પ્લાસ્ટિક સર્જરી કરાવીને આ 8 ટીવી અભિનેત્રીઓએ બદલ્યો પોતાનો લુક, જોઇ લો તસવીરોમાં ખાસ

પ્લાસ્ટિક સર્જરી કરાવીને આ 8 ટીવી અભિનેત્રીઓએ બદલ્યો પોતાનો લુક, જોઈ લો ફોટા.

બૉલીવુડ અભિનેત્રીઓની જેમ ઘણી ટીવી અભિનેત્રીઓએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો લુક બદલી નાખ્યો છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં સુંદર દેખાવું એ પહેલી શરત હોય છે એટલે બૉલીવુડ એક્ટ્રેસ પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો લુક બદલતી રહે છે. બૉલીવુડ એક્ટ્રેસની જેમ ઘણી ટીવી એક્ટ્રેસે પણ પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો લુક બદલ્યો અને એમનું આ ટ્રાન્સફોર્મેશન બધાએ નોટિસ કર્યું. એ કઈ ટીવી એક્ટ્રેસ છે જેમને પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો લુક બદલ્યો એ આજે અમે તમને જણાવીશું.

મૌની રોય.

image source

ટેલિવુડની નાગીન એટલે કે મૌની રોયે પોતાના હોઠની સર્જરી કરાવીને પોતાનો લુક બદલ્યો. સૂત્રો અનુસાર મૌની રોયને પોતાનો ઉપરનો હોઠ નહોતો ગમતો એટલે એમને હોઠની સર્જરી કરાવીને પોતાનો લુક જ બદલી નાખ્યો. જોઈ લો મૌની રોયનો બીફોર એન્ડ આફ્ટર લુક.

રશ્મિ દેસાઈ.

image source

ઉતરન સિરિયલથી જાણીતી થયેલી ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ કોસ્મેટિક સર્જરીથી પોતાના શરીરની વધારાની મેદસ્વીતા ઓછી કરી. રશ્મિ દેસાઈના ન્યુ લુકે એમની સુંદરતા વધારી દીધી છે.

સારા ખાન.

image source

સુત્રોનું માનીએ તો સારા ખાને પોતાના નાક, આંખ અને ગાલની સર્જરી કરાવી છે. જો કે સારા ખાને સર્જરી વાળી વાત ક્યારેય સ્વીકારી નથી પણ પહેલા કરતા સારા ખાનના લુકમાં ઘણો જ ફેરફાર જોવા મળી રહ્યો છે.

શમાં સિકંદર.

image source

યે મેરી લાઈફ હે સિરિયલથી જાણીતી બનેલી શમાં સિકંદરની પણ સર્જરીની ખબરો સંભળવામાં આવી છે. કહેવામાં આવે છે કે શમાં સિકંદરે પણ સુંદર દેખાવા માટે સર્જરી કરાવી છે પણ શમાં સિકંદરે પણ સર્જરીની વાત ક્યારેય સ્વીકારી નથી.

મૌલિ ગાંગુલી.

image source

ખબરો અનુસાર મૌલિ ગાંગુલીએ પણ પોતાના હોઠની સર્જરી કરાવી છે, એવું પણ કહેવામાં આવે છે કે મૌલિ ગાંગુલીએ હોઠ, નાક અને ગાલની પણ સર્જરી કરાવી છે. પણ હજી સુધી મૌલિ ગાંગુલી ક્યારેય પોતાની સર્જરીની વાત સ્વીકારી નથી.

રાખી સાવંત.

image source

વિવાદોના કારણે હંમેશા ચર્ચામાં રહેલી રાખી સાવંતે પણ સુંદર દેખાવા માટે કોસ્મેટિક સર્જરીનો સહારો લીધો છે. રાખી સાવંતે લીપોસ્ક્શન અને બ્રેસ્ટ સર્જરી કરાવી છે.

ગૌહર ખાન.

image source

ગૌહર ખાનની લિપ સર્જરી ઘણી જ ચર્ચામાં રહી હતી અને એનું કારણ હતું ગૌહર ખાનની ખોટી લિપ સર્જરી. ગૌહર ખાને એક ઇન્ટરવ્યૂમાં પોતાની ખરાબ લિપ સર્જરી વિશે જણાવ્યું પણ હતું.

સંભાવના શેઠ

image source

ખબરો અનુસાર એવુ જાણવા મળ્યું છે કે સંભાવના શેઠે આઈટમ નંબરમાં હોટ અને સેક્સી દેખાવા માટે બ્રેસ્ટ સર્જરી કરાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!