વિશ્વની સૌથી મોટી અમેઝન નદીમાં એનાકોન્ડાથી પણ મોટા ટાઈટેનોબોઆ પ્રજાતિના સાપો રહે છે ખરા?

આજના સમયમાં એનાકોન્ડા સાપને સૌથી મોટો સાપ માનવામાં આવે છે તે તો સૌ જાણે છે. એનાકોન્ડા સાપ અનેક ફૂટ લાંબો અને વિશાળ હોય છે જે કોઈપણ સામાન્ય બકરી કે હરણના કદના જાનવરનો સરળતાથી શિકાર કરી શકવા સક્ષમ છે.

image source

પરંતુ શું તમે જાણો છો કે ડાયનાસોર કાળમાં પણ વિશાળ કદના સાપ જોવા મળતા જે ટાઈટેનોબોઆ નામથી ઓળખાય છે. વળી આ ટાઈટેનોબોઆ સાપનું કદ અત્યારના એનાકોન્ડા સાપ કરતા અનેક ગણું મોટું હતું અને તેને ધરતી પરના સૌથી મોટા સાપ માનવામાં આવે છે અને તેના કદના કારણે તેને મોન્સ્ટર સ્નેક પણ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે એવું મનાય છે કે ડાયનાસોર કાળના તમામ વિશાળ જીવો અને જાનવરો 6.6 કરોડ વર્ષ પહેલા જ ધરતી પર ઉલ્કાપિંડ પડવાને કારણે નાશ પામ્યા હતા. પરંતુ વર્ષ 2018 માં અમેરિકાના અમુક સંશોધનકારોએ એવો દાવો કર્યો હતો કે ડાયનાસોર કાળના વિશાળ ટાઈટેનોબોઆ સાપ હજુ પણ જીવિત છે. અને તેઓ એટલા મોટા છે કે મોટા મગરમચ્છને પણ આરામથી પોતાનો શિકાર બનાવી શકે. સંશોધનકારોના આ દાવાએ સૌને ચોંકાવી દીધા હતા.

image source

અસલમાં ટાઈટેનોબોઆ પ્રજાતિના સાપને ડાયનાસોરની સાથે જ વિલુપ્ત જીવ માની લેવામાં આવ્યા હતા પરંતુ સંશોધનકાર વૈજ્ઞાનિકોનું માનવું છે કે દુનિયાની સૌથી મોટી નદી એટલે કે અમેઝન નદીમાં આ પ્રજાતિના સાપો આજે પણ રહે છે. આ પ્રજાતિના સાપો લગભગ 50 ફૂટ લાંબા અને ચાર ફૂટ જેટલા પહોળા શરીરનું કદ ધરાવે છે.

એવું પણ મનાય છે કે એક ટાઈટેનોબોઆ સાપનું વજન લગભગ 1500 કિલો જેટલું હોય છે. વર્ષ 2009 માં કોલંબિયામાં ખોદકામ દરમિયાન આ ટાઈટેનોબોઆ પ્રજાતિના સપના અનેક અવશેષો મળી આવ્યા હતા. તે અવશેષોના આધારે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે સાપ લગભગ 42 ફૂટ લાંબો અને 1100 કિલો વજન ધરાવતો હશે.

image source

હવે કદાચ તમે એમ વિચારતા હશો કે આખરે આ સાપનું નામ ટાઈટેનોબોઆ એવું અટપટું કેમ રાખવામાં આવ્યું હશે ? તો જણાવી દઈએ કે આ સાપનું નામ અસલમાં ટાઇટેનિક દરિયાઈ જહાજના નામ પરથી રાખવામાં આવ્યું છે કારણ કે ટાઈટેનોબોઆ સાપ પણ ટાઇટેનિક જહાજની જેમ વિશાળતા ધરાવે છે અને પ્રાગ ઐતિહાસિક સમયમાં જોવા મળતા સાપોમાં આ પ્રજાતિના સાપો સૌથી મોટા સાપો હતા.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

હવે શું ખરેખર જ ટાઈટેનોબોઆ સાપ જીવિત છે કે કેમ ?એ તો સંશોધનકારો અને વૈજ્ઞાનિકો જ જાણે કારણકે વૈજ્ઞાનિકોના આ દાવા હજુ પુરવાર થઇ શક્યા નથી. જો કે એટલું તો ચોક્કસ કહી શકાય કે અમેઝન નદી એટલી વિશાળ છે કે તેમાં ટાઈટેનોબોઆ સાપને શોધવા એટલે ઘાસના ઢગલામાં સોય શોધવા બરાબર છે. વળી, અમેઝનના જંગલો પણ એટલા ગીચ અને ભયજનક છે કે તેમાં પ્રવેશ કરવાની ભલભલાની હિંમત ન થઇ શકે.