થશે પણ તે સિન કે જેમાં જેક નિર્વસ્ત્ર રોઝનો સ્કેચ દોરી રહ્યો છે તેને શૂટિંગના પહેલા દિવસે શૂટ કરવામા આવ્યો હતો. ડીરેક્ટર તેમ કરીને બે અજાણ્યા કલાકારો વચ્ચેની લાગણીઓને જોવા માગતા હતા. પણ કેટ વિન્સ્લેટ આ બાબતે પોતાના ડીરેક્ટર કરતાં આગળ નીકળી. તેણીએ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું તે પહેલાં લિયોને પોતાની નીર્વસ્ત્ર છાતી બતાવી હતી કારણ કે તેણીને ખબર હતી કે તેઓ કયો સીન શૂટ કરવા જઈ રહ્યા છે. તેણે આવું તેટલા માટે કર્યું હતું કારણ કે તે લીઓને વધારે કમ્ફર્ટેબલ અનુભવવા માગતી હતી.

– જો તમને ફિલ્મમાં ડી કેપ્રિયો દ્વારા બોલવામાં આવતો શબ્દસમૂહ ‘આઈ એમ ધ કીંગ ઓફ ધ વર્લ્ડ ?’ યાદ હોય તો તમને જણાવી દઈ કે તે આ ફિલ્મની સ્ક્રીપ્ટમાં નહોતો તેને પાછળથી ઉંમેરવામાં આવ્યો હતો.

image source

– આ ફિલ્મના નિર્માણનો ખર્ચ તેમની યોજના કરતાં બે ગણો વધારે થઈ ગયો હતો. તે સમયની તે સૌથી વધારે મોંઘી ફિલ્મ હતી. 20th સેન્ચુરી ફોક્સ માટે પણ આ ખર્ચ એટલો મોટો હતો કે તેમણે બીજી કંપની સાથે પાર્ટનરશીપ કરવી પડી હતી. બીજી કંપની તેમની હરીફ કંપની હતી – તે હતી પેરામાઉન્ટ પિક્ચર્સ. જો કે કોઈને પણ વિશ્વાસ નહોતો કે આ ફિલ્મ આટલા બધા રૂપિયાની કમાણી કરી આપશે.

– આ ફિલ્મના કેટલાક સિન ટાઇટેનિકના અકસ્માતમાંથી બચી ગયેલા લોકોની યાદો પર આધારિત હતા. ઉદાહરણ તરીકે, એક સિનમાં એક પુરુષ બે છોકરીઓને રેસ્ક્યુ બોટમાં બેસાડે છે અને સાંત્વના આપે છે, ‘આ વધારે લાંબુ નહીં ચાલે (ધીસ ઇઝ નોટ ફોર લોંગ),’

– આ ફિલ્મનું જ્યારે નિર્માણ ચાલી રહ્યું હતું ત્યારે તેને ધી આઈસ પ્લેનેટ કહીને બોલાવવામાં આવતી હતી જેથી કરીને જે બીજી કંપનીઓ ટાઇટેનિક પર ફિલ્મ બનાવી રહી હોય તેઓ પ્રોડક્શનને ન જોઈ શકે.

– ડીરેક્ટર કેમરોન ઇચ્છતા હતા કે તેમની ફિલ્મના દરેક પાત્રો ઘડી કાઢેલા હોય પણ જ્યારે તેમણે ફિલ્મ લખવાની પુરી કરી ત્યારે ત્યારે તેમને જાણવા મળ્યું કે ટાઇટેનિક પર એક મુસાફરનું નામ ખરેખર જેક ડોસન હતું.

image source

– આ વાતનો તો એક દર્શક તરીકેનો મને પણ વસ વસો રહી ગયો છે કે જેકને ફિલ્મના અંતે કેમ મારી નાખવામાં આવ્યો ! ફિલ્મના ફેન્સ હંમેશા એવી દલીલ કરતા જેવા મળે છે કે રોઝ સાથે પાણીના તે લાકડા પર જેક પણ આવી શક્યો હોત. બ્રીટનના કેટલાક વિદ્યાર્થીઓ એટેલી હદે ગયા હતા કે તેમણે રીતસરનો તેના માટે પાણીમાં પ્રયોગ કર્યો અને સાબિત કર્યું હતું કે ડી કેપ્રિયો પણ બચી શક્યો હોત. આ બધી જ વાતોએ જેમ્સ કેમરોનને ચીડવી મુક્યા ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં ફેનને જણાવી દીધું, ‘સ્ક્રીપ્ટના 147મું પેજ દર્શાવે છે કે જેક મરી જાય છે, ખૂબ જ સિમ્પલ.’ ડીરેક્ટરનું કહેવું છે કે જો જેકને બચી જતો બતાવવામાં આવ્યો હોત તો ફિલ્મ આખી અલગ જ બની હોત. અને આ આખી ફિલ્મ ‘શું ગુમાવ્યું છે’ તે બાબત પર છે માટે તેના મુખ્ય પાત્રએ તો મરવું જ પડે તેમ હતું.

image source

– આ ફિલ્મમાં રોઝે પોતાની જાતને ઠંડા પાણીમાં ડૂબી જવા બચાવવા માટે લાકડાનો જે ટૂકડો વાપર્યો હતો તે બિલકુલ ટાઇટેનિક ડૂબ્યા પછી મળી આવેલા એક લાકડા જેવો જ હતો જેને હાલ હેલિફેક્સના મ્યુઝિયમમાં સાંચવીને રાખવામાં આવ્યો છે.

Source: Brightside

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version